સિલ્વર લૅક પાર્ટનર્સ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

News18 Gujarati
Updated: September 9, 2020, 10:26 AM IST
સિલ્વર લૅક પાર્ટનર્સ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
રિલાયન્સ રિટેલ પ્રિ-મની ઇક્વિટી વેલ્યૂ 4.21 લાખ કરોડના આધારે સિલ્વર લૅકે આ રોકાણ કરવાની જાહેરાત કરી

રિલાયન્સ રિટેલ પ્રિ-મની ઇક્વિટી વેલ્યૂ 4.21 લાખ કરોડના આધારે સિલ્વર લૅકે આ રોકાણ કરવાની જાહેરાત કરી

  • Share this:
નવી દિલ્હીઃ પ્રાઇવેટ ઇક્ટિટી જાયન્ટ સિલ્વર લૅક પાર્ટનર્સ (Silver Lake Partners)એ રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં મોટા રોકાણની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries Limited)ના રિટેલ યૂનિટમાં સિલ્વર લૅક 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણના માધ્યમથી સિલ્વર લૅક 1.75 ટકાની હિસ્સેદારી ખરીદશે. રિલાયન્સ રિટેલ પ્રિ-મની ઇક્વિટી વેલ્યૂ 4.21 લાખ કરોડના આધારે સિલ્વર લૅકે આ રોકાણ કરવાની જાહેરાત કરી છે.

7500 કરોડ રૂપિયામાં થઈ ડીલ - દુનિયાની સૌથી મોટી ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લૅક પાર્ટનર્સ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના માટે રિલાયનસ રિટેલનું મૂલ્યાંકન 4.21 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.


આ પહેલા સિલ્વર લૅકે રિલાયન્સની ટૅક કંપની જિયો પ્લેટફોર્સ્.માં પણ રોકાણ કર્યું હતું. કંપનીએ આ વર્ષે જિયોમાં 10,200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આમ સિલ્વર લૅક રિલાયન્સ સમૂહની બે કંપનીમાં રોકાણ કરી ચૂક્યું છે.

પોતાના જિયો પ્લેટફોર્મ્સની કેટલીક હિસ્સેદારી વેચ્યા બાદ રિલાયન્સ પોતાના રિટેલ વેપાર માટે રોકાણકારોની તલાશમાં છે. સિલ્વર લૅકના રૂપમાં કંપનીને પોતાના પહેલા રોકાણકાર મળી ગયા વછે. ગત સપ્તાહે રિલાયન્સે ફ્યૂચર ગ્રુપના રિટેલ અને લોજિસ્ટિક કારોબારને 24,713 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યું હતું.

આ પણ વાંચો, રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડરિટેલ માર્કેટમાં પણ રિલાયન્સ બાદશાહ – રિલાયન્સ રિટેલ (Reliance Retail) 1,62,936 કરોડ રૂપિયાના રોકાણની સાથે પહેલાથી ઇલેક્ટ્રોનિક, એફએમસીજી અને અપેલ ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. ફ્યૂચર ગ્રુપના 30,000 કરોડ રૂપિયાના રેવન્યૂને જોડતાં રિલાયન્સ રિટેલનું વેચાણ 1,93,000  કરોડ રૂપિયા પહોંચી જશે. આ પ્રકારે દેશના સંગઠિત રિટેલ બજારમાં તેની હિસ્સેદારી 30 ટકા થઈ જશે. દેશનો રિટેલ બિઝનેસ 89 અબજ ડૉલરનો છે.

આ પણ વાંચો, પ્લેનમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચારઃ તમામ એરલાઇન્સે બદલી દીધા ભોજનના નિયમ

રિલાયન્સ ગ્રોસરી રિટેલ બિઝનેસ ફ્યૂચર રિટેલના 1350 સુપર માર્કેટ્સથી 22,000 કરોડ રૂપિયાના વાર્ષિક રેવન્યૂ જોડી દેતાં એવન્યૂ સુપરમાર્ટથી બેમણું થઈ જશે. એવન્યૂ સુપરમાર્ટ ડી માર્ટ (D Mart) નામથી રિટેલ સ્ટોર નેટવર્ક ચલાવે છે. ગત નાણાકીય વર્ષમાં તેનું વેચાણ 24,675 કરોડ રૂપિયા હતું.

(ડિસ્કેલમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
Published by: Mrunal Bhojak
First published: September 9, 2020, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading