Home /News /business /છ કરોડ PF ધારકોને લાગી શકે છે ઝટકો, સરકાર લેવા જઈ રહી છે આ મહત્વપૂર્ણ નિર્ણય

છ કરોડ PF ધારકોને લાગી શકે છે ઝટકો, સરકાર લેવા જઈ રહી છે આ મહત્વપૂર્ણ નિર્ણય

પ્રતિકાત્મક તસવીર

ઇપીએફઓ બોર્ડના એક ટ્રસ્ટી કેઇ રઘુનાથને જણાવ્યું હતું કે તેમને સોમવારે 4 માર્ચે શ્રીનગરમાં યોજાનારી સીબીટીની આગામી બેઠક વિશે માહિતી મળી છે.

નવી દિલ્હીઃ એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(EPFO) નાણાકીય વર્ષ 2020-21 માટે ઇપીએફના વ્યાજદરમાં ઘટાડો કરવા જઈ છે. આગામી એક માસમાં સંસ્થા છ કરોડ પગારદારો માટે આ માઠા સમાચાર આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં PF પર સાત વર્ષનું સૌથી ઓછું વ્યાજ મળી રહ્યું છે.

ઈપીએફઓ માર્ચ 2021ના પ્રથમ સપ્તાહે ઈપીએફ વ્યાજ દર (EPF Interest Rates)ની જાહેરાત કરી શકે છે. ઇપીએફઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)ને લખેલ એક પત્રમાં શ્રીનગરમાં 4 માર્ચ 2021ના રોજ યોજાનારી બેઠકની જાણકારી આપી છે.

આ મીટીંગમાં ઇપીએફઓની કમાણી અને આર્થિક સ્થિતિ(Earning and Financial Situation) અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં નાણાંકીય વર્ષ 2020-21 માટેના વ્યાજ દરની જાહેરાત કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવાઇ શકે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ live stunt video, રીક્ષા ચાલકે રીક્ષાથી કર્યા 'ધૂમ સ્ટાઈલ સ્ટંટ', વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂના નશામાં Valentine day પર મુંબઈની યુવતી સાથે કોન્ટ્રાક્ટરે આચર્યું દુષ્કર્મ, સાથે આવેલી યુવતીએ કરી મદદ

કેમ PFના વ્યાજ દર ઘટી શકે છે ?
ઇપીએફઓ બોર્ડના એક ટ્રસ્ટી કેઇ રઘુનાથને જણાવ્યું હતું કે તેમને સોમવારે 4 માર્ચે શ્રીનગરમાં યોજાનારી સીબીટીની આગામી બેઠક વિશે માહિતી મળી છે. બેઠકનો એજન્ડા ટૂંક સમયમાં આવી રહ્યો છે. જોકે તેમણે કહ્યું કે મીટિંગની માહિતીથી સંબંધિત ઈ-મેલમાં વ્યાજના દર પર કોઈ ચર્ચા થવાનો ઉલ્લેખ નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

ત્યારે અટકળો છે કે ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020-21 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. કોરોના કટોકટીની વચ્ચે પીએફમાંથી વધુ ઉપાડ અને ઓછા યોગદાનને કારણે વ્યાજ ઘટાડવાનો નિર્ણય થઈ શકે છે.

આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

આ પણ વાંચોઃ-લો બોલો! રાજકોટઃ 5 વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો, બની ચૂક્યો છે ત્રણ સંતાનોનો પિતા

2020માં 7 વર્ષના સૌથી નીચા વ્યાજદર :
માર્ચ 2020માં ઇપીએફઓએ નાણાંકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ જમા પરના વ્યાજ દરને ઘટાડીને 8.5 ટકા કર્યા હતા,જે છેલ્લા સાત વર્ષનું સૌથી ઓછું વ્યાજ છે. અગાઉ 2012-13માં વ્યાજ દર 8.5 ટકા હતા. નાણાંકીય વર્ષ 2018-19માં ગ્રાહકોએ પીએફ થાપણો પર 8.65 ટકા વ્યાજ મેળવ્યું છે.
" isDesktop="true" id="1072933" >



અગાઉના વર્ષો પર નજર કરીએ તો 2017-18 માટે પીએફ થાપણ પર 8.55 ટકા, 2016-17માં 8.65 ટકા અને 2015-16 માટે 8.8 ટકા વ્યાજ ચૂકવ્યું હતું. આ સિવાય 2013-14માં પીએફ થાપણો પર 8.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું, જે નાણાકીય વર્ષ 2012-13 માટેના 8.5 ટકાથી વધુ હતું.
First published:

Tags: Epfo, PF account