Home /News /business /આવી ગયા છે આજના 20 સ્ટોક્સ, નબળા માર્કેટમાં પણ કરાવી શકે ધોમ કમાણી

આવી ગયા છે આજના 20 સ્ટોક્સ, નબળા માર્કેટમાં પણ કરાવી શકે ધોમ કમાણી

આ શેર્સમાં રોકડી કરવાના ભરપૂર ચાન્સ છે. નિષ્ણાતોએ ખાસ મહેનત કરીને અલગ તારવ્યા છે.

Sidha Sauda: શેરબજારમાં આજે ભારે અફરાતફરી વચ્ચે માર્કેટ એક્સપર્ટે એવા ખાસ 20 શેર્સ આપ્યા છે જેમાં રોકાણ કરીને સારી એવી કમાણી કરી શકો છો.

શેરબજારમાં કેટલીક મૂવમેન્ટ અને ટ્રેન્ડને ધ્યાને રાખીને જો રોકાણ કરવામાં આવે તો ખોબલે ખોબલે કમાણી થઈ શકે છે. તેવામાં આજે આ શેર્સમાં ટેક્નિકલ બોબતોને આધારે સારી એવી કમાણી કરી શકો છો. "કમિન્સે ત્રીજા ક્વાર્ટરમાં સારા પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો નફો 49% વધ્યો છે અને માર્જિનમાં પણ 3% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ઓબેરોય રિયલ્ટીના પ્રોફિટમાં 50% થી વધુનો ઉછાળો આવ્યો છે. દરમિયાન, ઓક્ટોબર - ડિસેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન ટ્રેન્ટનો કોન્સોલિડેટેડ નફો રૂ. 167 કરોડ હતો, જે ગયા વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરની તુલનામાં 20% વધુ હતો. કાચા માલના ઊંચા ભાવે ગ્રોસ માર્જિનને અસર કરી હતી. Q3 માં વેસ્ટસાઇડનો LFL વૃદ્ધિ Q3 માં 17% હતો ઓનલાઇન વેચાણ 6% વધ્યું હતું જ્યારે ઊભરતી શ્રેણીમાં ફાળો હતો સ્ટેન્ડઅલોન રેવન્યુ 18% રહી હતી. આ સાથે, બીજા ઘણા શેરો છે જે આજે કામ કરશે. સીએનબીસી-આવાઝ પર સીધા સૌદા શો સૂચવે છે કે આ 20 મજબૂત શેરો ગયા છે.

આશીષ વર્માની ટીમ


1. CUMMINS (Green)
ત્રીજા ત્રિમાસિકગાળામાં આ કંપનીનો નફો 241 કરોડ રુપિયાથી વધીને 360 કરોડ રુપિયા પર રહ્યો. વાર્ષિક આધારે તેમાં 49% ની તેજી જોવા મળી છે.

2. NARAYANA HRUDAYALAYA (Green)
નફો 23% વધીને 154 કરોડ રુપિયા પર પહોંચ્યો છે. જ્યારે આવક 18% વધીને 1,128 કરોડ રુપિયા રહી છે.

3. JB CHEMICALS (Green)
વાર્ષિક આધારે Q3 માં કંપનીનો નફો 84 કરોડ રુપિયાથી વધીને 106 કરોડ રુપિયા પર રહ્યો છે. જ્યારે આવક 601 કરોડ રુપિયાથી વધીને 793 કરોડ રુપિયા પર રહી છે.

4. HG INFRA (Green)
ડિસેમ્બર ત્રિમાસિકગાળામાં આ કંપનીનો નફો 30% વધ્યો છે અને તે 101 કરોડ રુપિયાથી વધીને 131 કરોડ રુપિયા પર રહ્યો છે. જ્યારે આવક 24 ટકા વધી છે.

5. SKF (Green)
ડિસેમ્બરના ત્રિમાસિકગાળામાં આ કંપનીનો નફો 32% વધ્યો છે અને તે 89 કરોડ રુપિયાથી વધીને 117 કરોડ રુપિયા પર રહ્યો છે. જ્યારે આવક 11 ટકા વધી છે.

6. NCC (Green)
વાર્ષિક આધારે પર Q3 માં કંપનીનો નફો 76.4 કરોડ રુપિયાથી વધીને 157.7 કરોડ રુપિયા પર રહ્યો છે.

7. GUJARAT PIPAVAV (Green)
વાર્ષિક આધારે પર Q3 માં કંપનીનો નફો 84 કરોડ રુપિયા પર રહ્યો છે જ્યારે કંપની ની આવક 215 કરોડ રુપિયા પર રહી છે.

8. RESTAURANTS BRANDS ASIA (red)
ત્રીજા ત્રિમાસિકગાળામાં કંપનીનું નુકસાન 22.6 કરોડ રુપિયાથી વધીને 50.4 કરોડ રુપિયા પર રહ્યો છે.

9.PIRAMAL PHARMA (red)
163 કરોડ રુપિયા નફાની સરખામણીએ 90 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.

10.MINDA CIRP (green)
આવક 45% વધી છે જ્યારે આવક 738 કરોડ રુપિયાથી વધીને 1,068 કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે.

યતિન મોતાની ટીમ


1. L&T (Green)
સંરક્ષણ મંત્રાલયે કંપનીની સાથે 41 સ્વદેશી મોડ્યુલર બ્રિજ માટે કરાર કર્યો છે। સંરક્ષણ મંત્રાલય સેના માટે 2585 કરોડ રુપિયામાં આવા બ્રિજ ખરીદશે

2. Navin Fluorine International(Green)
કંપનીએ ભરૂચના દહેજ (PCPIR)માં મંગળવારથી કોમર્શિયલ ઉત્પાદન શરુ કર્યું છે.

3. Trent (Green)
ઓક્ટોબર -ડિસેમ્બર ત્રિમાસિકગાળા વચ્ચે Trent નો કંસોલિડેટેડ નફો 167 કરોડ રુપિયા પર રહ્યો છે. ગત વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકગાળાની સરખામણીએ તેમાં 20% નો ઉછાળો જોવા મળ્યો છે. ઊંચા કાચા માલના કારણે ગ્રોસ માર્જિન પર અસર દેખાઈ છે.

4. Equitas Small Finance Bank (Green)
ડિસેમ્બર ત્રિમાસિકગાળામાં આ કંપનીનો નફો 108 કરોડ રુપિયાથી વધીને 170.1 કરોડ રુપિયા પર રહ્યો છે.

5. Oberoi Realty (Green)
કંપનીનો કંસોલિડેટેડ નફો ડિસેમ્બર ત્રિમાસિકગાળામાં 702.6 કરોડ રુપિયા રહ્યો છે. વાર્ષિક આધારે પર તેમાં 50.3% નો વધારો જોવા મળ્યો છે. કંપનીની આવક ડિસેમ્બર ત્રિમાસિકગાળા દરમિયાન 1,630 કરોડ રુપિયા રહ્યો છે.

6.Ircon International (Green)
વાર્ષિક આધારે પર Q3 માં કંપનીનો નફો 135.5 કરોડ રુપિયાથી વધીને 190 કરોડ રુપિયા પર રહ્યો છે.

7. PENNAR INDUSTRIES (Green)
વાર્ષિક આધારે પર Q3 માં કંપનીનો નફો 10.7 કરોડ રુપિયાથી બે ગણો થઈને 21.3 કરોડ રુપિયા થયો છે.

8. Adani enterprises (red)
ફેબ્રુઆરી સમીક્ષામાં MSCI અદાણી ગ્રૂપના શેરમાં વેઇટેજ ઘટાડી શકે છે. એનાલિસ્ટોના મુજબ ફ્રી ફ્લોટ શેરને ળઈને આજે નિર્ણય લેવાઈ શકે છે. જ્યારે બીજી તરફ ફ્રાંસની Total Energies એ અદાણી ગ્રૂપમાં પોતાના પ્રસ્તાવિત રોકાણને HOLD પર રાખ્યું છે. કંપની Adani New Industries માં 25% ભાગીદારી લેવાની હતી. Total Energiesએ પોતાના earnings call માં આ નિર્ણયની જાણકારી આપી હતી.

9.Adani Port (red)
ફેબ્રુઆરી સમીક્ષા માં MSCI અદાણી ગ્રૂપના શેરમાં વેઇટેજ ઘટાડી શકે છે. એનાલિસ્ટોના મુજબ ફ્રી ફ્લોટ શેરને ળઈને આજે નિર્ણય લેવાઈ શકે છે. જ્યારે બીજી તરફ ફ્રાંસની Total Energies એ અદાણી ગ્રૂપમાં પોતાના પ્રસ્તાવિત રોકાણને HOLD પર રાખ્યું છે.

10.Ambuja Cement (red)
ફેબ્રુઆરી સમીક્ષા માં MSCI અદાણી ગ્રૂપના શેરમાં વેઇટેજ ઘટાડી શકે છે. એનાલિસ્ટોના મુજબ ફ્રી ફ્લોટ શેરને ળઈને આજે નિર્ણય લેવાઈ શકે છે. જ્યારે બીજી તરફ ફ્રાંસની Total Energies એ અદાણી ગ્રૂપમાં પોતાના પ્રસ્તાવિત રોકાણને HOLD પર રાખ્યું છે.

(અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
First published:

Tags: Business news, Hot stocks, Share market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો