Home /News /business /

Shriram Properties share: શ્રીરામ પ્રોપર્ટીઝના શેરનું નબળું લિસ્ટિંગ થયા બાદ રોકાણકારોએ હવે શું કરવું? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

Shriram Properties share: શ્રીરામ પ્રોપર્ટીઝના શેરનું નબળું લિસ્ટિંગ થયા બાદ રોકાણકારોએ હવે શું કરવું? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

શ્રીરામ પ્રોપર્ટીઝ દેશની અગ્રણી રિયલ એસ્ટેટ કંપનીઓમાં સામેલ (પ્રતીકાત્મક કંપની)

Shriram Properties IPO listing: શ્રીરામ પ્રોપર્ટીઝના શેરના નબળા લિસ્ટિંગ બાદ હવે રોકાણકારોના મનમાં આગમી રણનીતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ ચિંતાને દૂર કરવા માટે પાંચ બજાર નિષ્ણાતોનો અભિપ્રાય જાણીએ.

  મુંબઇ. Shriram Properties Share: રિયલ એસ્ટેટ ડેવલપર શ્રીરામ પ્રોપર્ટીઝ (Shriram Properties)ના શેરનું સોમવારે એટલે કે 20 ડિસેમ્બરના રોજ 20% ડિસ્કાઉન્ટ સાથે ખૂબ નબળું લિસ્ટિંગ (Shriram Properties IPO listing) થયું છે. કંપનીનો ઇશ્યૂ 8-10 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને રોકાણકારો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીનો ઇસ્યૂ 4.6 ગણો ભરાયો હતો. શ્રીરામ પ્રોપર્ટીઝે પબ્લિક ઇશ્યૂ મારફતે 113-118 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ (Price band) પ્રમાણે 600 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે.

  જોકે, લિસ્ટિંગના પ્રથમ દિવસે જ નુકસાનથી રોકાણકારોની ચિંતા વધી છે. આથી સ્વાભાવિક રીતે મનમાં એવો સવાલ ઉઠે કે હવે આગળની રણનીતિ શું હોઈ શકે? શું રોકાણ જાળવી રાખવું કે પછી બહાર નીકળી જવું? આ ચિંતા દૂર કરવા માટે અમે અલગ અલગ પાંચ બજાર નિષ્ણાતોનો અભિપ્રાય રજૂ કરી રહ્યા છીએ.

  1) મધ્યમ સમયગાળા માટે રોકાણ જાળવી રાખો: રાજનાથ યાદવ, રિસર્ચ એનાલિસ્ટ, ચોઈસ બ્રોકિંગ

  "અમે ઇશ્યૂ માટે સબ્સક્રાઇબ રેટિંગ આપ્યું હતું. જોકે, ઓછી માંગ અને માર્કેટના નકારાત્મક સેન્ટીમેન્ટને પગલે આઈપીઓનું નબળું લિસ્ટિંગ થયું છે. જોકે, રસ્તી હોમ લોન, રસિડેન્ટ સેક્ટરમાં કિંમતો સ્થિર રહેવાથી તેમજ સ્ટેમ્પ ડ્યૂટીની ઓછી કિંમતને પગલે અમારો મત આ સેક્ટર માટે હજુ પણ પોઝિટિવ છે."

  SPL બેંગલુરુ અને ચેન્નાઈ જેવા મુખ્ય બજારોમાં હાજરી ધરાવે છે. આ સાથે જ શ્રીરામ પ્રોપર્ટીઝ દેશની અગ્રણી રિયલ એસ્ટેટ કંપનીઓમાં સામેલ છે. મહામારી દરમિયાન કંપનીનો બિઝનેસ ખૂબ પ્રભાવિત થયો હતો, જેના પગલે આગામી ત્રિમાસિક દરમિયાન કંપનીનું પ્રદર્શન ખૂબ સારું રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કંપનીમાં દિગ્ગજ રોકાણકારોનું રોકાણ છે. આથી ચોઈસ બ્રોકિંગ તરફથી મીડિયા ટર્મ માટે આ કંપનીમાં રોકાણ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે.

  2) સ્ટૉકની ખરીદીથી બચો: લિખિતા શેપા, સીનિયર રિસર્ચ એનાલિસ્ટ, કેપિટલવાયા ગ્લોબલ રિસર્ચ

  યૂએસ ફેડરલ રિઝર્વની બ્રાન્ડ ખરીદી વધારવાની યોજના સાથે જ અમે આશા રાખીએ છીએ કે આગામી મહિનાઓમાં એફઆઈઆઈની વેચવાલી શરૂ રહેશે. જેના પગલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ્ટી જેવા સેક્ટર્સમાં ઘટાડો જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સે આ શેરની ખરીદી કરવાથી બચવું જોઈએ. લૉંગ ટર્મ માટે રોકાણકારો આ શેરમાં 75-80 રૂપિયાના સ્તર પર ખરીદી કરી શકે છે.

  3) રોકાણકારો પોતાની પોઝિશન ખતમ કરે: મોહિત નિગમ, હેડ-પીએમએસ, હેમ સિક્યોરિટીઝ

  કમજોર શેર બજાર અને ઓમિક્રોનની ચિંતાઓ વચ્ચે શ્રીરામ પ્રોપર્ટીઝના શેરનું ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થયું છે. ફન્ડામેન્ટલી કંપનીને નુકસાન થયું છે. દેવું વધવું તેમજ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સતત થઈ રહેલું મોડું જેવી કમજોરી સામે આવી છે. આઈપીઓ રિપોર્ટમાં અમે રોકાણકારોને આ આઈપીઓથી દૂર રહેવાની સલાહ આપી હતી. હવે જે રોકાણકારો પાસે આ શેર છે તેમણે પોતાની પોઝિશન ખતમ કરી દેવી જોઈએ.

  4) લૉંગ ટર્મ માટે ખરીદી કરો: સંતોષ મીણા, રિસર્ચ હેડ, સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ

  છેલ્લા બે વર્ષથી આઈપીઓ માર્કેટમાં તેજી છે પરંતુ ખોટને પગલે આ આઈપીઓની માંગ સીમિત રહી ગઈ હતી. આથી ફક્ત અગ્રેસિવ રોકાણકારોને જ શ્રીરામ પ્રોપર્ટીઝના શેર ખરીદીની સલાહ આપવામાં આવે છે. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ ક્લૉજિંગ બેઝિસ પર 80 રૂપિયાનો સ્ટૉપલૉસ જરૂરથી રાખે.

  આ પણ વાંચો: CMS Info Systems IPO: સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ ખુલ્યો, જાણો IPO સાથે જોડાયેલી તમામ વાત

  5) સોનમ શ્રીવાસ્તવ, ફાઉન્ડર, રાઇટ રિસર્ચ

  શ્રીરામ પ્રોપર્ટીઝ રિયલ એસ્ટેટસેક્ટરની ખૂબ સારી કંપની છે. છેલ્લા બે વર્ષમાં નેગેટિવ પ્રોફિટિબિલિટી અન્ય કંપનીઓ જેવી જ રહી છે. આઈપીઓની કિંમત તેની બુક વેલ્યૂની સરખામણીમાં બે-ગણી છે. અમે રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિકાસની સંભાવના જોઈ રહ્યા છીએ. આથી અમે રોકાણકારોએ શેરની ખરીદી કરવાની સલાહ આપીશું. જોકે, ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સતર્ક રહેવું પણ જરૂરી છે. રોકાણકારોએ શેરની ખરીદી પહેલા અમુક ત્રિમાસિક સુધી કંપનીના પ્રદર્શન પર નજર રાખવી જોઈએ.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, Share market, Stock tips

  આગામી સમાચાર