Home /News /business /

Sidha Sauda: કમાણીના શેર, આજના 20 સ્ટૉક્સ જે તમને કરાવશે મોટી કમાણી

Sidha Sauda: કમાણીના શેર, આજના 20 સ્ટૉક્સ જે તમને કરાવશે મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Sidha Sauda (31 જાન્યુઆરી, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

વધુ જુઓ ...
    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) INDUSIND BANK (GREEN) : Q3 દરમિયાન NII 11.4% વધીને 3,793 કરોડ રૂપિયા, નફો 50% વધીને 1,241 કરોડ રૂપિયા.

    2) NTPC (GREEN) : Q3 દરમિયાન નફો 24.6% વધીને 4,132 કરોડ રૂપિયા. આવક 17.8% વધીને 28,865 કરોડ રૂપિયા.

    3) MCX (GREEN) : Q3 દરમિયાન નફો 5.5% વધીને 34.5 કરોડ રૂપિયા, આવક 7.6% વધીને 90 કરોડ રૂપિયા

    4) AU SMALL FINANCE BANK (GREEN) : Q3 દરમિયાન NII 29.5% વધીને 820.4 કરોડ રૂપિયા, Gross NPA 2.60% રહ્યો.

    5) BEL (GREEN) : Q3 દરમિયાન આવક 60% વધીને 3,702 કરોડ રૂપિયા, EBITDA માર્જિન 22.4% રહ્યો.

    6) GSFC (GREEN) : Q3 દરમિયાન નફો 245.5 કરોડ રૂપિયા, આવક 24.3% વધીને 2,667 કરોડ રૂપિયા

    7) SJVN (GREEN) : બિહારમાં 200 MW સોલાર પાવરનો ઓર્ડર મળ્યો. કંપની બિહારને 25 વર્ષ સુધી સોલાર પાવર સપ્લાય કરશે.

    8) MAYUR UNIQUOTERS (GREEN) : 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ અને શેર બાયબેક પર બોર્ડની બેઠક.

    9) SAGAR CEMENTS (RED) : Q3 દરમિયાન આવક 9.67% ઘટીને 335.57 કરોડ રૂપિયા, નફો 74.70% ઘટીને 5.33 કરોડ રૂપિયા.

    10) UTI AMC (RED) : Q3 દરમિયાન આવક 19% ઘટીને 309 કરોડ રૂપિયા, નફો 36% ઘટીને 127 કરોડ રૂપિયા

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) INFO EDGE (Green) : Q3 દરમિયાન શાનદાર પરિણામ, નફો 91% વધીને 133 કરોડ રૂપિયા.

    2) APOLLO HOSPITAL (Green) : Amazon India પર Apollo Pharmacy પોતાની પ્રોડક્ટ લિસ્ટ કરશે.

    આ પણ વાંચો: Budget 2022: 1 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યે રજૂ થશે બજેટ? જાણો આ સમાચારનું સત્ય

    3) DR REDDY LAB (Green) : Q3 દરમિયાન નફો 19.8 કરોડ રૂપિયાથી વધીને 706 કરોડ રૂપિયા.

    4) BLUE DART (Red) : Q3 દરમિયાન નફો 123.40 કરોડ રૂપિયા, આવક 1,254 કરોડ રૂપિયા.

    5) Aptus Value Housing (Green) : Q3 દરમિયાન નફો 68.97 કરોડ રૂપિયાથી વધીને 101.48 કરોડ રૂપિયા.

    6) BRITANNIA (Green) : Q3 દરમિયાન વેચાણ 14% વધીને 3,531 કરોડ રૂપિયા, નફો 371 કરોડ રૂપિયા.

    7) EQUITAS SF BANK (Green) : Q3 દરમિયાન આવક 1035 કરોડ રૂપિયા, નફો 108 કરોડ રૂપિયા

    આ પણ વાંચો: Budget 2022: છેલ્લા 10 વર્ષોમાં બજેટની જાહેરાત વખતે Nifty, Nifty Bankનું પ્રદર્શન કેવું રહ્યું? જાણો વિગતે

    8) SHRIRAM CITY UNION FINANCE (Green) : Q3 દરમિયાન નફો 6% વધીને 322 કરોડ રૂપિયા, આવક 18.5% વધીને 1,860 કરોડ રૂપિયા.

    9) ONGC (Green) : કાચા તેલનો ભાવ $91 ડોલરને પાર, શેરમાં તેજીની આશા.

    10) HOEC (Green) : કાચા તેલનો ભાવ $91 ડોલરને પાર, શેરમાં તેજીની આશા.
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन