મુંબઇ. Shriram Properties IPO Listing: શ્રીરામ પ્રોપર્ટીઝનો આઈપીઓ 8મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 10મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. IPOની સાઇઝ 600 કરોડ રૂપિયા હતી, જેમાં 250 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 113-118 રૂપિયા હતી. ઇશ્યૂ 4.6 ગણો ભરાયો હતો. શ્રી રામ પ્રોપર્ટીઝના શેરનું આજે NSE અને BSE પર ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું. BSE પર શેર 94 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જે કિંમત ઇશ્યૂ ભાવથી 20.34% ઓછી છે. જ્યારે NSE પર શેરનું લિસ્ટિંગ 90 રૂપિયા પર થયું હતું, જે ઇશ્યૂ કિંમત 23.73% ઓછી છે. સાથે જ આજે સવારે સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે.
આ અઠવાડિયા પાંચ આઈપીઓનું લિસ્ટિંગ
દલાલ સ્ટ્રીમાં છેલ્લા થોડા અઠવાડિયાથી ખૂબ વ્યસ્તતા જોવા મળી રહી છે. દર બે ત્રણ દિવસ પછી કોઈ કંપનીનો ઇશ્યૂ ખુલી રહ્યો છે અથવા શેર બજારમાં લિસ્ટ થઈ રહ્યો છે. અનેક કંપનીઓના વેલ્યૂએશનમાં વધારો થયો છે. વર્ષ પૂર્ણ થવા આવ્યું છે છતાં એક પછી એક કંપનીનો ઇશ્યૂ ખુલી રહ્યો છે. આ જ કડીમાં આ અઠવાડિયે પાંચ કંપનીઓના આઈપીઓનું ભારતીય શેર બજારમાં લિસ્ટિંગ થશે. આ અઠવાડિયે લગભગ દરરોજ એક કંપનીનો ઇશ્યૂ લિસ્ટ થશે. બીજી તરફ ત્રણ કંપનીના આઈપીઓ 20થી 21 ડિસેમ્બરના રોજ ખુલશે.
ત્રણ આઈપીઓ ખુલશે
આ કંપનીઓમાં વીવો કોલોબ્રેશન સોલ્યૂશન્સ લિમિટેડ આઈપીઓ (Vivo Colaboration Solution IPO), સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ આઈપીઓ (CMS Info Systems Limited IPO) અને બ્રેન્ડકેટ મીડિયા એન્ડ ટેક્નૉલોજી લિમિટેડ આઈપીઓ (Brandbucket Media & Technology Limited IPO) સામેલ છે.
MapmyIndia IPO: ડિજિટલ મેપિંગનું કામ કરતી મેપમાયઇન્ડિયાની પેરેન્ટ કંપની CE Info Systemsનો આઈપીઓ 9મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 13 ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. MapmyIndiaનો આઈપીઓ રોકાણકારોને ખૂબ પસંદ પડ્યો હતો. આઈપીઓ 154.71 ગણો ભરાયો હતો. કંપનીની ઇશ્યૂ કિંમત 1033 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં શેરની કિંમત 950 રૂપિયા આસપાસ હતી, જે ઇશ્યૂ કિંમતથી 91% વધારે છે.
Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત કંપની મેટ્રો બ્રાન્ડ્સનો આઈપીઓ અંતિમ દિવસ સુધી 3.64 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 1.13 ગણો ભરાયો હતો. કંપનીએ પ્રાઇસ બેન્ડ 485-500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી. ગ્રે માર્કેટમાં મેટ્રો બ્રાન્ડ્સના શેરનું પ્રીમિયમ 35 રૂપિયા છે, જે ઇશ્યૂ ભાવથી 7% વધારે છે. 10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર વચ્ચે ખુલ્લા આઈપીઓની સાઈઝ 1,367 કરોડ રૂપિયા હતી. આઈપીઓનં લિસ્ટિંગ શેર બજારમાં 22મી ડિસેમ્બરના રોજ થશે.
Medplus Health Services IPO: મેડપ્લસ હેલ્થ સર્વિસિસ ભારતની બીજી સૌથી મોટી રિટલ ચેન છે. આઈપીઓ 13થી 15 ડિસેમ્બર વચ્ચે ખુલ્યો હતો. આઈપીઓ 52.6 ગણો ભરાયો છે. કંપનીનો શેર ગ્રે માર્કેટમાં 250 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 780-796 રૂપિયા રાખી હતી. કંપનીનો ઇશ્યૂ 23મી ડિસેમ્બરના રોજ લિસ્ટ થશે. કંપનીની આઈપીઓ 13મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 15મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો.
Data Patterns India IPO: ડિફેન્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ સપ્લાય કરતી કંપની ડેટા પેટર્ન્સ ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ 14મી ડિસેમ્બરના રોજ ખુલ્યો અને 16મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીનો શેર ગ્રે માર્કેટમાં 450 રૂપિયા આસપા ટ્રેડ કરી રહ્યો છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ 555-585 રૂપિયા રાખી હતી, જે ઇશ્યૂ કિંમતથી 77% વધારે છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 24મી ડિસેમ્બરના રોજ થશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર