નવી દિલ્હી. જો તમે આ મહિને સારી કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપની પાસે સારી તક છે. 14થી 16 જૂન સુધી તમે તગડો નફો કમાઇ શકો છો. કોલકાતા સ્થિત સ્ટીલ મેન્યૂફેક્ચરિંગ કરનારી કંપની શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જી લિમિટેડ (Shyam Metalics and Energy Ltd) આપને આ તક આપી રહી છે. નોંધનીય છે કે કંપની પોતાનો આઇપીઓ (IPO) લઈને આવી રહી છે, જેના માધ્યમથી રોકાણકારો (Investorts) સારી કમાણી (Profit) કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે કરશો રોકાણ...
નોંધનીય છે કે, આ આઇપીઓના માધ્યમથી કંપની 1107 કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરવાનું પ્લન બનાવી રહી છે. આ IPO 14 જૂને લૉન્ચ તશે અને તમે 14થી 16 જૂન સુધીમાં નાણા રોકી શકો છો. બીજી તરફ એન્કર રોકાણકારો માટે બોલી 11 જૂને ખુલશે.
મની કન્ટ્રોલ (Money Control) મુજબ, માર્કેટ રેગ્યૂલેટર SEBIની પાસે જમા કંપનીના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ મુજબ, આ પબ્લિક ઇશ્યૂ માટે કંપની 657 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટી શૅર બહાર પાડશે. બીજી તરફ કંપનીના પ્રમોટર અને હાલના ઇન્વેસ્ટર ઓફર ફોર સેલ (OFS)ના માધ્યમથી 450 કરોડ રૂપિયાના શૅર બહાર પાડશે.
કંપની ફંડનો ક્યાં ઉપયોગ કરશે?
IPOના માધ્યમથી એકત્ર કરવામાં આવેલા 657 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની પોતાની અન્ય એક સહયોગી કંપની SSPLનું લોન ચૂકતે કરવામાં કરશે.
આ IPO માટે Shyam Metalicsએ ICICI Securities, એક્સિસ કેપિટલ (Axis Capital), IIFL Securities, જેએમ ફાઇનાન્સિયલ (JM Financial) અને એસબીઆઇ કેપિટલ (SBI Capital)ને પોતાના લીડ મેનેજર નિયુક્ત કર્યા છે.
કંપનીના કારોબારની સવાત કરીએ તો કંપનીએ 13 રાજ્યો અને એક કેન્ર્J શાસિત પ્રદેશમાં 42 વિતરકોની ટીમ સ્થાપિત કરી છે. ઓડિશાના સંબલપુર અને પશ્ચિમ બંગાળમાં જમુરિયા અને મંગલપુરમાં તેના કુલ ત્રણ કારખાના છે.
કંપની પર કેટલું દેવું છે?
આ ઉપરાંત કંપની પર કુલ દેવું (Debt) 381.12 કરોડ રૂપિયા છે. બીજી તરફ, તેની સહયોગી કંપની પર 398.60 કરોડ રૂપિયાનું દેવું હતું. આમ, કંપની પર કુલ દેવું 886.29 કરોડ રૂપિયા છે.
કંપની કેટલો કરે છે નફો
>> નાણાકીય વર્ષ 2021-22ના ડિસેમ્બર ક્વાર્ટર સુધી કંપનીની કુલ રેવન્યૂ 3933.08 કરોડ રૂપિયા હતી.
>> ગયા વર્ષે આ અવધિમાં કંપનીનું કુલ રેવન્યૂ 3283.09 કરોડ રૂપિયા હતું.
>> Shyam Metalicsને ડિસેમ્બર ક્વાર્ટરમાં 456.32 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થયો હતો.
>> ગત નાણાકીય વર્ષ Q3માં કંપનીનો નેટ પ્રોફિટ માત્ર 260.36 કરોડ રૂપિયા હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર