SIP Investment Tips: જો તમારે કરોડપતિ બનવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય વિકલ્પ છે. અમે મ્યુચ્યુઅલ ફંડનું વળતર જાતે નથી જણાવી રહ્યા પણ તેના આંકડાઓ આ માહિતી આપી રહ્યાં છે. આ એક એવો વિકલ્પ છે જેમાં તમે લાંબા ગાળામાં સરળતાથી બે કરોડ રૂપિયાનું ફંડ ઉભું કરી શકો છો. આવી ઘણી યોજનાઓ છે કે જેણે લાંબા ગાળામાં 12 થી 15 ટકા વાર્ષિક વળતર આપ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા મજબૂત ફંડ બનાવી શકાય છે.
જો તમે 15 વર્ષના સમયગાળામાં 2 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખો તો SIP કેલ્ક્યુલેટરની મદદથી તમે સમજી શકો છો કે આ ફંડ કેવી રીતે તૈયાર થશે અને કેટલા મહિના માટે રોકાણ કરવાનું રહેશે.
SIP કેલ્ક્યુલેટરની મદદથી સમજો કે તમારે 15 વર્ષમાં 2 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે કેટલું રોકાણ કરવું પડશે. ચાલો 2 કરોડનો ટાર્ગેટ લઈએ અને 15 વર્ષમાં ટાર્ગેટ પૂરો કરવો હોય તો દર મહિને 40,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આના પર અંદાજિત 12% વળતર લાગુ કરવાથી, તમને તે સમયગાળામાં 2,01,83,040 રૂપિયા મળશે. જેની સામે તમારું રોકાણ 72 લાખ રૂપિયાનું રહેશે.
તમારી સંપત્તિમાં કેટલો વધારો થયો
તમે 15 વર્ષ માટે SIP દ્વારા દર મહિને રૂ.40,000નું રોકાણ કર્યું છે અને 15 વર્ષમાં તમારી સંપત્તિમાં રૂ.1.29 કરોડનો વધારો થયો છે. આ સમગ્ર સમયગાળામાં રોકાણ 72 લાખ રૂપિયા રહેશે. જો કે, અહીં ધ્યાનમાં રાખો કે આ એક અંદાજિત વળતર છે. બજારની વધઘટ મ્યુચ્યુઅલ ફંડ યોજનાના પ્રદર્શનને અસર કરી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં રોકાણ શક્ય તેટલું વહેલું શરૂ કરવું જોઈએ. કારણ કે, આ સાથે તમને લાંબા ગાળાના વળતરનો લાભ મળે છે. ધારો કે 25 વર્ષની ઉંમરે, તમે 40,000 રૂપિયાની માસિક SIP શરૂ કરો છો તો 40 વર્ષની ઉંમરે તમારી પાસે 2 કરોડ રૂપિયા હશે.
આયોજન બદ્ધ રોકાણ કરો
તમે SIP કેલ્ક્યુલેટર પરથી અનુમાન લગાવી શકો છો કે રોકાણની આ પદ્ધતિસરની રીતમાં તમારે બજારના જોખમનો સીધો સામનો કરવો પડતો નથી. તેમજ વળતર પણ રોકાણની સરખામણીએ વધુ છે. જો કે, આમાં જોખમ પણ છે. તેથી રોકાણકારે તેની આવક, લક્ષ્ય અને જોખમ પ્રોફાઇલ જોઈને રોકાણ નક્કી કરવું જોઈએ.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર