Home /News /business /Investment: 5000 રૂપિયાનું રોકાણ કરીને બની શકો છો કરોડપતિ? દર મહિને માત્ર આટલું જ કરવાનું

Investment: 5000 રૂપિયાનું રોકાણ કરીને બની શકો છો કરોડપતિ? દર મહિને માત્ર આટલું જ કરવાનું

માસિક રૂ. 5,000નું રોકાણ કરીને મેળવો એક નિશ્ચિત ભંડોળ, સમજો વ્યાજની ગણતરી

SIP INVESTMENT : જો તમે પણ એસઆઈપીમાં રોકાણ (Invest Money in SIP) કરવાનું મન બનાવી લીધું હોય તો એકવાર સમજી લો કે પોતાના માટે યોગ્ય પ્લાનની પસંદગી કેવી રીતે કરવી.

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan) એટલે કે એસઆઈપી (What is SIP) આજકાલ ઝડપથી લોકોની પસંદગી બની રહી છે. આનું કારણ એ છે કે એસઆઈપીમાં લોકોને કમ્પાઉન્ડિંગનો લાભ (Interest Benefits) મળે છે, તેમજ સારો નફો પણ મળે છે. છેલ્લા કેટલાક સમયથી જે પરિણામો સામે આવ્યા છે તેનાથી લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. જેમને માર્કેટમાં સીધું રોકાણ (Invest Money in Market) કરવું ગમતું નથી, તેઓ પણ એસઆઈપી દ્વારા નાણાં રોકવા તૈયાર થાય છે. જો તમે પણ એસઆઈપીમાં રોકાણ (Invest Money in SIP) કરવાનું મન બનાવી લીધું હોય તો એકવાર સમજી લો કે પોતાના માટે યોગ્ય પ્લાનની પસંદગી કેવી રીતે કરવી.

તમારો રોકાણ કરવાનો ઉદ્દેશ

બેસ્ટ એસઆઈપીની પસંદગી કરતા પહેલા (how to Choose Best SIP) તમે એસઆઈપીમાં કયા હેતુ માટે રોકાણ કરવા માંગો છો તે વિશે વિચારો - જેમ કે નિવૃત્તિ ભંડોળ માટે, ઘરની ડાઉન પેમેન્ટ માટે, મુસાફરી માટે અથવા અન્ય કોઈ કારણ માટે. તમારો ધ્યેય ગમે તે હોય, તમારા ધ્યેય પ્રમાણે ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની એસઆઈપી પસંદ કરો, જેથી તમને વધુ સારું વળતર મળી શકે.

જો તમે તમારી જરૂરિયાતને સમજીને SIP પસંદ કરવા જઇ રહ્યા છો, તો પહેલા એવા ટોપ દાવેદારોની યાદી બનાવો જે બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ માટે દાવો કરી રહ્યા છે. પછી તેમની તુલના કરો અને જુઓ કે તેમાંથી કોઈ તમારી જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરી રહ્યું છે કે નહીં. તેમના ઇતિહાસ, ખર્ચનો ગુણોત્તર, ફંડ મેનેજરનો ઇતિહાસ વગેરેની તુલના કરો. આ તમને તમારા માટે યોગ્ય એસઆઈપી પસંદ કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો: Job Vacancy: ગાંજો ફૂંકવાની નોકરી! 88 લાખ પગાર, એક્સપર્ટ ગંજેડીઓની લાઈનો લાગી બોલો

નાણાંકીય સલાહકારની સલાહ મદદરૂપ થશે

જો તમને લાગતું હોય કે આ બાબતમાં તમને સંપૂર્ણ વિશ્વાસ નથી તો તમે કોઈ નાણાંકીય સલાહકારની મદદ લઈ શકો છો. નાણાંકીય સલાહકારો તમારી જરૂરિયાતને સમજી શકે છે અને તમને શ્રેષ્ઠ એસઆઈપી વિશે યોગ્ય સૂચનો આપી શકે છે.



5000 રૂપિયાનું રોકાણ બનાવી શકે છે કરોડપતિ

જો તમે સારું મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરીને તેમાં રોકાણ કરો છો, તો કરોડપતિ બનવું એ કોઈ મોટી વાત નથી. તમે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરીને પણ કરોડપતિ બની શકો છો. સામાન્ય રીતે જોવામાં આવે છે કે સારા મ્યુચ્યુઅલ ફંડ વાર્ષિક 12 ટકા સુધીનું વ્યાજ આપે છે. કેટલીકવાર તે 14થી 15 ટકા પણ હોય છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા માસિક 5000 રૂપિયા સુધીનું રોકાણ કરો છો, તો 12 ટકા વ્યાજ પર, તે આગામી 26 વર્ષમાં 1,07,55,560 રૂપિયા થશે. જ્યારે 26 વર્ષમાં તમારું રોકાણ કુલ 15,60,000 રૂપિયા થશે. જો વ્યાજ દર વધુ સારો હોય તો તમારા પૈસા હજુ વધુ એટલે કે 1.25 કરોડની આસપાસ પહોંચી શકે છે.
First published:

Tags: Business, SIP, SIP investment, Sip mutual fund

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો