મુંબઈ: સિગાચી ઇન્ડસ્ટ્રીઝ અને પીબી ફિનટેક શેર્સ (પોલિસીબજાર)નું આજે શેર બજારમાં પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે. પોલિસીબજાર અને પૈસાબજારની ઓપરેટર પીબી ફિનટેકનો શેર આજે 17.35 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. બીએસઈ પર પોલિસીબજારનો શેર 1150 રૂપિયા પર લિસ્ટ થયો હતો. બજાર નિષ્ણાતો ગ્રે માર્કેટ પ્રીમિયમના આધારે પહેલા જ અંદાજ લગાવી રહ્યા હતા કે શેરનું પ્રીમિયમ ભાવે લિસ્ટિંગ થવાની શક્યતા છે.
પૈસા બજાર અને પૉલિસીબજારની પેરેન્ટ કંપની PB Fintech (PolicyBazaar IPO)નો આઈપીઓ 16.59 ગણો ભરાયો હતો. કંપનીનો ઇશ્યૂ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીના 3,45,12,186 શેર માટે 57,23,84,100 બોલી લાગી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશન ઇન્વેસ્ટર્સ (QII) માટે અનામત રખાયેલા હિસ્સામાં 24.89 ગણી બોલી લાગી હતી. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હિસ્સામાં 7.82 ગણું બુકિંગ થયું હતું. જ્યારે રિટેલ હિસ્સો ફક્ત 3.31 ગણો ભરાયો હતો.
3,750 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ
Policybazaar આ આઈપીઓ મારફતે 5,709.72 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. જેમાં 3,750 કરોડ રૂપિયાના ફ્રેશ શેર હતા, જ્યારે 1,959.72 કરોડ રૂપિયાના સેર ઑફર ફૉર સેલ (Offer for sale)માં વેચવામાં આવ્યા છે.
સિચાગી ઇન્ડસ્ટ્રીઝના શેરનું આજે શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. BSE પર સિગાચી ઇન્ડસ્ટ્રીઝનો શેર 252.76 ટકાના પ્રીમિયમ સાથે 575 રૂપિયા પર ખુલ્યો હતો. સિગાચીના શેરની ઈશ્યૂ કિંમત 163 રૂપિયા હતી.
સિગાચી ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1થી 3 નવેમ્બર દરમિયાન ખુલ્યો હતો. 125.43 કરોડ રૂપિયાના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ કુલ 101.91 ગણો ભરાયો હતો. જેમાં QIB માટે અનામત હિસ્સો 86.51 ગણો, NII માટે અનામત હિસ્સો 172.43 ગણો અને રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 80.46 ગણો ભરાયો હતો.
આ મહિને ભારતીય શેર બજારમાં આઈપીઓની હોડ લાગી છે. આજે એટલે કે 15મી નવેમ્બરના રોજ વધુ એક આઈપીઓ ખુલ્યો છે. ટારસન્સ પ્રોડક્ટ્સનો આઈપીઓ (Tarsons Products IPO open today) 15મીથી 17મી નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપની આઈપીઓ મારફતે 1024 કરોડ રૂપિયા (Tarsons Products IPO size) એકઠા કરશે. આ આઈપીઓમાં કંપની ફ્રેશ ઈશ્યૂ (Fresh issue) શેર જાહેર કરવાની સાથે સાથે ઑફર ફૉર સેલ હેઠળ કંપનીના વર્તમાન શેરધારકો અને પ્રમોટરો પોતાના શેર વેચશે. કંપનીએ ઇશ્યૂ માટે 635-662 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Tarsons Products IPO price band) નક્કી કરી છે. કંપનીએ આઈપીઓ ખુલ્યા પહેલા જ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 306 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર