મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ જાણકારી આપી છે કે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેક (Silver Lake Partners)ના સહ-રોકાણકાર રિટેલ યૂનિટમાં 1875 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ કરશે. ત્યારબાદ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)માં સિલ્વર લેક તથા તેના સહ-રોકાણકારો દ્વારા કુલ રોકાણ 9,375 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. RRVLમાં સિલ્વર લેકની કુલ હિસ્સેદારી હવે 2.13 ટકા થઈ ગઈ છે. રિલાયન્સ રિટેલમાં આ રોકાણ 30 સપ્ટેમ્બરે બીજું અને ગત સપ્તાહનું ચોથું રોકાણ છે. રિલાયન્સ દ્વારા સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ માં આપવામાં આવેલી જાણકારી મુજબ રિલાયન્સ રિટેલની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ લગભગ 4.285 લાખ કરોડ રૂપિયાની છે.
ડીલ પર મુકેશ અંબાણીએ શું કહ્યું?
આ ડીલ પર RILના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, તમામ ભારતીયોને લાભ પહોંચાડાનરા ઇન્ડિયન રિટેલ સેક્ટર માટે સિલ્વર લેક તથા તેના સહ-રોકાણકારો વેલ્યૂડ પાર્ટનર્સ છે. અમને તેમના વિશ્વાસ અને સહારો મળવા પર ખુશી છે. અમે ગ્લોબલ ટેક્નોલોજી ઇન્વેસ્ટિંગ અને રિટેલ વેલ્યૂએશનમાં તેમની લીડરશીપનો લાભ મળી શકશે. સિલ્વર લેક દ્વારા વધારાનું રોકાણ ભારતીય રિટેલ સેક્ટરમાં શક્યતાઓ અને રિલાયન્સ રિટેલની ક્ષમતાને પ્રદર્શિત કરે છે.
રિલાયન્સે એકત્ર કર્યા 13,050 કરોડ રૂપિયા
ગત થોડાક સપ્તાહમાં વિદેશી રોકાણકારોથી ફંડ એકત્ર કરવામાં રિલાયન્સ રિટેલને મોટી સફળતા મળી છે. દેશની સૌથી મોટી રિટેલ કંપનીએ કુલ 13,050 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ ફંડ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેક પાર્ટનર્સ અને અમેરિકન ફર્મ KKR & Coથી આવ્યું છે. આ બંને કંપનીઓએ રિલાયન્સ રિટેલમાં ક્રમશઃ 2.13 ટકા અને 1.28 ટકાની હિસ્સેદારી ખરીદી છે. 30 સપ્ટેમ્બરે જ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક એ કહ્યું હતું કે તેઓ રિલાયન્સ રિટેલમાં 0.84 ટકા હિસ્સેદારી માટે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
આ પણ વાંચો, Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અહીં કરો Check
સિલ્વર લેકના રોકાણ બાદ નિવેદન આપતા કંપનીની સહ-મુખ્ય કાર્યકારી અધિકારી ઇગોન ડર્બન (Egon Durban)એ કહ્યું કે, અમને અમારી હિસ્સેદારી વધારવા અને પોતાના સહ-રોકાણકારોને આ જબરદસ્ત તક માટે સાથે લાવવામાં ખુશી છે. ગત કેટલાક સપ્તાહમાં સતત આવી રહેલા રોકાણથી સ્પષ્ટ થયું છે કે રિલાયન્સ રિટેલનું વિઝન અને બિઝનેસ મોડલ શું છે. આ કંપની પોતાના નવા તથા પરિવર્તનકારી કોમર્સ પહેલ હેઠળ જોરદાર ક્ષમતાને રેખાંકિત કરે છે.
આ પણ વાંચો, રિલાયન્સ રિટેલ-જનરલ એટલાન્ટિક ડીલ ભારતના રિટેલ માર્કેટ માટે કેમ અગત્યની? જાણો 8 પોઇન્ટ્સમાં
જોકે, આ ટ્રાન્ઝેક્શન નિયામકીય મંજૂરીઓને આધિન છે. રિલાયન્સ રિટેલ માટે ફાઇનાન્સિયલ એડવાઇઝરની ભૂમિકા મોર્ગન સ્ટેનલીએ નિભાવી. જ્યારે સિરિલ અમરચંદ મંગળદાસ (Cyril Amarchand Mangaldas) અને Davis Polk & Wardwellએ કાયદાકિય પરામર્શ તરીકેની ભૂમિકા નિભાવી. સિલ્વર લેક માટે Latham & Watkins અને Shardul Amarchand Mangaldas & Coએ કાયદાકિય પરામર્શ પૂરું પાડ્યું.
(ડિસ્કેલમરઃ ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડીયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.) Published by:Mrunal Bhojak
First published:October 01, 2020, 09:06 am