Home /News /business /આ બેંક FD પર આપી રહી છે 7.5 ટકા વ્યાજ, ફટાફટ જાણી લો નવા દર

આ બેંક FD પર આપી રહી છે 7.5 ટકા વ્યાજ, ફટાફટ જાણી લો નવા દર

પ્રતીકાત્મક તસવીર

Fixed deposit: અમુક સ્મૉલ ફાઇનાન્સ બેંકો સામાન્ય ગ્રાહકોને 7.5 ટકાથી વધારે વ્યાજ આપી રહી છે, અમુક બેંકો પાકતી મુદત પર સીનિયર સિટિઝન્સને આઠ ટકા સુધી પણ વ્યાજ આપી રહી છે.

નવી દિલ્હી: કોરોનાના સમયમાં જો તમે સારા રોકાણની શોધ કરી રહ્યા છો તો ફિક્સ્ડ ડિપૉઝિટ (Fixed Deposit) એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. અનેક એવી બેંક છે જે ફિક્સ્ડ ડિપૉઝિટ પર સાત થી 7.5 ટકા વ્યાજ આપે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India), ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક (Axis Bank) જેવી બીજી બેંકો સાતથી લઈને 10 વર્ષ સુધી ફિક્સ્ડ ડિપૉઝિટ ઑફર કરે છે. અમુક સ્મૉલ ફાઇનાન્સ બેંકો સામાન્ય ગ્રાહકોને 7.5 ટકાથી વધારે વ્યાજ આપી રહી છે. આ સાથે જ અમુક બેંકો પાકતી મુદત પર વયસ્ક લોકોને આઠ આછ વ્યાજ પણ આપી રહી છે. આ બેંકોએ કોરોનાને કારણે વ્યાજદરોમાં કાપ મૂક્યો હતો. આ પહેલા આ બેંકો નવ ટકા સુધી વ્યાજ આપી રહી હતી.

આ સ્મૉલ ફાઇનાન્સ બેંક આપી રહી છે સારું વ્યાજ:-

જના સ્મૉલ ફાઇનાન્સ બેંક (Jana Small Finance Bank)

લાઇવ મિન્ટમાં છપાયેલા સમાચાર પ્રમાણે જના સ્મૉલ ફાઇનાન્સ બેંક (Jana Small Finance Bank) સાત દિવસથી 10 વર્ષની એફડી માટે 2.5 ટકાથી 7.25 ટકા વ્યાજ આપે છે. જેમાં સીનિયર સિટિઝનને આ જમા રકમ પર વધારાના 50 બેસિસ પૉઇન્ટનો લાભ મળે છે. આથી કુલ મળીને સીનિયર સિટિઝનને જમા રકમ પર ત્રણ ટકાથી 7.75 ટકા વ્યાજ મળે છે. બેંક ત્રણથી પાંચ વર્ષ માટેના સમયગાળા દરમિયાન સૌથી વધારે વ્યાજ આપે છે. જેમાં આમ આદમીને 7.25 ટકા અને સીનિયર સિટિઝનને 7.75 ટકા વ્યાજ મળે છે. જના સ્મૉલ ફાઇનાન્સ બેંકનો નવો FD દર 22 ડિસેમ્બરથી લાગૂ થયો છે.

આ પણ વાંચો: નોકરીની ચિંતા છોડીને Amul સાથે શરૂ કરો બિઝનેસ, પ્રથમ દિવસથી જ થશે મોટી કમાણી

ઉત્કર્ષ સ્મૉલ ફાઇનાન્સ બેંક (Utkarsh Small Finance Bank)

ઉત્કર્ષ સ્મૉલ ફાઇનાન્સ બેંક (Utkarsh Small Finance Bank) આમ આદમીને સાત દિવસથી લઈને 10 વર્ષ માટે ત્રણથી સાત ટકા સુધી વ્યાજ આપે છે. જ્યારે આ જ સમયગાળા માટે સીનિયર સિટિઝનને 3.50થી લઈને 7.50 ટકા વ્યાજ આપે છે. 700 દિવસની પાકતી મુદત પર બેંક સૌથી વધારે વ્યાજ આપે છે. આ ડિપૉઝિટ પર સીનિયર સિટિઝનને 7.5 ટકા વ્યાજ મળે છે. સામાન્ય ગ્રાહક માટે વ્યાજનો દર સાત ટકા રહેશે. આ વ્યાજદર 19 ઓક્ટોબરથી લાગૂ છે.

સૂર્યોદય સ્મૉલ ફાઇનાન્સ બેંક (Suryoday Small Finance Bank)

સૂર્યોદય સ્મૉલ ફાઇનાન્સ બેંક (Suryoday Small Finance Bank) સામાન્ય ગ્રાહકોને ચાર ટકાથી લઈને 7.50 ટકા સુધી વ્યાજ આપે છે. બેંક પાંચ વર્ષની પાકતી મુદત પર સૌથી વધારે વ્યાજ આપે છે. આ ડિપૉઝિટ પર 7.50 ટકા વ્યાજ મળે છે. બેંકનો નવો વ્યાજદર 15 સપ્ટેમ્બરથી લાગૂ છે.

આ પણ વાંચો: બચત ખાતા પર આ બેંક આપી રહી છે સૌથી વધારે વ્યાજ, આ બેંક આપે છે સૌથી ઓછું વ્યાજ

નૉર્થ ઈસ્ટ સ્મૉલ ફાઇનાન્સ બેંક (North East Small Finance Bank)

નૉર્થ ઈસ્ટ સ્મૉલ ફાઇનાન્સ બેંક (North East Small Finance Bank) સાત દિવસથી 10 દિવસની પાકતી મુદત માટે FD પર ત્રણ ટકાથી 7.5 ટકા સુધી વ્યાજ આપે છે. બેંક 730 દિવસમાં 1,095 દિવસની મુદત વાળી ડિપૉઝિટ પર સૌથી વધારે વ્યાજ આપે છે. આ ડિપૉઝિટ પર 7.5 ટકા વ્યાજ મળે છે. નૉર્થ ઈસ્ટ સ્મૉલ ફાઇનાન્સ બેંકનો નવો વ્યાજદર 14 સપ્ટેમ્બરથી લાગૂ છે.
First published:

Tags: Bank, FD, Fixed Deposit, Rate of Interest, Reserve bank of india, આરબીઆઇ

विज्ञापन