Home /News /business /રતન ટાટાના રોકાણવાળી કંપની આપી રહી છે બિઝનેસની તક, એક લાખના રોકાણમાં કરો મોટી કમાણી

રતન ટાટાના રોકાણવાળી કંપની આપી રહી છે બિઝનેસની તક, એક લાખના રોકાણમાં કરો મોટી કમાણી

રતન ટાટા (ફાઇલ તસવીર)

Generic Aadhaar franchise: ફક્ત એક લાખ રૂપિયાનું રોકાણ કરીને જેનેરિક આધારની ફ્રેન્ચાઈઝી ખરીદો અને દર મહિને કરો લાખોની કમાણી, જાણો કેવી રીતે અરજી કરશો.

નવી દિલ્હી: કોરોના મહામારી (Coronavirus Pandemic)ને કારણે દેશની અર્થવ્યવસ્થા (Economy)ની સાથે સાથે સામાન્ય નાગરિકના બજેટ (Budget) પર પણ અસર થઈ છે. આ મહામારીના સમયમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે. અનેક લોકોએ જીવન પસાર કરવા માટે અલગ અલગ કામની શરૂઆત કરી છે. જો તમે પણ તમારો બિઝનેસ શરૂ (Start own Business) કરવા ઈચ્છો છો અને કમાણી કરવા ઈચ્છો છો તો તમારી પાસે એક શાનદાર તક છે. જેમાં તમે ઓછું રોકાણ કરીને બિઝનેસની શરૂઆત (small level business ideas) કરી શકો છો.

આ બિઝનેસમાં સૌથી વિશેષ વાત એ છે, કે આ કંપનીમાં સૌથી દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટા (Ratan Tata)એ રોકાણ કર્યું છે. અમે રતન ટાટાએ રોકાણ કરેલા જેનેરિક દવા સ્ટાર્ટઅપ (Start up) કંપની જેનેરિક આધાર (Generic Aadhaar)ની વાત કરી રહ્યા છીએ. આ કંપની સામાન્ય લોકોને ફ્રેન્ચાઈઝીથી કમાણી (earn money from franchise) કરવાની તક આપી રહી છે. તમે વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ કરીને મેડિકલ સ્ટોર (How to open medical store)ની શરૂઆત કરી શકો છો. આ મેડિકલ સ્ટોરની મદદથી તમે સારી કમાણી (Earning opportunity) કરી શકો છો. અહીં બિઝનેસની તમામ જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો:  1 લાખના 12 લાખ! આ SME સ્ટૉકે ચાર મહિનામાં આપ્યું 1,082%થી વધારે વળતરરૂ. 1 લાખનું રોકાણ કરીને કરો શરૂઆત

જો તમે ઓછું રોકાણ કરીને બિઝનેસની શરૂઆત કરીને નફો કમાવવા માંગો છો તો તમારી પાસે એક સારો વિકલ્પ છે. જેનેરિક આધારની ફ્રેન્ચાઈઝી ટીમે ન્યૂઝ 18 હિન્દી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જેનેરિક આધારની ફ્રેન્ચાઈઝી (franchise) કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર રૂ. 1 લાખનું રોકાણ કરવાનું રહેશે. આ ફ્રેન્ચાઈઝીનો સૌથી મોટો ફાયદો છે કે કંપની તેમના પાર્ટનર્સને 40% સુધી માર્જિન (Margin) આપે છે. દવાની મોટી મોટી કંપનીઓ 15થી 20 ટકાનું માર્જિન આપે છે. કંપની 1,000 પ્રકારની જેનેરિક દવાઓ આપશે. આ દવાઓ પર ગ્રાહકોને 80 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે. આ ફ્રેન્ચાઈઝીનો સૌથી મોટો લાભ એ છે કે કંપની કંપની ઓનલાઈન દવાનો ઓર્ડર પણ લે છે. જો ઓનલાઈન ઓર્ડર તમારા શહેરનો હશે, તો આ ઓર્ડર તમને મળી શકશે.

આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપી રહી છે સૌથી વધારે વ્યાજ, જાણો વિગત

કંપનીએ આપેલ જાણકારી અનુસાર મુંબઈ, ઉત્તર પ્રદેશમાં અનેક એવા રિટેઈલર્સ છે, જે કંપનીની ફ્રેન્ચાઈઝી લઈને દર મહિને રૂ. 8થી 10 લાખની કમાણી કરે છે. આ સંપૂર્ણ કમાણી સિટી અને લોકેશન પર વધુ આધાર રાખે છે.

ફ્રેન્ચાઈઝી લેવા માટે શું કરવાનું રહેશે?

જે વ્યક્તિ પહેલેથી મેડિકલ સ્ટોર (Medical Store) ચલાવે છે અથવા નવો મેડિકલ સ્ટોર શરૂ કરવા ઈચ્છે છે, તે લોકોને જેનેરિક આધારની ફ્રેન્ચાઈઝી આપવામાં આવે છે. જો તમે આ કંપનીની ફ્રેન્ચાઈઝી લો છો, તો કંપની તરફથી તમને GA (Generic Aadhaar)નો બ્રાન્ડ લોગો (Logo) પણ આપવામાં આવે છે. તેની સાથે બ્રાન્ડિંગ મટીરિયલ, ઈન-હાઉસ પ્રોડક્ટ્સ અને મેડિસિન (Medicine) પર્સેજ માટે ઈન-હાઉસ સોફ્ટવેર આપવામાં આવશે. આ માટે તમારે ડ્રગ લાયસન્સ (Drug License) લેવાનું રહેશે.કંપની વિશેની તમામ જાણકારી

ભારતના સૌથી યુવા સંસ્થાપક અર્જુન દેશપાંડે (Founder Mr. Arjun Deshpande)નો જેનેરિક આધાર એક ફાર્મેસીનો બિઝનેસ છે. આ બિઝનેસ ઓનલાઈન અને ઓફલાઈન (Online & Offline Business) બંને પ્રકારે કરી શકાય છે. જેનેરિક આધાર કંપનીની શરૂઆત મહારાષ્ટ્રના પુણેથી થઈ હતી, પરંતુ અત્યારે આ બિઝનેસ 18 રાજ્યોના 130થી વધુ શહેરોમાં થઈ રહ્યો છે. આ ફાર્મા કંપનીમાં રતન ટાટાએ રોકાણ કર્યું છે.

આ પણ વાંચો: સ્મોલ અને મીડકેપ: આ 16 સ્ટૉક માટે નિષ્ણાતોએ આપી સલાહ, એક વર્ષમાં આપશે મોટું વળતર

કેવી રીતે અરજી કરવાની રહેશે?

કંપની અનુસાર જો તમે આ કંપની સાથે જોડાઈને કમાણી કરવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા કંપનીની વેબસાઈટ https://genericaadhaar.com/ પર જવાનું રહેશે. આ વેબસાઈટ પર Business Opportunity નું ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કરવાથી ફ્રેન્ચાઈઝી માટેનું ઓનલાઈન ફોર્મ ઓપન થશે. આ બિઝનેસની વધુ જાણકારી મેળવવા માટે અને ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો https://genericaadhaar.com/franchise-opportunities.php. આ લિંક પર તમારે તમારી માહિતી મોકલવાની રહેશે. જેમ કે, નામ, મોબાઈલ નંબર. ઈમેઈલ આઈડી અને શહેરનું નામ. ફ્રેન્ચાઈઝીની તમામ જાણકારી મેળવવા માટે નીચે આપેલ નંબર પર કોલ કરીને માહિતી મેળી શકો છો. પશ્ચિમ ભારત- 9653373636, ઉત્તર ભારત- 9653373640. પૂર્વ ભારત- 9653373641, દક્ષિણ ભારત- 9653373639).

(નોંધ- આ જાણકારી કંપની પાસેથી મળેલ સૂચના પર આધારિત છે. ફ્રેન્ચાઈઝી લેતા પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી.)
First published:

Tags: Business, Economy, Franchise, Generic, Investment, Ratan Tata, દવા