આ મહિને બેંકો 6 દિવસ બંધ રહેશે, RBIએ જાહેર કર્યું લિસ્ટ!

News18 Gujarati
Updated: June 4, 2019, 7:04 PM IST
આ મહિને બેંકો 6 દિવસ બંધ રહેશે, RBIએ જાહેર કર્યું લિસ્ટ!

  • Share this:
જો તમારે બેંકનું કોઇ કામ કરાવવાનું હોય તો ઝડપથી પતાવી લેજો, કારણ કે આ મહિને બેંકોમાં મોટા પ્રમાણમાં રજાઓ રહેશે, RBIની વેબસાઇટ પરથી મળતી જાણકારી પ્રમાણે જુનમાં બેંક 6 દિવસ બંધ રહેશે. આ 6 રજામાં અલગ અલગ રાજ્યમાં તહેવારોની રજા સામેલ છે.

રિપોર્ટ પ્રમાણે 5 જુને ઇદ-ઉલ-ફિતર હોવાથી તમામ રાજ્યમાં બેંક બંધ રહેશે, ત્યારબાદ 6 જુને મહારાણા પ્રતાપ જયંતી હોવાથી આ દિવસે હિમાચલ પ્રદેશમાં બેંક બંધ રહેશે. તો 8 જુને બીજો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે. ત્યારબાદ 15 જુને રાજા સંક્રાંતિ હોવાથી ઓડિશામાં બેંકો બંધ રહેશે. તો 15 જુને વાઇએમએ ડે છે, જેથી મિજોરમમાં બેંકો બંધ રહેશે. 17 જુને સાગા દાવા હોવાથી સિક્કિમમાં બેંકો બંધ રહેશે. 22 જુને ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે.

રેમના ની

મિજોરમમાં મુખ્ય તહેવાર તરીકે રેમના ની મનાવવામાં આવે છે. 30 જુન 1986એ કેન્દ્ર સરકાર અને પૂર્વ ભુમિગત મિજો નેશનલ ફ્રંટ વચ્ચે મિજોરમ શાંતિ સમજોતા પર હસ્તાક્ષર થયા હતા, ત્યારથી દર વર્ષે મિજોરમમાં તેની વર્ષગાંઠ મનાવવામાં આવે છે.

પહીલી રાજા

આ તહેવાર મુખ્યરૂપથી ઓડિશામાં મનાવવામાં આવે ચે. આ દિવસે ઓડિશોમાં તમામ બેંકોમાં રજા રહે છે.
Loading...

ગુરુ અરજન દેવ શહીદી દિવસ

સીખ સમુદાયના લોકો આ દિવસે ગુરુદ્વારોમાં જાય છે, આ દિવસે ગુરુદ્વારોમાં કીર્તન થાય છે, ત્યારબાદ લંગરનું આયોજન કરવામાં આવે છે.

સંત ગુરુ કબીર જયંતી

સંત કબીર દાસ દેશના મહાન સંતોમાંથી એક હતા, કબીર જયંતીના દિવસે રાજ્યમાં બેંકોમાં રજા રાખવામાં આવે છે.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...