SHYAM METALICS: 24% પ્રીમિયમ સાથે 380 રૂપિયા પર લિસ્ટ થયો, જાણો Sona Comstarના શું થયા હાલ

SHYAM METALICS: 24% પ્રીમિયમ સાથે 380 રૂપિયા પર લિસ્ટ થયો, જાણો Sona Comstarના શું થયા હાલ
પ્રતિકાત્મક તસવીર

એનાલિસ્ટોને આશા હતી કે Shyam Metalicના શેરનું લિસ્ટીંગ અંદાજે 40 ટકા પ્રીમિયમ સાથે થઈ શકે છે

  • Share this:
મુંબઈ. ઈન્ટીગ્રેટેડ મેટલ ઉત્પાદક કંપની Shyam Metalics and Energyના શેરનું ગુરૂવારે લિસ્ટીંગ થયું છે. કંપનીના શેર NSE પર 24 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા. આ લિસ્ટીંગ એનાલિસ્ટના અનુમાન કરતા ઓછા ભાવ પર થયું છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ગુરૂવારે શેર રૂ. 380 પર ખુલ્યો તેની ઈશ્યૂ પ્રાઈસ રૂ.306 હતી. BSE પર આ શેર રૂ. 367 પર ખુલ્યો જે 20 ટકાનો વધારો દર્શાવે છે. આ શેરનું લિસ્ટીંગ એનાલિસ્ટ અને ગ્રે માર્કેટના અનુમાન કરતા ઓછું છે. આ કારણે સેકન્ડરી માર્કેટમાં ઉતાર ચડાવ થઈ શકે છે.



ઓછા ભાવ પર લિસ્ટીંગ
એનાલિસ્ટને આશા હતી કે આ શેરનું લિસ્ટીંગ અંદાજે 40 ટકા પ્રીમિયમ સાથે થઈ શકે છે. હાલમાં આ શેર NSE પર 71.20 એટલે કે 23.27 ટકાના વધારા સાથે 377.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Shyam Metalicsના IPO રોકાણકારોને ખૂબ પસંદ આવ્યા હતા. IPO બહાર પાડ્યા પહેલા સ્ટીલમેકરે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 270 કરોડ એકત્ર કરી લીધા હતા. શ્યામ મેટાલિકે રૂ. 909 કરોડના IPO માટે શેર પ્રાઈસ બેન્ડ રૂ. 303 થી રૂ. 306 રાખી છે.

આ પણ વાંચો, Deal On iPhone 12: 9 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે આઇફોન 12, જાણો ઓફર

Sona Comstar 3.9 ટકાના સામાન્ય પ્રીમિયમ સાથે રૂ.302.4 પર લિસ્ટીંગ
બ્લેકસ્ટોને રોકાણ કરેલ ઓટોમેટીવ ટેકનોલોજી કંપની Sona BLW Precision Forgings (Sona Comstar) ના શેરનું આજે સુસ્ત લિસ્ટીંગ જોવા મળ્યું છે. BSE પર આજે આ શેરનું 3.9 ટકાના સામાન્ય પ્રીમિયમ સાથે રૂ. 302.4 પર લિસ્ટીંગ થયું છે. આ શેરની પ્રતિ શેર ઈશ્યૂ પ્રાઈસ રૂ. 291 હતી.

આ પણ વાંચો, Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી

NSE પર આ શેરનું 3.4 ટકાના પ્રીમિયમ પર રૂ. 301 પર લિસ્ટીંગ થયું છે. અનુમાન અનુસાર આ સ્ટોકનું લિસ્ટીંગ સુસ્ત થયું છે. આ IPOને રોકાણકારોએ યોગ્ય પ્રતિસાદ આપ્યો ન હતો કારણ કે, કુલ ઓફર સાઈઝમાં ઓફર ફોર સેલનો હિસ્સો વધુ હતો. આ શેર NSE પર રૂ. 57.60 એટલે કે, 19.79ના વધારા સાથે 348.60ના સ્તર પર જોવા મળે છે. Sona Comstar ઓટોમોટિવ સિસ્ટમ્સ અને કંપોનેન્ટને ડિઝાઈન, ઉત્પાદન અને સપ્લાય કરે છે. કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ભારત સાથે ચીન, અમેરિકા અને મેક્સિકોમાં છે. કંપની તેની પ્રોડક્ટ્સનું અમેરિકા અને યૂરોપ સહિત સમગ્ર વિશ્વમાં વેચાણ કરે છે. કંપની પાસે કુલ 9 મેન્યુફેક્ચરિંગ અને અસેમ્બલી યૂનિટ્સ છે, જેમાં 6 ભારતમાં, એક-એક યૂનિટ ચીન, અમેરિકા અને મેક્સિકોમાં છે.
Published by:News18 Gujarati
First published:June 25, 2021, 07:21 IST

ટૉપ ન્યૂઝ