Home /News /business /Small Business Idea: ઓછા રોકાણ સાથે શરૂ કરો આ જોરદાર બિઝનેસ, સરકાર પણ કરશે મદદ

Small Business Idea: ઓછા રોકાણ સાથે શરૂ કરો આ જોરદાર બિઝનેસ, સરકાર પણ કરશે મદદ

આ વ્યવસાય શરૂ કરીને તમે સારો નફો મેળવી શકો છો.

How to start Small Business: આજે ઘણા એવા નાના બિઝનેસ છે સારી કમાણી (Profit) કરી રહ્યા અને સરકાર (Government) પણ પ્રોત્સાહ અને મદદ આપી રહી છે. આજે અમે એવા જ એક બિઝનેસ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

    જો તમે ઓછા પૈસા સાથે કોઇ બિઝનેસ શરૂ કરવા માટે આઈડિયા (Small Business Idea) શોધી રહ્યા છો અથવા કોઈ વ્યવસાય શરૂ કરવાની યોજના (Business Plans) બનાવી રહ્યા છો તો સૌ પ્રથમ તમે વ્યવસાયની બાબતો વિશે જેટલું શીખી શકો તેટલું શીખો. આજે ઘણા એવા નાના બિઝનેસ છે સારી કમાણી (Profit) કરી રહ્યા અને સરકાર (Government) પણ પ્રોત્સાહ અને મદદ આપી રહી છે. આજે અમે એવા જ એક બિઝનેસ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ વ્યવસાય શરૂ કરીને તમે સારો નફો મેળવી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા (Start Business) માટે તમારે કેટલાક પૈસા રોકાણ કરવા પડશે અને સૌથી મહત્વની વાત એ છે કે જો તમારી પાસે રોકડની અછત છે તો કેન્દ્ર સરકાર પણ તમને મદદ કરશે. તો ચાલો જાણીએ આ બિઝનેસ આઇડિયા વિશે.

    આ બિઝનેસ કરો શરૂ

    તમને જણાવી દઈએ કે આજે દરેક ઘરમાં કટલરીની માંગ રહે છે. તેથી તમે હેન્ડ ટૂલ બનાવવાનો વ્યવસાય શરૂ કરીને સારા પૈસા કમાઈ શકો છો. આ વ્યવસાય શરૂ કરીને તમે ખેતીમાં ઉપયોગમાં લેવાતા હેન્ડ ટૂલ્સ અને કેટલાક મહત્વપૂર્ણ સાધનો બનાવી શકો છો. એટલું જ નહીં તમે તમારી પ્રોડક્ટને મોટા પાયે એક્સપોર્ટ કરી શકો છો. આ સિવાય તમે અન્ય ટૂલ્સ પણ બનાવી શકો છો જેમ કે કલમ બનાવવાની છરી, કાપણીની છરી અને સિકેટર્સ વગેરે.

    આ પણ વાંચો- Business Idea: બ્લેક રાઇસની ખેતી દ્વારા કરી શકો છો લાખો રૂપિયાની કમાણી, જાણો કઇ રીતે

    આ બિઝનેસમાં તમે હેન્ડટૂલ્સ અને ખેતીમાં ઉપયોગમાં લેવાતા કેટલાક મહત્વપૂર્ણ સાધનો પણ બનાવી શકો છો. આ પ્રકારના હેન્ડ ટૂલ્સની પણ આજે ઘણી માંગ રહે છે.

    કેટલું કરવું પડશે રોકાણ?

    આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે આશરે 1.5 લાખથી 2 લાખ રૂપિયાનું રોકાણ કરવાની જરૂર પડશે. આ માટે તમારે ડ્રિલિંગ મશી, વેલ્ડિંગ સેટ, હેન્ડ ડ્રિલિંગ, બફિંગ મોટો, બેંચ, પેનલ બોર્ડ. બેન્ચ ગ્રાઇન્ડર, હેન્ડ ગ્રાઇન્ડર અને અન્ય ટૂલ્સની જરૂર પડશે.

    આ સિવાય તમારે આશરે 1 લાખથી 1.25 લાખ રૂપિયા રો મટિરિયલ્સ માટે પણ રોકવા પડશે. આ સાથે જ તમારે કારીગરોને માસિક વેતન આપવા માટે 25થી 35 હજાર રૂપિયા પણ ચૂકવવા પડશે.

    આ પણ વાંચો - PPF, NPS અને સુકન્યા યોજનામાં રોકાણ કરો છો? તો જાણી લો આ મહત્વનાં સમાચાર

    સરકાર પણ કરશે મદદ

    તમારા કુલ સેટઅપ ખર્ચ અથવા કાર્યકારી મૂડીમાંથી તમારે રૂ. 1.20 લાખ ખર્ચવા પડશે. આ સિવાય તમે ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ સહિત બાકીના રોકાણ માટે સરકારની મદદ લઈ શકો છો. તમે ભારત સરકાર દ્વારા આપવામાં આવતી મુદ્રા લોન હેઠળ આ બિઝનેસ શરૂ કરી શકો છો.

    કઇ રીતે કરશો મુદ્રા લોન માટે અરજી

    તમારા નવા વ્યવસાય માટે મુદ્રા લોન મેળવવા માટે તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. તમારે લોન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમારું પૂરું નામ, ઘરનું સરનામું, વ્યવસાયનું સરનામું, તમારું શિક્ષણ, અનુભવ, વર્તમાન આવક અને કેટલી લોનની જરૂર છે જેવી વિગતો આપવાની રહેશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Investment, Profit, Small-business

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन