Home /News /business /SIP: 5 વર્ષમાં રૂ.3 લાખના થઈ ગયા રૂ.11 લાખ, તમે પણ રૂ.100થી રોકાણની શરૂઆત કરી શકો છો
SIP: 5 વર્ષમાં રૂ.3 લાખના થઈ ગયા રૂ.11 લાખ, તમે પણ રૂ.100થી રોકાણની શરૂઆત કરી શકો છો
પ્રતિકાત્મક તસવીર
SIP Mutual fund: SIPમાં લાંબા સમયગાળામાં હાઈ રિટર્નની સૌથી વધુ સંભાવના રહેલી છે. માર્કેટમાં આ પ્રકારની અનેક એસઆઈપી સ્કીમ (SIP Schemes) ઉપલબ્ધ છે, જેમાં રોકાણકાર રૂ.100 થી રૂ.500થી રોકાણની શરૂઆત કરી શકે છે.
રોકાણ કરવાનું વિચારતા (Investment planning) લોકો માટે SIP યોગ્ય વિકલ્પ હોઈ શકે છે. સ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એટલે કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું તે સૌથી પ્રચલિત પદ્ધતિ છે. તમે તમારી પસંદના મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)માં તમારી અનુકૂળતા અનુસાર અલગ અલગ હપ્તા ભરીને નિશ્ચિત રકમ એકત્ર કરી શકો છો. જે લોકો શેરબજારમાં ડાયરેક્ટ રોકાણ કરવા ઈચ્છતા નથી, તે લોકો માટે SIP ખૂબ જ સારો વિકલ્પ છે.
SIPમાં લાંબા સમયગાળામાં હાઈ રિટર્નની સૌથી વધુ સંભાવના રહેલી છે. માર્કેટમાં આ પ્રકારની અનેક એસઆઈપી સ્કીમ (SIP Schemes) ઉપલબ્ધ છે, જેમાં રોકાણકાર રૂ.100 થી રૂ.500થી રોકાણની શરૂઆત કરી શકે છે.
છેલ્લા 5 વર્ષનું પર્ફોર્મન્સ માર્કેટમાં અનેક મ્યચ્યુઅલ ફંડની સ્કીમ ઉપલબ્ધ છે, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં વાર્ષિક 15 ટકાથી લઈને 25 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. વેલ્યૂ રિસર્ચ અનુસાર સૌથી શાનદાર રિટર્ન મામલે PGIM ઈન્ડિયા મિડકેપ ઓપોર્ચ્યુનિટી ફંડ, કોટક સ્મોલકેપ ફંડ અને મિરે એસેટ્સ ઈમર્જિંગ બ્લૂચિપ ટોપ પર છે.
છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ PGIM ઈન્ડિયા મિડકેપ ઓપોર્ચ્યુનિટી ફંડે છેલ્લા પાંચ વર્ષમાં 25 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. 5 વર્ષમાં 5000 માસિક SIP (કુલ રોકાણ રૂ.3 લાખ)ની વેલ્યૂ રૂ.11 લાખ થઈ ગઈ છે. આમાં ઓછામાં ઓછી SIP રૂ.1000 કરી શકાય છે. કોટક સ્મોલકેપ ફંડે છેલ્લા પાંચ વર્ષમાં 23 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. 5 વર્ષમાં 5000 માસિક SIP (કુલ રોકાણ રૂ.3 લાખ)ની વેલ્યૂ રૂ.10.54 લાખ થઈ ગઈ છે. જેમાં ઓછામાં ઓછી SIP રૂ.1000 કરી શકાય છે. મિરે એસેટ્સ ઈમર્જિંગ બ્લૂચિપનું છેલ્લા પાંચ વર્ષનું રિટર્ન 23 ટકા છે. 5 વર્ષમાં 5000 માસિક SIP (કુલ રોકાણ રૂ.3 લાખ)ની વેલ્યૂ રૂ.10.47 લાખ થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર