Sintex Industries: ઝીરોધાના સ્થાપકે સિન્ટેક્સના શેરોને લઈને આપી ચેતવણી, કહ્યુ- 'ઝીરો થઈ જશે વેલ્યૂ'
Sintex Industries: ઝીરોધાના સ્થાપકે સિન્ટેક્સના શેરોને લઈને આપી ચેતવણી, કહ્યુ- 'ઝીરો થઈ જશે વેલ્યૂ'
નીતિન કામથ
Sintex Industries: બેંગલુરુ સ્થિત ઓનલાઈન સ્ટોક બ્રોકરેજ કંપની ઝીરોધા (Zerodha)ના ફાઉન્ડર અને સીઈઓ નીતિન કામતે (Nithin Kamath) ચિંતા વ્યક્ત કરી કે કેટલાક રોકાણકારો હજુ પણ તેમના પ્લેટફોર્મ પર સિન્ટેક્સના શેર ખરીદી રહ્યા છે, તેમ છતાં તેના સ્ટોકની વેલ્યૂ ઝીરો થઈ જશે.
મુંબઇ. Zerodha view on Sintex Industries : સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ (Sintex Industries) ના લેન્ડર્સને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) અને એસેટ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇઝિસ (Asset Care and Reconstruction Enterprises) ની સંયુક્ત બિડને મંજૂરી આપી છે. દેવાના બોજ હેઠળ દબાયેલી સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ (Sintex Industries) આ દિવસોમાં નાદારીના સમાધાન (insolvency resolution) ની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. સિન્ટેક્સની કમિટી ઓફ ક્રેડિટર્સ (Committee of Creditors) એ RIL અને ACRE દ્વારા સબમિટ કરેલા રિઝોલ્યુશન પ્લાનને સર્વસંમતિથી મંજૂરી આપી છે.
સિન્ટેક્સ થઈ શકે છે ડિલિસ્ટ
સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝે એક્સચેન્જમાં એક ફાઈલિંગમાં જાહેરાત કરી હતી કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસેટ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇઝિસ દ્વારા સંયુક્ત રીતે લાવવામાં આવેલ સમાધાન પ્લાનમાં દરખાસ્ત કરવામાં આવી છે કે કંપનીની હાલની શેર મૂડી ઘટાડીને શૂન્ય કરવામાં આવશે અને કંપનીને બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) સ્ટોક એક્સચેન્જમાં ડિલિસ્ટેડ (Delisted) કરવામાં આવશે.
બેંગલુરુ સ્થિત ઓનલાઈન સ્ટોક બ્રોકરેજ કંપની ઝીરોધા (Zerodha)ના ફાઉન્ડર અને સીઈઓ નીતિન કામતે (Nithin Kamath) ચિંતા વ્યક્ત કરી કે કેટલાક રોકાણકારો હજુ પણ તેમના પ્લેટફોર્મ પર સિન્ટેક્સના શેર ખરીદી રહ્યા છે, તેમ છતાં તેના સ્ટોકની વેલ્યૂ ઝીરો થઈ જશે.
કામતે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, તે ચિંતાજનક છે કે કેટલાક ગ્રાહકો હજુ પણ સિન્ટેક્સના શેર ખરીદી રહ્યા છે, તેમ છતાં તેના શેરની કિંમત 0 થવાની નક્કી જ છે. ઘણા લોકો એવા છે કે જેઓ સ્ટોક ખરીદે છે, કારણ કે સ્ટોક તેના 52 અઠવાડિયાના નીચા સ્તરે છે અને તેઓ તેની પાછળનું કારણ પણ જાણવા માંગતા નથી.
સિન્ટેક્સ માટે નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે અને ઇક્વિટીને રાઈટ ઓફ કરવામાં આવી રહી છે. ટ્વીટ દ્વારા સ્ક્રીનશૉટ શેર કરતા ઝીરોધાએ કહ્યું છે કે, સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના ઇક્વિટી શેરને ડિલિસ્ટ કરવામાં આવશે અને નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયાના ભાગ રૂપે ઇક્વિટી શૂન્ય રહેશે. જો તમે તેમાં રોકાણ કરશો તો તમારી મૂડી શૂન્ય થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર