Mutual Fund ઇન્ડસ્ટ્રી પર કોરોનાનો ઓળો, FY21માં SIP કલેક્શન ઘટીને માત્ર 96,000 કરોડ રૂપિયા

તસવીર: Shutterstock

ગત નાણાકીય વર્ષની તુલનામાં આ વર્ષે Mutual Fundsમાં 4,000 કરોડ જેટલું ઓછું રોકાણ નોંધાયું છે

  • Share this:
નવી દિલ્હી. સમગ્ર દુનિયામાં કોરોના (Coronavirus)ને કારણે ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે. કોરોના (Covid-19)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રે કોરોનાની અસર જોવા મળી રહી છે. વૈશ્વિક મહામારી (Pandemic) કોરોનાની અસર મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી (Mutual Fund Industry) પર પણ જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-21)માં મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નું કલેક્શન 4 ટકા ઘટીને રૂ. 96 હજાર કરોડ થયું છે.

ફાયર્સમાં રિસર્ચ હેડ ગોપાલ કવાલી રેડ્ડી કોરોનાને સર્જાયેલી પરિસ્થિતિ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કોરોના વાયરસ ટીકાકરણની સફળતા, આર્થિક પરિસ્થિતિનું સારુ પ્રદર્શન અને વધુ આવક જેવા પરિબળોનું SIP પર અસર જોવા મળશે. GST કલેક્શન, ઓટો અને આવાસીય રોકાણ જેવા ઈંડીકેટર્સ સાથે લોકડાઉન સાથે IIP અને મુદ્રાસ્ફિતિના આંકડા ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક પ્રગતિને અસર કરી શકે છે.

આ પણ વાંચો, LICની આ પોલિસીમાં મળશે 17.5 લાખ રૂપિયા, FDથી વધુ મળશે વ્યાજ, જાણો આ ખાસ પ્લાન વિશે

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈંડિયા દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગયા નાણાકીય વર્ષ 2020-21માં SIP દ્વારા રૂ. 96,080 કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે. નાણાંકીય વર્ષ 2019-20માં રૂ. 1,00,084 કરોડ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ આંકડા પરથી જાણવા મળે છે કે SIPમાં 4 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો, Gold Price Today: સોના-ચાંદીની કિંમતોમાં આવી તેજી, ફટાફટ ચેક કરી લો કેટલો વધ્યો ભાવ



માર્ચમાં સમાપ્ત થયેલ નાણાંકીય વર્ષ દરમ્યાન માસિક SIP પ્રવાહ રૂ. 8000 કરોડ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન મ્યુચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રીમાં SIPનું યોગદાન સતત વધી રહ્યું છે. વર્ષ 2019-17માં રૂ. 43,921 કરોડ રહ્યું, વર્ષ 2017માં રૂ. 67,190 કરોડ રહ્યું અને વર્ષ 2018-19માં જે રૂ. 92,693 કરોડ રહ્યું અને 2019-20માં SIP 1 લાખને પાર કરી ગયું.
First published: