Home /News /business /મોબાઈલમાં સિમની જરૂર નહીં પડે, એક સાથે 5 કંપનીનું નેટવર્ક મળશે, કરવું પડશે આ કામ

મોબાઈલમાં સિમની જરૂર નહીં પડે, એક સાથે 5 કંપનીનું નેટવર્ક મળશે, કરવું પડશે આ કામ

જો તમારા ઘરની છત ખાલી છે, તો તમે તેને મોબાઈલ કંપનીઓને ભાડે આપી શકો છો. મોબાઈલ ટાવર લગાવ્યા બાદ કંપની દ્વારા તમને દર મહિને અમુક રકમ આપવામાં આવે છે. આ માટે તમારે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લેવી પડશે. જો તમે ઘરે મોબાઈલ ટાવર લગાવવા ઈચ્છો છો, તો તમે મોબાઈલ કંપનીઓ અથવા ટાવર ઓપરેટિંગ કંપનીઓનો સીધો સંપર્ક કરી શકો છો અને સારો નફો કમાઈ શકો છો.

E-Sim: ઘણા પ્રીમિયમ મોંઘા ફોનમાં, તમે કોઈપણ સિમ કાર્ડ દાખલ કર્યા વિના નંબરનો ઉપયોગ કરી શકો છો. ઈ-સિમના કારણે આવું થઈ શકે છે. આ એમ્બેડેડ સિમ ટેક્નોલોજી દ્વારા યુઝર્સ સિમ કાર્ડ નાખ્યા વગર નંબરનો ઉપયોગ કરી શકે છે.

E-Sim Technology: ઘણા મોંઘા અને પ્રીમિયમ ફોનમાં તમે કોઈ પણ સીમ કાર્ડ લગાવ્યા વગર તમે નંબરનો ઉપયોગ કરી શકો છો. આવું e-sim સુવિધાથી થઇ શકે. કોઈ પણ યુઝર એમ્બેડેડ સિમ ટેક્નોલોજીથી સિમ કાર્ડ વગર નંબરનો ઉપયોગ કરી શકે છે. ગુગલ આ વર્ષે e-simથી ચાલનાર એન્ડ્રોઇડ ફોન લોન્ચ કરશે.

ગુગલ મુજબ આ નવી સપોર્ટ સિસ્ટમથી યુઝર પોતાના ફોનમાં સર્વિસને વર્ચ્યુલી ટ્રાન્સફર કરી શકે છે. આ GSMAના બનાવેલા ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ બનાવેલ છે. જો કે e-sim ટેક્નોલોજી એન્ડ્રોઇડ અને આઈફોન બંને માટે છે અને તે મોંઘા પ્રીમિયમ ફોન જેવા કે pixel 2 અને iphone XSની સિરીઝમાં ઉપલબ્ધ છે. આ ટેક્નિક ભારત કરતા વિદેશમાં વધુ પ્રચલિત છે. હવે દેશમાં જીયો, એરટેલ અને Vi આ સર્વિસ આપી રહી છે.

આ પણ વાંચો:Gold Silver Price Today: સોના-ચાંદીમાં મોટી તેજી, ઘટેલા ભાવ રિકવર થયા

શું છે e-sim


ઈ-સિમમાં ટ્રે ની જરૂરિયાત નહિ રહે જેનાથી ફોનમાં જગ્યા વધશે. આ સિમ 4G અને 5G બંનેને સપોર્ટ કરશે. તેને યુઝ કરવા માટે તમારા ફોનમાં ડ્યુઅલ સિમની જરૂરિયાત રહેતી હોય છે. ઈ-સીમમા મોબાઈલ નેટવર્ક બદલવું સરળ રહે છે. તમે ટેમ્પરરી પણ બીજા નેટવર્કમાં તેને બદલી શકો છો. એકવારમાં એક ઈ-સિમ પર મહત્તમ 5 વર્ચ્યુલ સિમ કાર્ડને સ્ટોર કરી શકાય છે. જો તમને કોઈ નેટવર્કથી પરેશાની અનુભવો છો તો તમને તેને તરતજ બીજા નેટવર્ક પર સ્વિચ ઓવર કરી શકો છો. સિમ માટેની એક્સ્ટ્રા સ્પેસની જરૂરિયાત ન રહેવાથી સ્પેસનો પ્રશ્ન હલ થઇ જશે. જેનો ઉપયોગ અન્ય ફીચર્સ એડ કરવા માટે કરી શકાશે.

આ પણ વાંચો:Adani ગ્રુપમાં મોટું રોકાણ કરવા પાછળ શું કારણ? GQG Partnersએ આ સ્ટ્રેટેજી હેઠળ લગાવ્યા છે રૂપિયા

આ ફોનમાં મળે છે સુવિધા


ઈ-સિમની સુવિધા પ્રીમિયમ મોબાઈલમાં મળી રહી છે. જેમાં ગુગલ, એપલ, સેમસંગના ફ્લેગશિપ સ્માર્ટ ફોન, મોટોરોલા અને ઓપ્પોના ચોક્કસ મોડલનો સમાવેશ થાય છે.


આ કંપની આપે છે ઈ-સિમ


દેશમાં જિયો, એરટેલ અને Vi આ સુવિધા આપી રહ્યું છે. તમારા એક્ટિવ સીમને ઈ-સિમમાં બદલવા માટે તમારે તમારા ટેલિકોમ સ્ટોરનો સંપર્ક કરવાનો રહેશે.
First published:

Tags: Business news, Mobile Network, Sim card, Telecommunication