Home /News /business /Demonetization: બ્લેક મની છોડો કેશનું સર્ક્યુલેશન 70% વધ્યું, શું નોટબંધીનો નિર્ણય સાચો હતો?

Demonetization: બ્લેક મની છોડો કેશનું સર્ક્યુલેશન 70% વધ્યું, શું નોટબંધીનો નિર્ણય સાચો હતો?

six year of Demonetization: દેશમાં નોટબંધીને 6 વર્ષ થયા જોકે તેના ફાયદા હજુ પણ જોયે તેવા દેખાયા નથી. આજે પણ કેશ જ સૌથી વધુ ચાલે છે. 2016ની તુલનાએ દેશમાં સર્ક્યુલેશનમાં કેશ લગભગ 70 ટકા જેટલું વધી ગયું. 21 ઓક્ટોબર 2022 સુધીમાં દેશમાં લોકો વચ્ચે કેશ 30.88 લાખ કરોડ રુપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

six year of Demonetization: દેશમાં નોટબંધીને 6 વર્ષ થયા જોકે તેના ફાયદા હજુ પણ જોયે તેવા દેખાયા નથી. આજે પણ કેશ જ સૌથી વધુ ચાલે છે. 2016ની તુલનાએ દેશમાં સર્ક્યુલેશનમાં કેશ લગભગ 70 ટકા જેટલું વધી ગયું. 21 ઓક્ટોબર 2022 સુધીમાં દેશમાં લોકો વચ્ચે કેશ 30.88 લાખ કરોડ રુપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

વધુ જુઓ ...
2016માં 8 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 રૂપિયા અને 1,000 રૂપિયાની નોટ રદ્દ કરી નાખી હતી. કાળાં નાણાં અને છૂપાયેલા નાણાંને બહાર કાઢવાના હેતુથી રાત્રે 8 વાગ્યે કરવામાં આવેલી જાહેરાતને પગલે ચાર કલાક પછી ચલણમાં રહેલાં રૂપિયાનો લગભગ 86 ટકા હિસ્સો અમાન્ય બની ગયો હતો. વડાપ્રધાન મોદીના આ નિર્ણયથી ચલણના રૂપમાં ફક્ત 5 ટકા જ બેન્ક મની જમા હોવાની દલીલ કરનાર કેટલાક અર્થશાસ્ત્રીઓને આશ્ચર્ય થયું હતું. તેઓએ દલીલ કરી હતી કે બાકીના પૈસા સ્થાવર મિલકત અને સોના જેવી અન્ય અસ્કયામતોના સ્વરૂપમાં છે.

આ વર્ષે ઓક્ટોબરમાં નોટબંધી સંબંધિત અરજીઓની સુનાવણી કરી રહેલી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે 2016ના પગલાંની તપાસ કરવાની તૈયારી બતાવી હતી.

આ  પણ વાંચોઃ DCX Systems IPOમાં એલોટમેન્ટ થયું, શું તમને લાગ્યા છે શેર? GMPમાં જબરો ઉછાળો

નોટબંધીના પાછળનો તર્ક રજૂ કરતા ત્રણ આર્થિક ઉદ્દેશોમાં કાળાં નાણાંનો નાશ કરવો, નકલી ચલણી નોટોનો સફાયો અને કેશલેસ અર્થતંત્ર ઊભું કરવાનો હતો. સૌથી મોટું લક્ષ્ય કાળા નાણાં સામે લડતનું હતું. જેનો ટેક્સ નથી ચૂકવાયો અને બેન્કિંગ સિસ્ટમમાં પણ હોય તે રકમને કાળું નાણું કહેવાય છે.

નોટબંધીના પગલાના છ વર્ષ પછી શું ભારતે નક્કી કરેલ લક્ષ્યમાંથી કોઈ પણ પ્રાપ્ત કર્યું છે? ચાલો આ બાબતે એક નજર નાખીએ.

કાળાં નાણાંની સમસ્યા રોકવામાં નિષ્ફળતા


નોટબંધીથી કાળા નાણાંને ખતમ કરવાનું લક્ષ્ય હાંસલ થયું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ડેટા અનુસાર, બધા જ નાણાં (99 ટકાથી વધુ) બેંકિંગ સિસ્ટમમાં પાછા આવી ગયા હતા. જે 15.41 લાખ કરોડ રૂપિયાની નોટોને અમાન્ય ઠેરવવામાં આવી હતી, તેમાંથી 15.31 લાખ કરોડ રૂપિયાની નોટો પરત આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતની ભણેલી-ગણેલી મહિલાઓ પણ નોકરી છોડી આ બિઝનેસમાં લાખો કમાય છે, ક્યારેય મંદીની શક્યતા નહીં

નોટબંધી બાદ કેટલું કાળું નાણું પાછું મેળવવામાં આવ્યું છે? આનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, કારણ કે નોટબંધી પછી કેટલું કાળું નાણું રિકવર થયું તેનો કોઈ તાજેતરનો અંદાજ નથી. પરંતુ ફેબ્રુઆરી 2019માં તત્કાલીન નાણાં પ્રધાન પિયુષ ગોયલે સંસદમાં કહ્યું હતું કે નોટબંધી સહિત વિવિધ કાળા નાણાં વિરોધી પગલાં દ્વારા 1.3 લાખ કરોડ રૂપિયા કાળા નાણાંની વસૂલાત કરવામાં આવી છે.

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પોતાના I do what I do પુસ્તકમાં ખુલાસો કર્યો હતો કે, તેમણે ક્યારેય નોટબંધીના વિચારને ટેકો આપ્યો ન હતો અને તેમને લાગ્યું હતું કે આ કવાયતની ટૂંકા ગાળાની અસર લાંબાગાળાના લાભો કરતાં વધારે હોઈ શકે છે.

યાદ રહે કે સરકારને મૂળે એવી અપેક્ષા હતી કે, માત્ર નોટબંધીને કારણે બેન્કિંગ સિસ્ટમની બહારનું ઓછામાં ઓછા 3થી 4 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર આવી જશે. આમ, ડેટા સૂચવે છે કે, નોટબંધી સિસ્ટમમાં કાળું નાણું શોધવામાં નિષ્ફળતા હતી. ત્યારે આજે પણ કાળાંનાણાંની જપ્તીના કિસ્સાઓ ચાલુ છે.

આ પણ વાંચોઃ સારા રિટર્નની શક્યતા અને ઓછું જોખમ NPS મેનેજરના ફેવરિટ આ શેર્સ તમારી પાસે છે?

આ વર્ષે ઓગસ્ટમાં આવકવેરા વિભાગે હરિયાણા અને દિલ્હી-એનસીઆરમાં હોસ્પિટલો ચલાવતા ઘણા વ્યવસાયિક જૂથો પર દરોડા પાડ્યા બાદ 150 કરોડ રૂપિયાથી વધુની કાળી આવક શોધી કાઢી હોવાનો દાવો કર્યો હતો. એ જ રીતે તામિલનાડુમાં રેશમની સાડીઓના વેપાર અને ચિટફંડ સાથે સંકળાયેલા બે બિઝનેસ જૂથો સામે સર્ચ દરમિયાન વિભાગે રૂ. 250 કરોડથી વધુની અઘોષિત આવક શોધી કાઢવામાં આવી હતી. દેશભરમાં આવા અનેક દાખલા છે.

નકલી નોટોનું પ્રમાણ વધ્યું


નોટબંધીનો બીજો ઉદ્દેશ નકલી નોટના દૂષણને ડામવાનો હતો, તે પણ નિષ્ફળ ગયો હોય તેવું લાગે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 27 મેના રોજ જાહેર કરેલા તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, નકલી ભારતીય ચલણી નોટોમાં માર્ચમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં 10.7 ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય બેંકે 500 રૂપિયાના મૂલ્યની નકલી નોટોમાં 101.93 ટકાનો વધારો શોધી કાઢ્યો છે. બીજી તરફ 2,000 રૂપિયાની નકલી નોટોમાં 54 ટકાથી વધુનો વધારો થયો છે.

આરબીઆઈના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2022માં 10 અને 20 રૂપિયાની નકલી નોટોમાં અનુક્રમે 16.45 અને 16.48 ટકાનો વધારો થયો છે. 200 રૂપિયાની નકલી નોટો 11.7 ટકા વધી છે.

આ પણ વાંચોઃ ઓપ્શન ટ્રેડિંગમાં ગોથું નહીં ખાવ, એક્સપર્ટ શુભમ અગ્રવાલના આ 7 પોઈન્ટ સમજી લો

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 50 રૂપિયા અને 100 રૂપિયાના મૂલ્યમાં મળી આવેલી નકલી નોટોમાં અનુક્રમે 28.65 અને 16.71 ટકાનો ઘટાડો થયો છે. તેમાંથી, 6.9 ટકા આરબીઆઈમાં મળી આવ્યા હતા, જ્યારે બાકીના 93.1 ટકા અન્ય બેંકોમાં મળી આવ્યા હતા.

અહીં ઉલ્લેખનિય છે કે, વર્ષ 2016માં નોટબંધીની શરૂઆત થઈ તે વર્ષે દેશભરમાં 6.32 લાખ નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી. આરબીઆઈના આંકડા અનુસાર, ત્યારબાદ ચાર વર્ષમાં દેશભરમાં વિવિધ ક્ષેત્રમાં કુલ 18.87 લાખ નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી.

નોટબંધી બાદના વર્ષોમાં જપ્ત કરવામાં આવેલી મોટાભાગની નકલી ચલણી નોટો 100 રૂપિયાના મૂલ્યમાં હતી. આંકડા મુજબ 2019-20માં 1.7 લાખ, 2018-19માં 2.2 લાખ અને 2017-18માં 2.4 લાખ નંગ 100 રૂપિયાની નોટ મળી હતી.

આરબીઆઈના આંકડા દર્શાવે છે કે, અગાઉના વર્ષોની તુલનામાં, 10 રૂપિયાની નકલી નોટોમાં 144.6 ટકા, 50 રૂપિયાની નોટોમાં 28.7 ટકા, 200 રૂપિયાની નોટોમાં 151.2 ટકા અને 500 રૂપિયાની નકલી નોટોમાં 37.5 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચોઃ Atal Pension Yojana: વૃદ્ધાવસ્થામાં લાચારી શા માટે? મહિને રૂ.5000 નું પેન્શન આપે છે સરકાર

રોકડના વ્યવહારો વધી ગયા


નોટબંધી પાછળ દેશમાં કેશલેસ ઇકોનોમી બનાવવાનું પણ લક્ષ્ય હતું. પણ શું આવું થયું છે? નોટબંધી પછીના વર્ષોમાં પણ રોકડ જ રાજા હોવાની વાત સાબિત થઈ ગઈ છે.

આરબીઆઈના ડેટા મુજબ, 4 નવેમ્બર, 2016ના રોજ લોકો પાસે ચલણ 17.7 લાખ કરોડ રૂપિયા હતું અને 21 ઓક્ટોબર, 2022 મુજબ વધીને 30.88 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. અત્યારે લોકો પાસે રોકડ તે વખત કરતાં 30.88 લાખ કરોડ રૂપિયા એટલે કે 71.48 ટકા વધારે છે.

ડિજિટલ પેમેન્ટમાં ઉછાળો


ડિજિટલ ચુકવણીમાં વધારો થયો છે. આરબીઆઈના ડેટા અનુસાર, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા મે મહિનામાં 10 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું, જેના માત્ર 6 મહિના બાદ જ ઓક્ટોબરમાં 12.11 લાખ કરોડ રૂપિયાની નવી ઊંચી સપાટીને સ્પર્શી ગયા હતા. વોલ્યુમની વાત કરીએ તો યુપીઆઈએ ઓક્ટોબરમાં 730 કરોડ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે. સપ્ટેમ્બરમાં વોલ્યુમની દ્રષ્ટિએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 678 કરોડને આંબી ગયું હતું, જે 11 લાખ કરોડ રૂપિયાના આંકને તોડી રહ્યું હતું.

આ પણ વાંચોઃ મોજા બનાવતી કંપનીએ કરાવી રોકાણકારોને મોજ, એક વર્ષમાં ₹1 લાખના ₹4.70 લાખ

નાણાંકીય વર્ષ 2022માં સમગ્ર ભારતમાં આશરે 71 અબજ ડિજિટલ પેમેન્ટ નોંધાયું હતું. પાછલા ત્રણ વર્ષની તુલનામાં આ નોંધપાત્ર વધારો હતો. યુપીઆઈમાં વર્ષ 2015થી અત્યાર સુધીમાં સંખ્યા અને મૂલ્ય બંનેમાં મજબૂત વધારો નોંધાયો છે.

નોટબંધીનું એકંદરે શું પરિણામ આવ્યું?


ડિમોનેટાઇઝેશનના સૌથી મોટા લક્ષ્યો કાળાં નાણાંને નાબૂદ કરવા, બનાવટી ચલણને અંકુશમાં લેવા અને કેશલેસ અર્થતંત્રનું સર્જન કરવાનું હજુ સિદ્ધ થવાનું બાકી છે. લોકો હજી પણ મોટા પ્રમાણમાં રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે, તેમ છતાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે.ઓનલાઇન વ્યવહારોમાં વધારા પાછળ મહામારી અને લોકડાઉન પણ કારણભૂત છે. જેના પરથી ફલિત થાય છે કે, નોટબંધીનો મોટો નિર્ણય લીધા વગર પણ ઓનલાઈન વ્યવહારોને વેગ મળ્યો હોત.

ભારતીય આર્થિક સંદર્ભમાં નોટ પર પ્રતિબંધ એ સમજદાર પગલું હતું કે કેમ તે અંગે ચર્ચાઓ હજી પણ ચાલુ છે. ભલે ડિજિટલ ચૂકવણીમાં ચોક્કસપણે દેખીતો વધારો થયો હોય, પરંતુ કાળાં નાણાંને શોધી કાઢવાની કવાયત સફળ રહી કે કેમ તે મોટો પ્રશ્ન છે.
First published:

Tags: Business news, Demonetization, Expert opinion, PM Modi પીએમ મોદી