જિયો પ્લેટફૉર્મ્સમાં સિલ્વર લેક વધુ 4,547 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

News18 Gujarati
Updated: June 6, 2020, 7:39 AM IST
જિયો પ્લેટફૉર્મ્સમાં સિલ્વર લેક વધુ 4,547 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
સિલ્વર લેક તરફથી જિયો પ્લેટફોર્મ્સમાં બીજા મોટા રોકાણની જાહેરાત.

સિલ્વર લેક આ પહેલા ચોથી મે, 2020ના રોજ પોતાના પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ મારફતે જિયો પ્લેટફોર્મ્સમાં 5655.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચુકી છે.

  • Share this:
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) તરફથી શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે કે સિલ્વર લેક (Silver Lake) જિયો પ્લેટફૉર્મ્સ (Jio Platformes)માં વધુ 4546.8 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 0.93 ટકા ભાગીદારી ખરીદશે. સિલ્વર લેક આ પહેલા ચોથી મે, 2020ના રોજ પોતાના પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ મારફતે જિયો પ્લેટફૉર્મ્સમાં 5655.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચુકી છે. બંને રોકાણને સાથે ગણીએ તો જિયો પ્લેટફૉર્મ્સમાં સિલ્વર લેકનું કુલ રોકાણ 10,202.55 કરોડ રૂપિયા થાય છે.

જિયો પ્લેટફૉર્મ્સમાં સિલ્વર લેકના રોકાણની ઇક્વિટિ વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા છે. આ હિસાબે જોવામાં આવે તો જિયો પ્લેટફૉર્મ્સમાં સિલ્વર લેકની કુલ ભાગીદારી 2.08 ટકા થાય છે.

આ પહેલા શુક્રવારે સવારે રિલાયન્સે જાહેરાત કરી હતી કે અબૂધાબીની સરકારી ઇન્વેસ્ટમેન્ટ કંપની મુબાડાલા (Mubadala) 9093.60 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે.

Mubadala Investment Companyના આ રોકાણ સાથે ઇક્વિટી કિંમત 4.91 લાખ કરોડ નક્કી થઈ છે. જ્યારે એન્ટરપ્રાઇઝ કિંમત 5.16 લાખ કરોડ નક્કી થઈ છે. આ રોકાણ સાથે Jio Platforms છ અઠવાડિયામાં અત્યાર સુધી દુનિયાની અગ્રણી ટેક્નોલૉજી અને ગ્રોથ ઇન્વેસ્ટર્સ પાસેથી 87,655.35 કરોડ રૂપિયા એકઠી કરી ચુક્યું છે. આ રોકાણકારોમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિસ KKR અને મુબાડાલા સામેલ છે.

સિલ્વર લેકના તાજેતરના રોકાણ બાદ જિયો પ્લેટફૉર્મ્સ છેલ્લા બે મહિનામાં કુલ 92,202 કરોડ રૂપિયા એકઠા કરી ચુક્યું છે.

(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
First published: June 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading