Home /News /business /Business idea: નાનું રોકાણ, મોટી કમાણી; આ બિઝનેસ તમને થોડા જ સમયમાં બનાવશે અમીર

Business idea: નાનું રોકાણ, મોટી કમાણી; આ બિઝનેસ તમને થોડા જ સમયમાં બનાવશે અમીર

આ બિઝનેસથી દર મહિને થશે દમદાર કમાણી

Business idea: આજકાલ પોતાનો બિઝનેસ શરૂ કરવા વાળા લોકોની સંખ્યા સતત વધી રહી છે. એવા ઘણા કામ છે, જેને કરવા માટે તમારે રૂપિયા ખર્ચવાની જરૂર હોતી નથી અને તેમા બચત પણ સારી થાય છે.

    નવી દિલ્હીઃ જો તમે પણ ઓછા રૂપિયામાં કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ બિઝનેસમાં તમને વધારે રૂપિયા પણ નહિ લગાવવા પડે અને વધારે જગ્યાની પણ જરૂર નહિ પડે. આ બિઝનેસ છે નાની ઓઈલ મીલ સ્થાપિને ખાદ્ય તેલ નીકાળવું અને વેચવુ. ખાદ્ય તેલની હંમેશા માંગ રહેશે અને તેનું વેચાણ પણ મોટા પ્રમાણમાં થાય છે. દરેક જગ્યાએ આ બિઝનેસને સફળ થવાની ગેરેન્ટી છે.

    નાના રૂમમાં શરૂ કરી શકો બિઝનેસ


    પહેલા તો સરસવનું તેલ નીકાળવા માટે એક મોટું મશીન લગાવવું પડે છે. પરંતુ હવે આ કામ માટે નાના મશીનો આવી ગયા છે. આ મશીનોની કિંમત પણ ઓછી છે અને તેને લગાવવા માટે વધારે જગ્યાની પણ જરૂર નથી હોતી. એક સામાન્ય રૂમમાં પણ તેને લગાવીને તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો.

    આ પણ વાંચોઃ બીજા જ દિવસે પૂરો સબ્સ્ક્રાઈબ થયો IPO, રિટેલ રોકાણકારોએ લગાવી 1.75 ગણી વધારે બોલી

    કેવી રીતે શરૂ કરવો બિઝનેસ


    ખાદ્ય તેલ બનાવવાનો વ્યવસાય શરૂ કરવા માટે તમારે તેલ નીકાળવા માટે મશીન, તેને લગાવવા માટે એક રૂમ અને જે પાકોનું તમે તેલ નીકાળવા માંગો છો, તેની જરૂર હશે. આજકાલ બજારમાં આવી મશીનો ઉપલબ્ધ છે, જે સરસવ, મગફળી અને તલ વગેરેનું તેલ નીકાળવામાં સક્ષણ છે. તમારે મીડિયમ સાઈઝનું તેલ નીકાળવાની મશીન લગાવવું જોઈએ, બજારમાં ઉપલબ્ધ આવી મશીનોથી તમે ઘણા પાકોનું તેલ નીકાળી શકો છો.

    આ પણ વાંચોઃ આ શેરમાં માત્ર 4 મહિનામાં પૈસા બમણા, શું છે આ તીવ્ર ઉછાળા પાછળનું કારણ, જાણો હવે રોકાણ કરવું કે નહિ

    3થી 4 લાખ રૂપિયા ખર્ચ થઈ જશે


    એક મીડિયમ કદનું સારું ઓઈલ એક્સપેલર મશીન 2 લાખ રૂપિયામાં મળે છે. ઓઈલ મીલ લગાવવા માટે તમારે થોડી કાયદેસરની કાર્યવાહી પણ કરવા પડશે. તેની જાણકારી તમે તમારા શહેરમાં સરળતાથી લઈ શકો છો. પૂરો સેટ-અપ ઊભો કરવા માટે 3થી 4 લાખ રૂપિયા ખર્ચ થઈ જશે. શરૂઆતમાં તમને તમારું ઉત્પાદન વેચવામાં મહેનત કરવી પડશે. જો તમે સારી ગુણવત્તાની પ્રોડક્ટસ આપશો તો તમારો બિઝનેસ ગતિ પકડી લેશે.


    કેટલી થશે કમાણી


    સરસવ, તલ અને મગફળીનું તેલ નીકાળીને તમે સારી કમાણી કરી શકો છો. તેલના બજારમાં પહોંચાડવા માટે ઓનલાઈન માર્કેટિંગનો પણ સહારો લઈ શકો છો. બજારમાં તમે રિટેલમાં તમારી પ્રોડક્ટસ વેચવા માટે કાઉન્ટર પણ લગાવી શકો છો. તેલની સાથે જ સરસવ વગેરેની મસ્ટર્ડ કેક પણ પશુપાલકો લે છે. આમાં પણ તમે સારી કમાણી કરી શકો છો. એક અંદાજ પ્રમાણે 20 ટકા, સુધી નફો આ બિઝનેસમાં થાય છે. તમે મહિનામાં કેટલા રૂપિયા કમાશો, આ વાત તમારા પર નિર્ભર કરે છે, કે તમે કેટલું ઉત્પાદન વેચો છો. વર્ષમાં તમે, ઓઈલ મીલ લગાવવાનો ખર્ચ સરળતાથી પૂરો કરી શકો છો.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business idea, Business news, Investment રોકાણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन