Covid-19: મુકેશ અને નીતા અંબાણીએ સંભાળ્યો મોર્ચો, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની સુવિધાઓમાં વધારો

Covid-19: મુકેશ અને નીતા અંબાણીએ સંભાળ્યો મોર્ચો, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની સુવિધાઓમાં વધારો
Covid-19: મુકેશ અને નીતા અંબાણીએ સંભાળ્યો મોર્ચો, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની સુવિધાઓમાં વધારો

કોરોના સામે જંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેયરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ મોર્ચો સંભાળી લીધો

  • Share this:
    મુંબઈ : કોરોના સામે જંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેયરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ મોર્ચો સંભાળી લીધો છે. મુંબઈમાં ભવિષ્યમાં કોવિડ-19 કેસની વુદ્ધિને જોતા તૈયારીઓને વધારવા માટે સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન એટલ કે આરએફએચે (Sir H N Reliance Foundation Hospital) શહેરમાં વયસ્કો અને બાળકોના બેડના પ્રબંધનની દિશામાં પોતાના ઓપરેશંસને વધારી દીધું છે. આ સિવાય આરએફએચ મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીના પ્રયત્નોને સપોર્ટ કરશે.

    વયસ્કો અને બાળકોમાં કોરોના કેસમાં હાલમાં થયેલી વુદ્ધિ જોતા આરએફએચ પોતાના પેડિયેટ્રિક અને વિશેષ ચાઇલ્ડ કેયર સુવિધાઓને વધારવા પર ફોક્સ કરી રહ્યું છે. આ વર્તમાનમાં નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા, વર્લીમાં 650 બેડ્સનું પ્રબંધન અને સંચાલન કરી રહ્યું છે. 650 બેડમાં 100 બેડ લક્ષણો વગરના બાળકોની સારવાર માટે અને 20 બેડ આઈસીયુ કેયર માટે રાખવામાં આવ્યા છે. આઈસીયુ બેડ વેન્ટિલેટર, ડાયલિસિસ સહાયતા અને ગંભીર રોગીઓ માટે ઓક્સિજનની આપૂર્તિથી લેસ છે.





    500થી વધારે ફ્રન્ટલાઇન વર્કસની એક ટીમ, જેમાં ડોક્ટર, નર્સ અને બિન ચિકિત્સા પ્રોફેશનલ સામેલ છે, જે દર્દીઓ પર સતત નજર રાખવા માટે નિમણુક કરાયા છે. બેડ મોનિટર, બાળ અને વયસ્ક વેન્ટિલેટર અને મેડિકલ ઉપકરણ સહિત પ્રોજેક્ટ માટે બધો ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)દ્વારા કરવામાં આવી રહ્યો છે. એનએસસીઆઈમાં ભરતી બધા દર્દીઓની આરએએફના માધ્યમથી બિલકુલ મફત સારવાર કરવામાં આવી રહી છે.

    નીતા અંબાણીએ કહ્યું કે તે બધા લોકો અને પરિવાર જેમણે આ મુશ્કેલ સમયમાં દુ:ખ, પીડા ભોગવી છે તે બધા પ્રત્યે ઘણી સંવેદના છે. કોરોના સંકટને લઇને ભારતની પ્રતિક્રિયાનું સમર્થન કરવા અને તેને મજબૂત કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરતા રહીશું. કોરોના કેસમાં હાલની પ્રવૃતિને જોતા વિશેષ રૂપથી વયસ્કો અને બાળકો માટે ક્રિટિકલ કેયર સુવિધાઓને વધારવી સમયની આવશ્યકતા છે. રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી એનએસસીઆઈ અને અમારા દ્વારા ચલાવવામાં આવી રહેલા કોવિડ કેયર સુવિધાઓમાં બેડ્સ, સંશાધન અને ઓક્સિજનની આપૂર્તિ જારી રહેશે. આપણે સાથે મળીને પડકારને પાર કરી શકીએ છીએ.
    Published by:Ashish Goyal
    First published:May 21, 2021, 21:28 pm