Home /News /business /આ શેર તો રોકેટની જેમ ઉડવાનો, મળ્યો છે રેલવેનો રુ.26,000 કરોડનો કોન્ટ્રાક્ટ

આ શેર તો રોકેટની જેમ ઉડવાનો, મળ્યો છે રેલવેનો રુ.26,000 કરોડનો કોન્ટ્રાક્ટ

રેલવે માટે 1200 ઇલેક્ટ્રિક રેલ એન્જીન બનાવશે સીમેન્સ ઇન્ડિયા, સાઇન કર્યો રૂ. 26000 કરોડનો કોન્ટ્રાક્ટ

Share to Buy: સીમેન્સ ઇન્ડિયાના શેરમાં આગામી સમયમાં મોટો ઉછાળો આવી શકે છે, કારણ કે રેલવે મંત્રાલય પાસેથી કંપનીને 1200 ઈલેક્ટ્રિક રેલ એન્જિન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેની કુલ કિંમત 26000 કરોડ રુપિયા છે.

  સીમેન્સ ઇન્ડિયા (Siemens India)એ રેલવે માટે 1200 ઇલેક્ટ્રિક માલગાડી ટ્રેનોના એન્જીન (1200 electric locomotives for railways) બનાવવાના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આપને જણાવી દઇએ કે, આ સમગ્ર કોન્ટ્રાક્ટ લગભગ 26,000 કરોડ રૂપિયાનો (Siemens signs largest Indian contract with Railways) છે. કંપનીએ સોમવારે 16 જાન્યુઆરીએ જાહેર કરેલા એક નિવેદનમાં આ અંગે જાણકારી આપી હતી. નિવેદનમાં જણાવ્યું અનુસાર, રેલ મંત્રાલયની સાથે 9000 હોર્સ પાવરના 1200 ઇલેક્ટ્રિક એન્જીન (Electric Engines for Railways) બનાવવાનો કોન્ટ્રાક્ટ ભારતમાં સીમેન્સ લિમિટેડને મળેલો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર (Biggest order of siemens india) છે. આ 1200 એન્જીન્સને આગામી 11 વર્ષમાં બનાવવામાં આવશે. સાથે જ કોન્ટ્રાક્ટમાં આગામી 35 વર્ષ સુધી એંજીન્સના સંપૂર્ણ મેન્ટેનન્સનો પણ સમાવેશ થાય છે.

  આ પણ વાંચોઃ લાખોપતિ બનવું હોય તો આવા ફંડમાં ટીપે ટીપે શરુઆત કરાય, આ જુઓ જેમણે રોક્યા તેઓ કેવા માલામાલ થઈ ગયા

  સીમેન્સ ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ સુનીલ માથુરે જણાવ્યું કે, 9000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક એન્જીન, ભારતીય રેલવેના વિદ્યુતિકરણની દિશામાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હશે અને અમે સીમેન્સ મોબિલિટીની નવીનતમ ટેક્નિકનો ઉપયોગ કરીને ભારતમાં તેનું નિર્માણ કરશું, તે વાત પર અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, “આ એન્જીન્સને ગુજરાતના દાહોદ સ્થિત ભારતીય રેલવે ફેક્ટરીમાં અસેમ્બલ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટની કુલ વેલ્યૂ લગભગ 26000 કરોડ રૂપિયા છે અને તેમાં ટેક્સ અને પ્રાઇસ વેરીએશન સામેલ નથી.”

  આ એન્જીન્સનું મેઇન્ટેનન્સ ભારતીય રેલવેના વિશાખાપટ્ટનમ, રાયપુર, ખડગપુર અને પુણે સ્થિત ડેપોમાં કરવામાં આવશે. તેનું એસેમ્બ્લિંગ અને મેઇન્ટેનન્સનું કામ ઇન્ડિયન રેલવેના કર્મચારીઓ સાથે મળીને કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ કર્મચારીઓને તો જલસા જ જલસા...આ કંપનીએ બોનસ તરીકે 4 વર્ષનો પગાર આપ્યો!

  આ આધુનિક રેલ એન્જીનોનો ઉપયોગ માલ પરીવહન માટે કરવામાં આવશે અને તેને 4500 ટન વજન સાથે 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચલાવી શકાય તે રીતે તૈયાર કરવામાં આવશે.

  સીમેન્સના સીઇઓ રોલેન્ડ બુશ્ચે જણાવ્યું કે, અમને ગર્વ છે કે આ મોટો ઓર્ડર ભારતને વિશ્વનું સૌથી મોટું ગ્રીન રેલવે નેટવર્ક બનાવવાના મહત્વકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે. અમારા રેલ એન્જીન તેના જીવન ચક્રમાં લગભગ 80 કરોડ ટનથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જની બચત કરશે. 9000 એચપીનું ઉત્પાદન કરતા આ એન્જીન વિશ્વના સૌથી શક્તિશાળી ફ્રેઇટ લોકોમોટિવ્સ પૈકીના એક હશે. આ એન્જીન્સ આધુનિક પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ હશે, જેનું ઉત્પાદન ભારતમાં સિમેન્સ ફેક્ટરીઓમાં સ્થાનિક સ્તરે પણ થાય છે. તેમજ રેલિજન્ટ પ્લેટફોર્મ પણ હશે, જેથી ઉચ્ચ સ્તરની એવેલિબિલિટી અને કામગીરી પૂરી પાડી શકાય.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Earn money, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन