Sidha Sauda: બજેટના દિવસે કમાણીના શેર, આજના 20 શેર તમને કરાવી શકે છે મોટી કમાણી
Sidha Sauda: બજેટના દિવસે કમાણીના શેર, આજના 20 શેર તમને કરાવી શકે છે મોટી કમાણી
ભારતીય શેર બજાર
Sidha Sauda (1 ફેબ્રુઆરી, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.
મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.
અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:
1) L&T <GREEN> : બજેટમાં કેપિટલ ખર્ચને વધારો મળે તેવી આશા. ખાનગી કેપિટલ ખર્ચ વાતાવરણ બનવાની આશા. વિકાસને ઝડપી બનાવવા માટે રોકાણને પ્રોત્સાહન મળવાની આશા છે.
2) TATA MOTORS <GREEN> : બજેટમાં EV માટે જાહેરાત શક્ય.
3) DIXON TECHNOLOGIES <GREEN> : મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે PLI અને બીજી સ્કીમ પર ફોકસની આશા. ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધવાની આશા.
4) DLF <GREEN> : બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન મળવાની આશા. 2018 કરોડ રૂપિયાનું બુકિંગ થયું. અત્યારસુધીનું સૌથી વધારે બુકિંગ.
5) PANACEA BIOTEC <GREEN> : બજેટમાં હેલ્થકેર સેક્ટર પર ખર્ચ વધવાની આશા. ફંડ એકઠું કરવાના પ્રસ્તાવ પર આજે બોર્ડની બેઠક.
6) INDIAN HOTELS CO <GREEN> : બજેટમાં હોટલ સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળી શકે છે.
7) SHIPPING CORPORATION OF INDIA <GREEN> : Q3 દરમિયાન નફો 137% ટકા વધીને 312 કરોડ રૂપિયા, આવક 67% ટકા વધીને 1456 કરોડ રૂપિયા.
8) BANK OF MAHARASHTRA <GREEN> : બજેટમાં 4 PSUના ખાનગીકરણની જાહેરાત થવની સંભાવના.
9) NAVIN FLUORINE INTERNATIONAL <GREEN> : બજેટમાં કેમિકલ સેક્ટરને PLI સ્કીમનો ફાયદો મળવાની આશા. જ્યારે Q3 દરમિયાન આવક 21% વધીને 386 કરોડ રૂપિયા થઈ. નફો 17% વધીને 69 કરોડ રૂપિયા થયો.