ચૂંટણી પહેલા કેશ લેવડ-દેવડ પર સરકાર લઇ શકે છે મોટો નિર્ણય!

આ બિઝનેસ શરુ કરવા માટે રોકાણનો 60 ટકા ભાગ સરકારના ભંડોળમાંથી આવશે.

અહેવાલ અનુસાર કેશમાં મોટી રકમ રાખવા અથવા તેના વ્યવહારો પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.

 • Share this:
  ચૂંટણી પહેલાં એસઆઇટીના ચેરમેને નાણા મંત્રાલયને પત્ર લખ્યો છે. સી.એન.બી.સી. આવાજ દ્વારા લખવામાં આવેલા પત્ર અનુસાર સરકારને કહેવામાં આવ્યું છે કે કેશમાં મોટી રકમ રાખવા અથવા તેના વ્યવહારોને તાત્કાલિક પ્રતિબંધિત કરવામાં આવે.

  કેસ શું છે
  >> એસઆઇટી ચેરમેને નાણા મંત્રાલયને પત્ર લખ્યો
  >> કેશમાં ખૂબ મોટી રોકડ રાખવા અથવા તેના વ્યવહારો પ્રતિબંધિત કરવામાં આવે
  >> આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે પત્ર લખ્યો છે
  >> રોકડ વ્યવહારો પર કરેલી ભલામણોને અમલમાં મૂકવા માટે કહેવામાં આવ્યું છે.
  >> 3 લાખથી વધુ રોકડ વ્યવહારો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ
  >> 15 લાખથી વધુ રોકડ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ
  >> પત્રમાં તાજેતરમાં કરોડોની મોટી રોકડ રાખવા નો કેશ હવાલો આપવામાં આવ્યો
  >> પત્રમાં કહેવામાં આવ્યું છે કે વારંવાર કહેવા છતાં તે લાગુ કરવામાં આવ્યું નથી.

  આ પણ વાંચો: SBI બાદ PNBએ વ્યાજ દર ઘટાડ્યાં, હોમ લોન સસ્તી થશે

  તાજેતરમાં નાણાપ્રધાન પિયુષ ગોયલે કાળાનાણા સંબધિત સવાલોના જવાબમાં ક્હ્યું વિદેશમાં કાળા નાણાં વિશે સરકાર પાસે કોઇ ચોક્કસ અંદાજ નથી. હાલ સરકાર કાળાનાણાને તરત જ જપ્ત કરવાના કાયમી ધોરણે પ્રયાસો કરી રહી છે. આ પર ગોયલે કહ્યું કે સરકારને જ્યા પણ કાળાનાણાની જાણકારી મળે છે તેને તાત્કાલિક જપ્ત કરવામાં આવે. 2014માં આ સરકારની રચના પછી બેનામી સંપત્તિ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. પરિણામે આવકવેરા ચુકવનારાઓની સંખ્યા અને આવકવેરાના સંગ્રહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
  Published by:Bhoomi Koyani
  First published: