આ છ સ્મૉલકેપ શેરમાં નાણાકીય વર્ષ 2022માં અત્યારસુધી આવી 300%થી વધારે તેજી, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોક (પ્રતીકાત્મક તસવીર)

નાણાકીય વર્ષ 2022 દરમિયાન છ મહિનામાં 127 જેટલા સ્મૉલકેપ શેર મલ્ટીબેગર (Multibagger stocks) સાબિત થયા છે. જેમાંથી છ સ્ટૉક એવા છે જેણે 300%થી વધારે રિટર્ન આપ્યું છે.

 • Share this:
  મુંબઈ: કોરોનાની બીજી લહેર (Corona second wave)થી થયેલું નુકસાન અને ત્રીજ લહેરની આશંકા વચ્ચે દેશના અર્થતંત્ર (Indian Economy)માં સુધારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. જોકે, ભારતીય ઇક્વિટી બજાર (Equity Market)માં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022માં અત્યારસુધી સેન્સેક્સે (Sensex) 20%ની વૃદ્ધિ બતાવી છે. મિડ એન્ડ સ્મૉલકેપ ઇન્ડેક્સે (Mid & Smallcap Index) 27% અને 29%ની વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2022 દરમિયાન છ મહિનામાં 127 જેટલા સ્મૉલકેપ શેર મલ્ટીબેગર (Multibagger stocks) સાબિત થયા છે. જેમાંથી છ સ્ટૉક એવા છે જેણે 300%થી વધારે રિટર્ન આપ્યું છે. મની કંટ્રોલ SWOT એનાલિસીસ પ્રમાણે આ છ સ્ટૉકમાં નબળા પાસાની જગ્યાએ સબળા પાસા વધારે છે.

  Brightcom Group

  નાણાકીય વર્ષ 2022માં આ શેરમાં અત્યારસુધી 875% તેજી જોવા મળી છે. 31 માર્ચ 2021ના રોજ આ શેર 7.65 રૂપિયાની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો હતો. હાલ આ શેરની કિંમત 70 રૂપિયા આસપાસ છે.

  RattanIndia Enterprises

  નાણાકીય વર્ષ 2022માં આ શેરે અત્યારસુધી 755% વળતર આપ્યું છે. 31 માર્ચ 2021ના રોજ આ શેર 5.10 રૂપિયા પર હતો. હાલ આ શેરની કિંમત 42 રૂપિયા આસપાસ છે.

  Angel Broking

  નાણાકીય વર્ષ 2022માં આ શેરમાં 375%નો વધારો જોવા મળ્યો છે. હાલ ભારતીય બજારમાં આ શેર 1,329 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 31 માર્ચ 2021ના આ શેર 242 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

  આ પણ વાંચો: Dolly Khanna portfolio: આ શેરે એક વર્ષમાં આપ્યું 140% વળતર, શું હજુ પણ રોકાણનો મોકો છે?

  Nahar Spinning Mills

  આ શેર 2022માં અત્યારસુધી 375% તેજી બતાવી ચૂક્યો છે. હાલ આ શેર 450 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 31 માર્ચના રોજ આ શેર 20.43 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

  Globus Spirits

  આ શેર 2022માં અત્યારસુધી 327%થી વધારે તેજી બતાવી ચૂક્યો છે. હાલ આ શેર 1,380 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 31 માર્ચ 2021ના રોજ આ શેરની કિંમત 69.15 રૂપિયા આસપાસ હતી.

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું?

  Nelco

  નાણાકીય વર્ષ 2022માં અત્યારસુધી આ શેર 321% વળત આપી ચૂક્યો છે. હાલ આ શેર 870 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 31 માર્ચ 2021ના રોજ આ શેર 38.62 રૂપિયા પર હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: