Home /News /business /

Sidha Sauda: શેર બજારમાં મોટી કમાણી કરવી છે? આજે આ 20 શેર પર રાખો નજર

Sidha Sauda: શેર બજારમાં મોટી કમાણી કરવી છે? આજે આ 20 શેર પર રાખો નજર

ભારતીય શેર બજાર

Sidha Sauda (4 ફેબ્રુઆરી, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

વધુ જુઓ ...
    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) ITC : અપેક્ષા કરતા સારું પરિણામ, આવક 15,862 કરોડ રૂપિયા, નફો 4,156 કરોડ રૂપિયા.

    2) GODFREY PHILLIPS : Q3 દરમિયાન સારું પરિણામ, તેજીની આશા.

    3) BRIGADE ENTERPRISES : Q3 દરમિયાન આવક 42.9% વધીને 921 કરોડ રૂપિયા, નફો 46.4 કરોડ રૂપિયા.

    4) MAHINDRA LIFESPACE DEVELOPERS : કલ્યાણમાં નવો રેસિડેન્સિયલ પ્રોજેક્ટ લોંચ કર્યો, જેનું નામ Mahindra Happinest Kalyan- 2 છે.

    5) EIH : Q3 દરમિયાન આવક 365 કરોડ રૂપિયા, જ્યારે 56 કરોડ રૂપિયાના નુકસાનને બદલે 38 કરોડ રૂપિયાનો નફો થયો છે.

    6) DISHMAN CARBOGEN : Q3 દરમિયાન આવક 562.1 કરોડ રૂપિયા, નફો 35.4 કરોડ રૂપિયા, EBITDA 109.6 કરોડ રૂપિયા.

    7) SUMITOMO CHEMICAL INDIA : Q3 દરમિયાન આવક 26.1% વધીને 707.2 કરોડ રૂપિયા, નફો 64.3% વધીને 88.9 કરોડ રૂપિયા

    8) ONGC : ક્રૂડ ઓઇલ $91ને પાર. શેરમાં ખરીદી નીકેળે તેવી આશા.

    9) VST INDUSTRIES : શેરમાં તેજીની આશા.

    10) JUBILANT INDUSTRIES : Q3 દરમિયાન નબળું પરિણામ, નફો 29.7% ઘટીને 5.2 કરોડ રૂપિયા

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala portfolio: આ મલ્ટીબેગર રિયલ્ટી સ્ટોકે હિટ કરી અપર સર્કિટ, એક મહિનામાં 95% વધ્યો

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) RCF (Green) : સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફર્ટિલાઇઝ સપ્લાયર્સ માટે ભારત રશિયા સાથે કરાર કરશે. આ માટે ઝડપથી જ ફર્ટિલાઇઝ મંત્રી રશિયા જશે. ત્રણ વર્ષ માટે આ કરાર થઈ શકે છે.

    2) NFL (Green) : સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફર્ટિલાઇઝ સપ્લાયર્સ માટે ભારત રશિયા સાથે કરાર કરશે.

    3) FACT (Green) : સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફર્ટિલાઇઝ સપ્લાયર્સ માટે ભારત રશિયા સાથે કરાર કરશે.

    4) MADRAS FERT (Green) : સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફર્ટિલાઇઝ સપ્લાયર્સ માટે ભારત રશિયા સાથે કરાર કરશે.

    5) CHAMBAL FERT (Green): સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફર્ટિલાઇઝ સપ્લાયર્સ માટે ભારત રશિયા સાથે કરાર કરશે.

    6) JUBILANT FOOD (Green) : Q3 દરમિયાન નફો 7.5% વધીને 133 કરોડ રૂપિયા, બોર્ડે શેરના વિભાજનને મંજૂરી આપી.

    આ પણ વાંચો: Jubilant Food stock: ત્રીજા ત્રિમાસિક પરિણામ બાદ બ્રોકરેજ હાઉસિસ પાસેથી જાણો, શેરની ખરીદી કરવી, હોલ્ડ કરવો કે વેચી દેવા

    7) SUNTECK REALTY (GREEN) : કંપની 5-8 વર્ષમાં સાત પ્રોજેક્ટ લોંચ કરશે. 22,000 કરોડ રૂપિયાની આવકની આશા.

    8) GODREJ PROP (Green) : ડીબી રિયલ્ટીમાં રોકાણની બોર્ડે આપી મંજૂરી. કંપની 400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

    9) INTERGLOBE (Green) : આજે ત્રીજા ત્રિમાસિકનું પરિણામ, શેરમાં તેજીની આશા.

    10) BIRLA CORP (Green) : આજે ત્રીજા ત્રિમાસિકનું પરિણામ, શેરમાં તેજીની આશા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन