Home /News /business /Penny stocks: 6 પેની સ્ટોક્સ જેમાં રોકાણકારોને એક વર્ષમાં મળ્યું 28,000% સુધી વળતર

Penny stocks: 6 પેની સ્ટોક્સ જેમાં રોકાણકારોને એક વર્ષમાં મળ્યું 28,000% સુધી વળતર

પેની સ્ટોક

Multibagger Penny stocks: જો તમે પેની સ્ટોકમાં રોકાણ કરો છો તો તમારી બધી મૂડી તેમાં રોકશો નહીં. તમારી મૂડીના માત્ર 5થી 7 ટકા રકમનું જ રોકાણ કરો.

મુંબઈ: ઈન્ડિયન ઈક્વિટી માર્કેટે (Indian equity market) માર્ચ 2020માં જોરદાર કડાકા બાદ ફરીથી મજબૂત બાઉન્સ બેક કર્યું છે. હવે તે સતત ઉપર જઈ રહ્યું છે. હાલમાં ઈન્ડિયન ઈક્વિટી માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ ભારતીય બજારો વિશ્વમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બજારોમાંથી એક બન્યું છે. લાર્જકેપ, મિડકેપ, સ્મોલકેપ અને માઈક્રોકેપમાં મોટાભાગના સ્ટોક્સે ખૂબ સારું રિટર્ન આપ્યું છે. આમાંના કેટલાક શેરમાં તો એટલો ઉછાળો આવ્યો કે તેણે રોકાણકારોને 1,000% થી પણ વધુ રિટર્ન આપ્યું. આજે અમે તમને એવા છ પેની સ્ટોક (Penny Stocks)નું લિસ્ટ આપી રહ્યા છીએ, જેમાં રોકાણકારોને ખૂબ સારું વળતર મળ્યું છે.

1) Equippp Social Impact (28,127%)

Equippp Social એક કોલાબ્રેટિવ પ્લેટફોર્મનું સંચાલન કરે છે. આ પ્લેટફોર્મ પર એલજીઓ, કોર્પોરેટ્સ અને ઈન્ડિવિજ્યુલ વ્યક્તિઓ કોઈ સામાજિક પ્રોજેક્ટ પર કામ કરવા અને સહયોગ આપવા માટે એકસાથે ભેગા થાય છે.

કંપનીના શેર ફેબ્રુઆરી 2021માં રીલિસ્ટિંગ થયા. તે પહેલા કંપની પ્રોસેસ ઈન્ડિયા (Proseed India) નામે સીડ પ્રોસેસિંગ અને કોમોડિટી ટ્રેડિંગ કરતી હતી, જેમાં તે સારું પ્રદર્શન ન કરી શકી.

જોકે, હાલ પણ બિઝનેસ અંગે કંપનીની પરિસ્થિતી કંઈ અલગ નથી, તેમ છતાં કંપનીના શેર જે 0.35 પ્રતિશેરનો ભાવ ધરાવતા હતા, તે હવે 93.15 પ્રતિશેર સુધી પહોંચ્યા છે. કંપનીના શેરની કિંમત 28,000% સુધી વધી ગઈ છે.

2) Radhe Developers (3,298%)

રાધે ડેવલપર્સ રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે. જે ગુજરાતમાં કાર્યરત છે. રાધે ડેવલપર્સ દ્વારા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, વિકેન્ડ હોમ અને પ્લોટેડ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવે છે.

એક વર્ષ પહેલા એટલે 2 ડિસેમ્બર 2020એ આ કંપનીનો સ્ટોક 9.1 પ્રતિશેરની કિંમત ધરાવતો હતો. હાલમાં આ કિંમત વધીને 309.6 પ્રતિ સ્ટોક પર પહોંચી છે. કંપનીના સ્ટોકના ભાવમાં 3,298% વધારો જોવા મળ્યો છે.

3) Jindal Poly Investment & Finance (2,469%)

જીંદાલ પોલી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ ઈનવેસ્ટમેન્ટ કંપની તરીકે રજીસ્ટર્ડ છે. આ કંપની અન્ય કંપનીઓમાં રોકાણ કરે છે અને પોતાના ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટના ડિવિડન્ડથી કમાણી કરે છે.

કંપની તેની સબ્સિડરી કંપની જીંદાલ ઈન્ડિયા પાવરમાં સારો ભાગ ધરાવે છે. પાવર અને વિજળીની વધતી માંગ વચ્ચે કંપની સારો નફો પણ કરે છે, જેને કારણે બંને કંપનીઓને લાભ મળે છે.

એક વર્ષ પહેલા કંપનીના સ્ટોકની કિંમત 14.75 પ્રતિશેરની હતી, જે હાલ 360 પ્રતિશેર થઈ છે. એટલે કે કંપનીએ 2,469%. વધારો નોંધાવ્યો છે.

4) Cosmo Ferrites (1,979%)

કોસ્મો ફેરાઈટ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ, મોબાઈલ, ઈન્વર્ટર વગેરેમાં લગાવવામાં આવતા સોફ્ટ ફેરાઈટનું ઉત્પાદન કરે છે.

ગત વર્ષે કંપનીના સ્ટોકના ભાવ 9.9 પ્રતિ શેર હતા, જે આજે વધીને 196.1 પ્રતિશેર થયા છે. કંપનીના સ્ટોકના ભાવમાં 1,979%. વધારો નોંધાયો છે.

કંપની નફો કરતી હોવા છતા કંપનીના કેશફ્લોમાં તેની અસર દેખાતી નથી. કંપનીની કરંટ અસેટ્સ કરતા તેની કરંટ લાએબલીટી વધુ છે.

આ પણ વાંચો: Multibagger Penny Stock: 3 મહિનામાં 1200 ટકા રિટર્ન, 1 લાખ રૂપિયાના બની ગયા 13 લાખ

5) Tata Teleservices (1,651%)

ટાટા ટેલિસર્વિસીસ મુંબઈ બેઝ્ડ ટેલિકોમ્યુનિકેશન અને બ્રોડબેન્ડ સક્વિસ પ્રોવાઈડર છે, જે ટાટા ટેલી સર્વિસ અને ટાટા ટેલી બ્રોડબેન્ડ નામે 2 સર્વિસ પૂરી પાડે છે.

કંપની પોતાના 1500 ભાગીદારો સાથે પોતાના સેગમેન્ટમાં સૌથી વ્યાપક પહોંચનો દાવો કરે છે. હાલ કંપની 60 શહેરોમાં કાર્યરત છે. પોતાના 22 વર્ષના કાર્યકાળમાં કંપનીએ ક્યારે પણ નફો નથી નોંધાવ્યો.

2020માં કંપનીના શેરના ભાવ 6.9 પ્રતિશેર હતા જે આજે વધીને 130 પ્ર્તિશેર થયા છે. કંપની 1,651%ના વધારા સાથે રિટર્ન આપી રહી છે.

6) Raghuvir Synthetics (1,797%)

આ કંપની ટેક્સટાઈલ પ્રોસેસિંગ કંપની છે. કંપનીમાં કોટન, પોલિસ્ટર, બ્લેન્ડેડ ફેબ્રિક પ્રોસેસ કરવામાં આવે છે. કંપનીમાં વપરાતા મશીનની મદદથી એક મહિનામાં 25000 બેડશીટ તૈયાર થાય છે.

એક વર્ષ પહેલા રધુવીર ટેક્સટાઈલના શેરની કિંમત 26.1 રૂપિયા હતી જે, આજે વધીને 470 પ્રતિશેરની થઈ છે. કંપનીએ 1,797%નો વધારો નોંધાવ્યો છે. કંપનીનો રેવન્યુ ગ્રોથ 88.1 ટકા અને નફો 136 ટકા છે.

આ પણ વાંચો: Multibagger stock: આ Penny Stock ફક્ત છ મહિનામાં Rs 2થી Rs 74 પર પહોંચ્યો, રોકાણકારોને મળ્યું 3,378% વળતર

પેની સ્ટોકમાં રોકાણ કઈ રીતે કરી શકાય?

જો તમે શરૂઆતી રોકાણ કરી રહ્યાં છો તો પોતાનું રિસ્ક એપેટાઈટ જોવા માટે પેની સ્ટોકમાં જોખમ સાથે શરૂઆત કરો. જો તમે કોઈ મોટું રિસ્ક લેવા માટે તૈયાર નથી તો તમારે પેની સ્ટોકમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. જો તમે પેની સ્ટોકમાં રોકાણ કરો છો તો તમારી બધી મૂડી તેમાં રોકશો નહીં. તમારી મૂડીના માત્ર 5થી 7 ટકા રકમનું જ રોકાણ કરો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger Stock, Penny stocks, Share market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन