દમદાર નફો કરાવશે આ બિઝનેસ! માત્ર 15000 લગાવીને કમાવ 3 લાખ રૂપિયા, જાણો કઇ રીતે

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારી બાદ લોકોનો આયુર્વેદ અને નેચરલ દવાઓ તરફ ઝુકાવ વધી રહ્યો છે અને તે જ સૌથી મોટું કારણ છે કે તેની માંગમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે.

  • Share this:
જો તમને ખેતી કરવાનો શોખ છે તો તમે હવે ખેતી દ્વારા પણ બંપર કમાણી કરી શકો છો. ખેતી આજકાલ ઓછા પૈસા લગાવીને દમદાર કમાણી કરવાનો સારો ઓપ્શન છે. આજે અમે તમને તુલસીની ખેતી વિશે જણાવશું, જેના દ્વારા તમે લાખોની કમાણી કરી શકો છો અને આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર 15,000 રૂપિયાની જરૂરિયાત પડશે. આ 15,000 રૂપિયા દ્વારા તમે આરામથી 3 લાખ સુધીની કમાણી કરી શકો છો.

તુલસીની ખેતી દ્વારા કોઇ પણ વ્યક્તિ લાખોપતિ બની શકે છે. અમે તમને જણાવશું કે તમે કઇ રીતે તુલસીની ખેતી દ્વારા વધુ કમાણી કરી શકો છો.

ઘરે-ઘરે હોય છે તુલસીની માંગ

તુલસીની ખેતી કરવા માટે તમારે વધુ પૈસાની જરૂર નહીં પડે. આ સાથે જ તેની માંગ પણ ખૂબ રહે છે. આજકાલ દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોય છે. આ સિવાય વપરાશમાં લેવાતી દવાઓમાં, પૂજામાં અને ઘણા પ્રકારે તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.

અંબાલાલ પટેલે આવનારા વરસાદ અંગે ખેડૂતોને કર્યા સાવધ, કરી દીધી મોટી આગાહી

કોરોનાના સંકટમાં વધી માંગ

જણાવી દઇએ કે, કોરોના મહામારી બાદ લોકોનો આયુર્વેદ અને નેચરલ દવાઓ તરફ ઝુકાવ વધી રહ્યો છે અને તે જ સૌથી મોટું કારણ છે કે તેની માંગમાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. પ્રતિદિન તુલસીની ડિમાન્ડ વધી રહી છે. હાલના સમયની વાત કરીએ તો તુલસીનું બજાર ખૂબ વિકસી રહ્યું છે. એવામાં જો તમે ઔષધીય છોડની ખેતીનો વેપાર શરૂ કરશો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

Good News: લગ્નનાં 6 મહિના પછી માતા બની દિયા મિર્ઝા, પુત્રને આપ્યો જન્મ

સરળતાથી શરૂ કરી શકો છો બિઝનેસ

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવાની જરૂર નહીં પડે. સાથે તેના માટે લાંબી ખેતી કરવાની જરૂર છે. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પણ બિઝનેસ શરૂ કરી શકો છો.



વાર્ષિક થશે 3 લાખની કમાણી

તમારે તેની ખેતી માટે માત્ર શરૂઆતમાં 15000 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. પકવણીના 3 મહીના બાદ જ તુલસીનો પાક સરેરાશ 3 લાખમાં વેચાઈ જાય છે. માર્કેટમાં ઘણી આયુર્વેદિક કંપનીઓ જેવી કે ડાબર, વૈદ્યનાથ, પતંજલિ વગેરે તુલસી માટે કોન્ટ્રક્ટ ફાર્મિંગ પણ કરે છે.
First published: