Home /News /business /Sidha Sauda, 27 January 2022 : આજના 20 સ્ટૉક્સ જે તમને કરાવી શકે છે મોટી કમાણી

Sidha Sauda, 27 January 2022 : આજના 20 સ્ટૉક્સ જે તમને કરાવી શકે છે મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Sidha Sauda (27 જાન્યુઆરી, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

વધુ જુઓ ...
મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) CIPLA (Green) : Q3 દરમિયાન વ્યાજની આવક 5,479 કરોડ રૂપિયા, નફો 729 કરોડ રૂપિયા.

2) NIRLON (Green) : NKP ફેઝ પાંચ માટે J.P. Morgan Services India સાથે કરાર કર્યો.

3) RANE ENGINE VALVE (Green) : કંપની 5.15 લાખ વૉરન્ટ જાહેર કરશે, 291 રૂપિયાના ભાવ પર શેરમાં બદલવામાં આવશે.

4) VOLTAS (Green) : T Rowe તરફથી કંપનીના 5.49 લાખ શેરની ખરીદી.

5) HG INFRA ENGINEERING (Green) : NHAI તરફથી કર્ણાટકમાં 844 કરોડ રૂપિયાનો EPC પ્રોજેક્ટ મળ્યો.

6) PNC INFRATECH (Green) : ઉત્તર પ્રદેશમાં JV ને 2337 કરોડ રૂપિયાના 3 EPC પ્રોજેક્ટ મળ્યા.

7) OIL INDIA (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ $90 આસપાસ પહોંચ્યો. કંપનીને ફાયદાની આશા.

8) HOEC (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ $90 આસપાસ પહોંચ્યો. કંપનીને ફાયદાની આશા.

9) GREAVES COTTON (RED) : FII તરફથી કંપનીના 13.43 લાખ શેર 203.37 રૂપિયા પ્રતિ શેરના ભાવથી વેચવામાં આવ્યા.

10) INTERGLOBE (RED) : હવાઈ યાત્રાની સંખ્યામાં ઘટાડો. શેર પર દબાણની આશંકા.

અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1- RPG LIFE (Green) : Q3 દરમિયાન વેચાણ 7% વધીને 116 કરોડ રૂપિયા, નફો 14% વધીને 15 કરોડ રૂપિયા.

2- TEAMLEASE (Green) : Q3 દરમિયાન વેચાણ 31% વધીને 1525 કરોડ રૂપિયા, નફો 14% વધીને 25 કરોડ રૂપિયા.

3- RAYMOND (Green) : Q3 દરમિયાન વેચાણ 48% વધીને 1843 કરોડ રૂપિયા. નફો 362% વધીને 100 કરોડ રૂપિચા.

4- MACROTECH DEV (Red) : Q3 દરમિયાન નબળા માર્જિનની અસર શેરની કિંમત પર જોવા મળી શકે.

5- COSMO FILMS (Green): Q3 દરમિયાન આવક 35% વધીને 771 કરોડ રૂપિયા. નફો 66% વધીને 104 કરોડ રૂપિયા.

6- TORRENT PHARMA (Red) : Q3 દરમિયાન આવક 2,108 કરોડ રૂપિયા, નફો 16% ઘટીને 249 કરોડ રૂપિયા.

7- ASTEC LIFESCIENCES (Green) : Q3 દરમિયાન આવક 17,531 કરોડ રૂપિયા, માર્જિન 8.8% વધીને 14.3%

8- CAN FIN HOMES (Green) : Q3 દરમિયાન વ્યાજની આવક 206 કરોડ રૂપિયા. નફો 116 કરોડ રૂપિયા.

9- IOC (Red) : ક્રૂડ ઓઇલનો ભાવ વધતા શેર પર દબાણની આશા.

10- FINOLEX INDUSTRIES (Red) : Q3 દરમિયાન આવક 1,025 કરોડ રૂપિયા. નફો 30% વધીને 178 કરોડ રૂપિયા.
First published:

Tags: Investment, Share market, Stock tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો