Home /News /business /જબરજસ્ત આઇડિયા! 30 હજાર કરતા પણ ઓછા રોકાણનો બિઝનેસ, મહિને રૂ.60 હજારની કમાણી
જબરજસ્ત આઇડિયા! 30 હજાર કરતા પણ ઓછા રોકાણનો બિઝનેસ, મહિને રૂ.60 હજારની કમાણી
30 હજાર કરતા પણ ઓછી રકમથી શરૂ કરો બિઝનેસ, માસિક રૂ. 60 હજારની થશે કમાણી
Small Business Ideas: આજકાલ અનેક લોકો પોતાનો બિઝનેસ કરવા માગે છે. જોકે મોટાભાગને લોકો પોતાનો ખૂદનો બિઝનેસ કરી શકતા નથી. તેની પાછળનું કારણ છે બિઝનેસ માટે કરવું પડતું રોકાણ. પરંતુ આજે અમે તમને એવા જ બિઝનેસ અંગે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઓછા રોકાણમાં તગડી કમાણી થઈ શકે છે.
શું તમે પણ નોકરી શોધી રહ્યા છો? અનેક પ્રયત્ન કરવા છતાં પણ તમને નોકરી નથી મળી રહી? તમે ઘરે બેઠા બિઝનેસ શરૂ કરીને નોકરી કરતા પણ વધુ કમાણી કરી શકો છો. અનેક એવા બિઝનેસ છે, જેમાં તમારે ખૂબ જ ઓછી મૂડીનું રોકાણ કરવાનું રહે છે. ઓછી મૂડીને રોકાણ કરીને તમે અઢળક નફો કમાઈ શકો છો. અહીં અમે તમને એવા જ એક બિઝનેસ (Small Business Ideas) વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ બિઝનેસની ખાસ વાત કરવામાં આવે તો તમે માત્ર 30 હજાર રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસ ખૂબ જ સરળતાથી શરૂ કરી શકાય છે. જો તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમારા માટે આ સારા સમાચાર છે. કયા બિઝનેસમાં 30 હજારનું રોકાણ કરીને શરૂ કરી શકાય છે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે. આ બિઝનેસ કરીને તમે દર મહિને 50 હજારથી લઈને 60 હજારની કમાણી કરી શકો છો.
તમે 30 હજાર રૂપિયાનું રોકાણ કરીને રમકડાનો બિઝનેસ શરૂ કરી શકો છો. સૌથી પહેલા ભારતમાં ચીનમાંથી રમકડાં આયાત કરવામાં આવતા હતા. ભારત અને ચીનના તણાવને કારણે સરકારે સ્વદેશી નીતિ પર કામ કરવાનું શરૂ કર્યું છે. ચીનમાંથી ભારતમાં રમકડાં આયાત કરવાની સંખ્યા ઓછી થઈ ગઈ છે. તમે આ બિઝનેસ શરૂ કરીને નફો કમાઈ શકો છો. આ એક એવો બિઝનેસ છે, જેનાથી આખા વર્ષમાં નફો કમાઈ શકો છો. જેમાં વધુ મૂડીનું રોકાણ કરવાની જરૂર નથી. રમકડાંના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી મદદ પણ કરવામાં આવી રહી છે.
જો તમે પણ ઓછી મૂડીનું રોકાણ કરીને અઢળક નફો કમાવા માંગો છો, તો તમે ભંગારનો બિઝનેસ (Waste Material) એટલે કે, વેસ્ટ મટીરિયલને રિસાયકલ કરવાનો બિઝનેસ (Recycling Business Ideas) શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં તમારે અંદાજે 10થી 15 હજારનું રોકાણ (Low Investment Business) કરવાનું રહેશે. આ બિઝનેસથી તમે અઢળક કમાણી કરી શકો છો. આ બિઝનેસની બજારમાં ખૂબ માંગ છે. જો તમે પણ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આસપાસના વિસ્તારમાંથી નકામા સામાનને એકઠો કરી લો. ભંગાર માટે તમે નગર નિગમનો પણ સંપર્ક કરી શકો છો. આ ભંગારની મદદથી તમે શું બનાવી શકો છો, તેનો તમારે હિસાબ કરવાનો રહેશે.
જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા તમારી પાસે પૈસા નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર બિઝનેસ શરૂ કરવામાં લોકોને મદદ કરી રહી છે. જે પણ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, તે મુદ્રા યોજના લોન (Mudra Yojana Loan) હેઠળ લોન લઈ શકે છે. જો તમે તમારા બિઝનેસને આગળ વધારવા માંગો છો, તો તે માટે તમારી પૈસાની જરૂર છે, તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 10 લાખ સુધીની લોન માટે અરજી કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર