Home /News /business /ઓપ્શન ટ્રેડિંગમાં ગોથું નહીં ખાવ, એક્સપર્ટ શુભમ અગ્રવાલના આ 7 પોઈન્ટ સમજી લો

ઓપ્શન ટ્રેડિંગમાં ગોથું નહીં ખાવ, એક્સપર્ટ શુભમ અગ્રવાલના આ 7 પોઈન્ટ સમજી લો

ઓપ્શન ટ્રેડિંગ કરતી વખતે નહીં થાય કોઈ ભૂલ, આ ટિપ્સ ધ્યાનમાં રાખો

Shubham Agrawal Tips on Option trading: શેરબજારમાં કમાણી કરવાનું એક મોટું સાધન ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ છે. ઓપ્શન ટ્રેડમાં જોકે જરા અમથું ગોથું ખાવ તો મોટું નુકસાન જાય છે માટે જ મોટાભાગના ઓપ્શન ટ્રેડર્સ થોડા સમય પછી ટ્રેડિંગ છોડી દે છે. જોકે એકવાર આટલા પોઈન્ટ સમજી લેશો તો નુકસાન જવાની શક્યતા ઓછી થશે.

વધુ જુઓ ...
  મોટાભાગના ઓપ્શન ટ્રેડર્સે (Option Traders) પ્રથમ કેટલાક ટ્રેડ્સ પછી ટ્રેડિંગ (Trading) છોડી દે છે. જે લોકો લાંબા સમય સુધી ટકી રહેવા માંગે છે તે ટ્રેડિંગ છોડતા નથી. ઘણી વખત ઓપ્શનમાં નુકસાન ખોટા દૃષ્ટિકોણને કારણે નહીં પરંતુ ભૂલોને કારણે થાય છે. આવી ભૂલો યેનકેન પ્રકારે થતી જ હોય છે. પરિણામે ઓપ્શન ટ્રેડિંગ (Option Trading)માં નુકસાન થાય છે. ઓપ્શન ટ્રેડિંગમાં ભૂલો ન થાય તે માટે અહી 7 મહત્વપૂર્ણ પોઇન્ટ્સ (error-free Options Trading) આપવામાં આવ્યા છે.

  આ પણ વાંચોઃ સારા રિટર્નની શક્યતા અને ઓછું જોખમ NPS મેનેજરના ફેવરિટ આ શેર્સ તમારી પાસે છે?

  ટ્રેન્ડ


  સૌ પ્રથમ ટ્રેડ માટેના આ મુખ્ય માપદંડ અથવા કારણને ક્યારેય અવગણશો નહીં.

  A- બાયિંગ કોલ્સ/ સેલિંગ પુટ્સ: બુલિશ ટ્રેન્ડની અપેક્ષા

  B- બાયિંગ પુટ્સ/ સેલિંગ કોલ્સઃ મંદીના વલણની અપેક્ષા

  હોરિઝોન


  100 રૂપિયાના સ્ટોક માટે 110 રૂપિયાના ભાવનો ટાર્ગેટ હોય અને આ 110 રૂપિયાનો ટાર્ગેટ ક્યારે આવશે તેનો અંદાજ રાખવો પડે.કારણ કે ઓપ્શન પ્રાઇસ માત્ર કિંમતથી જ નહીં પરંતુ સમય દ્વારા પણ પ્રભાવિત થાય છે.

  *જો 1-2 સેશન્સ હોય– બાય કોલ અથવા બાય પુટ

  *જો 3-4થી વધુ સેશન્સ હોય – બાય કોલ + સેલિંગ હાયર કોલ અથવા બાય પુટ + સેલ લોવર સ્ટ્રાઇક પુટ

  આ પણ વાંચોઃ ગુજરાતની ભણેલી-ગણેલી મહિલાઓ પણ નોકરી છોડી આ બિઝનેસમાં લાખો કમાય છે, ક્યારેય મંદીની શક્યતા નહીં

  ઓપ્શન્સમાં વોલેટાલિટી


  જોકે, આ થોડી જટિલ બાબત છે, પરંતુ એક સિમ્પલ ચેકનો અમલ કરવો સરળ રહેશે. બે બાબતો હંમેશા યાદ રાખો-

  * ઓપ્શનમાં વોલેટાલિટી રેન્જ-બાઉન્ડ છે.

  *વોલેટાલિટી ડ્રોપ્સ >> ઓપ્શન પ્રીમિયમ ડ્રોપ્સ

  તેથી જો ભારત વીઆઇએક્સ તેની તાજેતરની ઊંચી સપાટીની નજીક હોય તો ફક્ત ઓપ્શન્સ ખરીદવાનો પ્રયાસ ન કરો. બાય કોલ + સેલ હાયર કોલ અથવા બાય પુટ + સેલ લોઅર સ્ટ્રાઇક પુટની પસંદગી કરો. જો ઓપ્શનમાં વોલેટિલિટી ઘટે તો બાય એન્ડ સેલ ઓપ્શનમાં ઓપ્શનમાં વોલેટિલિટીમાં ઘટાડો થવાને કારણે ઘટેલા પ્રીમિયમની ભરપાઇ કરશે.

  આ પણ વાંચોઃ Bikaji Foods IPO: છેલ્લા દિવસે GMPમાં આવ્યો જબરો ઉછાળો, 5.89 ગણો વધુ ભરાયો

  ઇવેન્ટ


  ઇવેન્ટ ટ્રેડિંગ એ મોટો સબ્જેક્ટ છે. આ માટે જો કોઈ જાણીતી ઇવેન્ટ્સ ન દેખાય તો ઓપ્શન્સમાં સામાન્ય ટ્રેડ કરો. જો આવતીકાલ માટે રીઝલ્ટ આવે અથવા મોટા ડિસીઝન થવાના હોય તો વધુ પડતું ટ્રેડ કરશો નહીં.

  એક્સપાયરી માટે બાકી સમય


  એક્સપાયરીની નજીકનો સમય ઝડપથી પસાર થવાને કારણે ઓપ્શન પ્રીમિયમમાં ઘટાડો થાય છે. તેથી જો તમે એક્સપાયરી વીકમાં હોવ તો એક દિવસથી વધુ સમય માટે ઓપ્શન ન રાખવો કારણ કે સમય પસાર થવાને કારણે પ્રીમિયમમાં ઘટાડો ખૂબ વધારે હશે.

  આ પણ વાંચોઃ મોજા બનાવતી કંપનીએ કરાવી રોકાણકારોને મોજ, એક વર્ષમાં ₹1 લાખના ₹4.70 લાખ

  લિક્વિડીટી


  સ્ટોક ઓપ્શન્સ ટ્રેડિંગ કરતી વખતે સાવચેત રહો. પ્રથમ એક કલાકમાં 50-70 લોટનું વોલ્યુમ ન હોય તેવા ઓપ્શનને ટાળો. લિક્વિડીટીનો અભાવ તમને જોખમમાં મુકી શકે છે.

  બેન લિસ્ટ


  ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ બનાવા બાબતે કેટલીક મર્યાદા છે. ઘણા લોકપ્રિય શેરો બેન લીસ્ટમાં પહોંચ્યા છે. આવા સ્ટોકના ઓપ્શનમાં કોઈ નવી પોઝિશન બનાવી શકાતી નથી. તે શેરોથી સાવચેત રહો અને તેમાં ટ્રેડ ન કરો.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Earn Money Tips, Expert opinion, Investment tips, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन