14થી 16 જૂન સુધી કમાણીનો બમ્પર મોકો, એક જ દિવસમાં થઈ જશો લખપતિ! જોઈલો ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું

14થી 16 જૂન સુધી કમાણીનો બમ્પર મોકો, એક જ દિવસમાં થઈ જશો લખપતિ! જોઈલો ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું
પ્રતિકાત્મક તસવીર

આ કંપની તેનો આઈપીઓ લઈને આવી રહી છે, જેના દ્વારા રોકાણકારો સારી કમાણી કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે તમે પૈસા કેવી રીતે રોકાણ કરી શકો છો.

 • Share this:
  નવી દિલ્હી: જો તમે આ મહિનામાં સારી કમાણી કરવાની યોજના કરી રહ્યા છો, તો તમારી પાસે સારી તક છે. 14 થી 16 જૂન સુધી તમે મોટો નફો કરી શકો છો. કોલકાતા સ્થિત સ્ટીલ ઉત્પાદક કંપની શ્યામ મેટાલિક્સ અને એનર્જી લિ. તમને આ તક આપી રહી છે. તમને જણાવી દઈએ કે, કંપની તેનો આઈપીઓ લઈને આવી રહી છે, જેના દ્વારા રોકાણકારો સારી કમાણી કરી શકે છે. ચાલો તમને જણાવીએ કે તમે પૈસા કેવી રીતે રોકાણ કરી શકો છો.

  તમને જણાવી દઈએ કે, કંપની આ આઈપીઓ દ્વારા 1107 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. જો આ આઈપીઓ 14 મી જૂને શરૂ થશે, તો પછી તમે તેમાં 14 થી 16 મી સુધી નાણાં લગાવી શકો છો. તો, એન્કર રોકાણકારો માટે બોલી 11 જૂને ખુલશે.  કંપની કેટલા શેરો ઇશ્યૂ કરશે?

  મની કંટ્રોલના સમાચાર અનુસાર, માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ રજૂ કરાયેલ કંપનીના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર, આ જાહેર ઇશ્યૂ માટે, કંપની રૂ. 657 કરોડના નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે, જ્યારે પ્રમોટરો અને હાલના કંપનીના રોકાણકારો વેચાણ માટે (OFS) દ્વારા 450 કરોડના શેર જોહેર કરશે.

  ફંડનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે?

  >> કંપની પોતાનું અને તેની સહયોગી કંપની SSPLનું દેવું ચુકવવા માટે આઈપીઓ દ્વારા ઉભા કરેલા રૂ. 657 કરોડનો ઉપયોગ કરશે.
  >> શ્યામ મેટાલિક્સે આ આઇપીઓ માટે તેના મુખ્ય મેનેજર તરીકે આઇસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ, જેએમ ફાઇનાન્સિયલ અને એસબીઆઈ કેપિટલની નિમણૂક કરી છે.

  કેવો છે કંપનીનો ધંધો

  કંપનીના વ્યવસાય વિશે વાત કરીએ તો, કંપનીએ 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોમાં 42 ડિસ્ટ્રિબ્યુટરની એક ટીમ સ્થાપિત કરી છે. ઓડિશાના સંબલપુર અને પશ્ચિમ બંગાળના જમુરિયા અને મંગલપુરમાં તેમની કુલ ત્રણ ફેક્ટરીઓ છે.

  કંપની પર કેટલું દેવું છે?

  આ સિવાય કંપની પર કુલ દેવું 381.12 કરોડ રૂપિયા છે. તો, તેની સહયોગી કંપની પર 398.60 કરોડ રૂપિયાનું દેવું હતું. કંપની પરનું કુલ દેવું 886.29 કરોડ રૂપિયા છે.

  કેટલો થયો નફો

  >> નાણાકીય વર્ષ 2020-21ના ડિસેમ્બર ક્વાર્ટર સુધી કંપનીની કુલ આવક રૂપિયા 3933.08 કરોડ હતી.
  >> ગયા વર્ષે આ ગાળામાં કંપનીની કુલ આવક 3283.09 કરોડ રૂપિયા હતી.
  >> શ્યામ મેટાલિક્સને ડિસેમ્બર ક્વાર્ટરમાં 456.32 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.
  >> પાછલા નાણાકીય વર્ષ Q 3 માં કંપનીનો ચોખ્ખો નફો ફક્ત 260.36 કરોડ રૂપિયા રહ્યો હતો.
  Published by:kiran mehta
  First published:June 06, 2021, 23:32 pm

  ટૉપ ન્યૂઝ