નવી દિલ્હી. શું તમે પણ સરકારની નાની બચત યોજનાઓ (Small saving scheme) જેમ કે પીપીએફ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં નાણા જમા કરાવો છો, તો આપને મોટો આંચકો લાગી શકે છે. સરકાર નાની બચત યોજનાઓ ના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. આજે 30 જૂને સ્મોલ સેવિંગ્સ સ્કીમને સરકાર એક સમીક્ષા બેઠક કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બેઠકમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
શું કહે છે એક્સપર્ટ?
એક્સપર્ટનું કહેવું છે કે ગ્રોથ રેટમાં સુધાર કરવા માટે ફાઇનાન્સિયલ અને મોનેટરી બંને પ્રકારના સપોર્ટની જરૂર છે. નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટાડવાથી સરકારનો ખર્ચ ઓછો થશે અને તેનાથી અર્થવ્યવસ્થાને સપોર્ટ મળશે. RBI અને અન્ય બેંકો બંને વ્યાજ દરોમાં ઘટાડાના પક્ષમાં છે.
માર્ચમાં કર્યો હતો ઘટાડો, બાદમાં પરત લીધી હતો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા 31 માર્ચે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ તેના બીજા જ દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણયને એક ભૂલ ગણાવતા તેને પરત લઈ લીધો હતો. સરકાર દરેક ક્વાર્ટર નાની બચત યોજનાઓના વ્યાજ દરો નક્કી કરે છે. 30 જૂન આગામી સમીક્ષાની તારીખ છે.
>> સુકન્યા સમૃદ્ધિ યોજના- 7.6 ટકા
>> એનએસસી- 6.8 ટકા
>> પીપીએફ- 7.1 ટકા
>> 5 વર્ષની સીનિયર સિટીઝન બચત યોજના- 7.4 ટકા
>> બચત જમા- 4 ટકા
>> એક વર્ષની FD- 5.5 ટકા
>> કિસાન વિકાસ પત્ર- 6.9 ટકા
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર