Home /News /business /

Penny Stock: આ મલ્ટીબેગર પેની સ્ટોકે એક વર્ષમાં આપ્યું દમદાર રિટર્ન, રોકાણકારોના રૂ. 1 લાખ થયા રૂ. 71 લાખ

Penny Stock: આ મલ્ટીબેગર પેની સ્ટોકે એક વર્ષમાં આપ્યું દમદાર રિટર્ન, રોકાણકારોના રૂ. 1 લાખ થયા રૂ. 71 લાખ

પેની સ્ટૉક

Multibagger Penny stock: જો કોઈ રોકાણકારે આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં એક વર્ષ પહેલા રૂ. 1 લાખના ભાવે એક સ્ટૉક ખરીદીને રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે, તો તેના રૂ. 1 લાખ આજે લગભગ રૂ. 71 લાખ થઈ ગયા હશે.

    મુંબઈ: પેની સ્ટોક (Penny Stock)માં રોકાણ કરવું અત્યંત જોખમી છે, કારણ કે કંપનીમાં સિંગલ ડેવલપમેન્ટ પણ કાઉન્ટરમાં હાઇ વોલેટિલિટી (high volatility) તરફ દોરી જાય છે. જોકે, જો કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત હોય અને તેનું બિઝનેસ મોડલ સારું હોય તો કોઈ વ્યક્તિ ઓછા સમયમાં સ્ટોકમાંથી બમ્પર વળતર (Return) મેળવી શકે છે. સિમ્પલેક્સ પેપર્સ શેર (Simplex Papers share) તેનું તાજેતરનું ઉદાહરણ છે. આ પેપર પ્રોડક્ટ મેક કંપનીનો સ્ટોક છેલ્લા એક વર્ષમાં રૂ. 1થી વધીને રૂ. 71.30 ના સ્તરે પહોંચ્યો છે, જેણે આ સમય દરમિયાન તેના શેર ધારકોને 7,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. તેથી જેઓ એક વર્ષમાં કરોડપતિ બનવા માંગે છે, તેવા રોકાણકારો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

    સિમ્પ્લેક્સ પેપર્સ શેર પ્રાઇસ પર એક નજર

    સિમ્પલેક્સ પેપર્સનો શેર (Simplex Papers stock) છેલ્લા એક મહિનાથી વેચાણના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં મલ્ટીબેગર પેની સ્ટોક તમામ 5 ટ્રેડિંગ સેશનમાં નીચલી સર્કિટ પર પહોંચ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં તેમાં 14 ટકાની નજીક ઘટાડો થયો છે. છેલ્લા એક મહિનામાં પેની સ્ટોક રૂ. 122.70ની સપાટી સાથે ઓલ-ટાઇમ હાઇ હતો અને ત્યાર બાદથી તે વેચાણના દબાણ હેઠળ છે, આ દરમિયાન મલ્ટીબેગર સ્ટૉકે તેના શેર ધારકોને માત્ર 2.50 ટકા વળતર આપ્યું છે.

    આ જ રીતે છેલ્લા 6 મહિનામાં આ મલ્ટીબેગર પેની સ્ટોક રૂ. 4.41થી વધીને રૂ. 71.30 થયો છે. જે આ સમયગાળામાં 1,500 ટકા જેટલો છે. એ જ રીતે છેલ્લા એક વર્ષમાં, મલ્ટીબેગર પેની સ્ટોક રૂ. 1થી વધીને રૂ. 71.30ના સ્તરે પહોંચ્યો છે. આ સમયગાળામાં 7,000 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.

    રોકાણકારો પર અસર

    સિમ્પલેક્સ પેપર્સ શેરની કિંમતના ઇતિહાસ પરથી જોઇએ તો જો કોઈ રોકાણકારે એક અઠવાડિયા પહેલા આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હશે તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 86 હજાર થઈ ગયા હશે. જ્યારે તે એક મહિનામાં રૂ. 1.02 લાખ થઈ ગયા હશે. તેવી જ રીતે જો કોઈ રોકાણકારે આ સ્ટૉકમાં 6 મહિના પહેલા રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 16 લાખ થઈ ગયા હશે.

    આ પણ વાંચો: આ મેટલ સ્ટૉકે ફક્ત 14 દિવસમાં આપ્યું 145% વળતર, શું તમારી પાસે છે?

    તેવી જ રીતે જો કોઈ રોકાણકારે આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં એક વર્ષ પહેલા રૂ. 1 લાખના ભાવે એક સ્ટૉક ખરીદીને રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે, તો તેના રૂ. 1 લાખ આજે લગભગ રૂ. 71 લાખ થઈ ગયા હશે.

    ખાસ નોંધ: ઉપર આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    First published:

    Tags: Investment, Multibagger stocks, Penny stock

    આગામી સમાચાર