Home /News /business /દર મહિને મળશે ખાતામાં આવી જશે પૂરા 5.6 લાખ રૂપિયા, બસ આ યોજનામાં કરવાનું છે રોકાણ

દર મહિને મળશે ખાતામાં આવી જશે પૂરા 5.6 લાખ રૂપિયા, બસ આ યોજનામાં કરવાનું છે રોકાણ

દર મહિને મળશે પૂરા 5.6 લાખ રૂપિયા,

જો તમે પણ 60 વર્ષની ઉંમરમાં સેવાનિવૃતિ થવા પર 10 કરોડ રૂપિયા મેળવવા માંગો છો, તો 20 વર્ષથી ઉંમરથી માત્ર 8,416 રૂપિયાની એસઆઈપી કરવાની આવશ્યકતા રહેશે, આ રકમ પર તમને 12 ટકા વળતર મળશે.

નવી દિલ્હીઃ જીવનની શરૂઆતમાં રોકાણની યાત્રા શરૂ કરવી અને લાંબાગાળા માટે રોકાણ કરવું મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીથી વધારે વળતર મેળવવાની ચાવી છે. ખાસ કરીને જ્યારે રિટાયરમેન્ટ માટે બચત કરી રહ્યા હોવ ત્યારે, જલ્દી શરૂઆત કરવી તમારા કોપર્સ માટે ચમત્કાર કરી શકે છે.

જો તમે પણ 60 વર્ષની ઉંમરમાં સેવાનિવૃતિ થવા પર 10 કરોડ રૂપિયા મેળવવા માંગો છો, તો 20 વર્ષથી ઉંમરથી માત્ર 8,416 રૂપિયાની એસઆઈપી કરવાની આવશ્યકતા રહેશે, આ રકમ પર તમને 12 ટકા વળતર મળશે.

આ પણ વાંચોઃ નવા મહિનામાં મોંઘવારીનો નવો માર, ગેસ સિલિન્ડરમાં 50 રુપિયાનો તોતિંગ વધારો

10 કરોડ રૂપિયાના લક્ષ્ય સુધી પહોંચવા માટે આવશ્યક એસઆઈપી રકમ ઉંમરની સાથે વધતી જશે. ઉદાહરણ માટે, જો તમે 25 વર્ષની ઉંમરથી રોકાણ કરવાની શરૂઆત કરો છો, તો રિટાયરમેન્ટના સમયે 10 કરોડ રૂપિયા મેળવવા માટે 15,396 રૂપિયાની એસઆઈપીની જરૂર પડશે અને જો તમે 30 વર્ષની ઉંમરમાં રોકાણ કરવાની શરૂઆત કરો, છો તો સેવાનિવૃતિ પર 10 કરોડ રૂપિયાના સમાન લક્ષ્ય સુધી પહોંચવા માટે 28,329 રૂપિયાની એસઆઈપીની જરૂર હશે. આ જ રીતે 35 અને 40 વર્ષની ઉંમરમાં આવશ્યક એસઆઈપીની રકમ ક્રમ અનુસાર, 52,697 અને 1,00,085 રૂપિયા થઈ જશે.

આ પણ વાંચોઃ બાટલો આડો ફાટ્યો! જાણો ભાવ વધારા બાદ અમદાવાદમાં LPG સિલિન્ડર માટે કેટલી કિંમત ચૂકવવી પડશે

10 કરોડનું શું કરવું?


10 કરોડ રૂપિયા એક મોટી રકમ છે. જ્યારે તમે રિટાયરમેન્ટની ઉંમર સુધી પહોંચો છો, તે સમયે ફુગાવાના કારણે નાણાનું મૂલ્ય ઓછું થઈ જાય છે. રિટાયરમેન્ટના સમયે, તમારી પાસે તમારી આવશ્યકતાઓ માટે માસિક રોકાડ પ્રવાહ પેદા કરવા માટે નિવૃતિ ભંડોળનો ઉપયોગ કરવા માટે ઘણા વિકલ્પ હશે. તમે તમારી રકમને બેંક એફડી કે પછી એલઆઈસીની જીવન શાંતિ યોજના જેવી વાર્ષિક યોજનામાં રોકાણ કરી શકો છો.


એલઆઈસી ન્યૂ જીવન શાંતિ યોજનાની 10 કરોડ રૂપિયાની ખરીદી પર વાર્ષિકીના રૂપમાં 68 લાખ રૂપિયા કે 5.6 લાખ રૂપિયા મહિના મળશે.
First published:

Tags: Business news, Mutual fund, SIP investment

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો