Home /News /business /Gold Silver Price Today: સોનું હજુ પણ રેકોર્ડ કિંમત કરતા સસ્તુ, ચાંદીમાં 67,900 પર ગબડ્યો ભાવ

Gold Silver Price Today: સોનું હજુ પણ રેકોર્ડ કિંમત કરતા સસ્તુ, ચાંદીમાં 67,900 પર ગબડ્યો ભાવ

ચાંદીમાં મોટો ઘટાડો

આજે સવારે થોડા ઘટાડા સાથે બજાર ખૂલ્યા પછી સોનામાં થોડો વધારો જ્યારે ચાંદીમાં નરમ સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ કાલની સરખામણીએ આજે ચાંદી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

    નવી દિલ્હીઃ આજે સવારે થોડા ઘટાડા સાથે બજાર ખૂલ્યા પછી સોનામાં થોડો વધારો જ્યારે ચાંદીમાં નરમ સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ કાલની સરખામણીએ આજે ચાંદી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.01 ટકાના ઘટાડા સાથે 56,701 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી -0.48 ટકા વધીને 67,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

    ગઈકાલની સરખામણીએ આજે ચાંદી 69,240 ના તેના સ્તરેથી ગબડીને 67,900 પર આવી ગયું છે. ત્યારે બીજી તરફ એપ્રિલના વાયદાનું સોનું તો 56,701 એ પહોંચ્યું છે.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 56,701 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું રેકોર્ડ કિંમતથી ફક્ત 490 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹52,900₹57,710
    Mumbai₹52,000₹56,730
    Delhi₹52,150₹56,890
    Kolkata₹52,000₹56,730
    Bangalore₹52,050₹56,780
    Hyderabad₹52,000₹56,730
    Kerala₹52,000₹56,730
    Pune₹52,000₹56,730
    Vadodara₹52,050₹56,780
    Ahmedabad₹52,050₹56,780
    Jaipur₹52,150₹56,890
    Lucknow₹52,150₹56,890
    Coimbatore₹52,900₹57,710
    Madurai₹52,900₹57,710
    Vijayawada₹52,000₹56,730
    Patna₹52,050₹56,780
    Nagpur₹52,000₹56,730
    Chandigarh₹52,150₹56,890
    Surat₹52,050₹56,780
    Bhubaneswar₹52,000₹56,730
    Mangalore₹52,050₹56,780
    Visakhapatnam₹52,000₹56,730
    Nashik₹52,030₹56,760
    Mysore₹52,050₹56,780

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ 7 કરોડ વેપારીઓના સંગઠન CAITને આ બજેટમાં નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन