PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિમાં નાણા રોકનારાઓ માટે મોટા સમાચાર, સરકારે કરી આ જાહેરાત

પ્રતીકાત્મક તસવીર

જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરો મામલે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

  • Share this:
    નવી દિલ્હી. સ્મોલ સેવિંગ્સ સ્કીમ (small savings schemes)માં નાણા રોકનાર લોકો માટે મોટા સમાચાર છે. જો આપે પણ રોકાણ કર્યું છે કે પછી રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. આ ક્વાર્ટરમાં પણ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરો (small savings schemes interest rate)માં કોઈ ફેરફાર નહીં થાય, એટલે કે મળનારા ફાયદામાં કોઈ ઘટાડો નહીં થાય. આવો ચેક કરો PPF, KVP, SSY, NSC, મંથલી ઇન્કમ સ્કીમ, ટાઇમ ડિપોઝિટ અને SCSS પર કેટલું વ્યાજ મળશે...

    નોંધનીય છે કે, સતત પાંચમા ક્વાર્ટરમાં સરકારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. આ પહેલા નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં વ્યાજ દરોમાં 1.4 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, HBD: રિયા ચક્રવર્તીનું સુશાંત સાથે જીવનભર જોડાઈ ગયું નામ, ‘મોસ્ટ ડિઝાયરેબલ વુમન’ બની એક્ટ્રેસ

    કેટલું મળશે આ ક્વાર્ટરનું વ્યાજ?

    >>  SCSSમાં 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.
    >> સુકન્યા સમૃદ્ધિ યોજના- 7.6 ટકા
    >> એનએસસી- 6.8 ટકા
    >> પીપીએફ- 7.1 ટકા
    >> 5 વર્ષની સીનિયર સિટીઝન બચત યોજના- 7.4 ટકા
    >> બચત જમા- 4 ટકા
    >> એક વર્ષની FD- 5.5 ટકા
    >> કિસાન વિકાસ પત્ર- 6.9 ટકા
    >> મંથલી ઇન્કમ સ્કીમ- 6.6 ટકા
    >> પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ યોજના- 5.8 ટકા
    >> 5 વર્ષની ટાઇમ ડિપોઝિટ યોજના- 6.7 ટકા

    આ પણ વાંચો, 2 મિનિટમાં કાર બની ગઈ એરક્રાફ્ટ! 8200 ફુટની ઊંચાઈ પર ભરી સફળ ઉડાન, જાણો ફ્લાઇંગ કારની ખૂબીઓ

    માર્ચમાં કર્યો હતો ઘટાડો, બાદમાં પરત લીધી હતો નિર્ણય

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા 31 માર્ચે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ તેના બીજા જ દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણયને એક ભૂલ ગણાવતા તેને પરત લઈ લીધો હતો. સરકાર દરેક ક્વાર્ટર નાની બચત યોજનાઓના વ્યાજ દરો નક્કી કરે છે.
    Published by:Mrunal Bhojak
    First published: