Home /News /business /

Shriram Properties IPO: 8મી ડિસેમ્બરે ખુલશે IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

Shriram Properties IPO: 8મી ડિસેમ્બરે ખુલશે IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

શ્રીરામ પ્રોપર્ટીઝ આઈપીઓ

Shriram Properties IPO: આઈપીઓ માટે 10મી ડિસેમ્બર સુધી બીડ કરી શકાશે. આઈપીઓ 20મી ડિસેમ્બરના રોજ શેર બજારમાં લિસ્ટ થાય તેવી સંભાવના.

    મુંબઈ: શ્રીરામ ગ્રુપની રિયલ એસ્ટેટ કંપની (Real estate company) શ્રીરામ પ્રૉપર્ટીઝ (Shriram properties) પોતાનો આઈપીઓ 8મી ડિસેમ્બરના રોજ લોંચ કરશે. આઈપીઓ 10મી ડિસેમ્બરના રોજ બંધ થશે. આ વર્ષે પ્રોપર્ટી બિઝનેસ સાથે જોડાયેલી આ બીજી કંપની બનશે જે શેર બજારના લિસ્ટ થશે. આ પહેલા આ વર્ષે માઇક્રોટેક ડેવલપર્સ લિમિડેટે (Macrotech Developers Ltd) (જૂનું નામ લોઢા ડેવલપર્સ) આઈપીઓ મારફતે 2500 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

    IPO સાઇઝ અને પ્રાઇસ બેન્ડ (Shriram properties IPO size & price band)

    આઈપીઓ મારફતે શ્રીરામ પ્રોપર્ટીઝ 600 કરોડ રૂપિયા એકઠા કરશે. આ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 113-118 રૂપિયા નક્કી કરી છે. કંપનીએ પોતાની ઑફર ફૉર સેલ સાઇઝ 550 કરોડ રૂપિયાથી ઘટાડીને 350 કરોડ રૂપિયા કરી નાખી છે. આ ઉપરાંત આઈપીઓની સાઇઝ પહેલા 800 કરોડથી ઘટાડીને 600 કરોડ રૂપિયા કરી નાખી છે.

    કર્મચારીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ (Discount for employees)

    આ ઇશ્યૂમાં 250 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર અને 350 કરોડ રૂપિયાના ઑફર ફૉર સેલ સામેલ છે. ઈશ્યૂમાં ત્રણ કરોડ શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત રખાયા છે. કર્મચારીઓને પ્રત્યેક શેર પર 11 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

    ચાર રોકાણકારો હિસ્સો વેચશે

    શ્રીરામ પ્રોપર્ટીઝના વર્તમાન ચાર રોકાણકારો- ટીપીજી કેપિટલ (TPG Capital), ટાટા કેપિટલ (Tata Capital), વૉલ્ટન સ્ટ્રીટ કેપિટલ (Walton Street Capital) અને સ્ટારવૂડ કેપિટલ (Starwood Capital ) પોતાનો હિસ્સો વેચશે. આ રોકાણકારો પાસે હાલ કંપનીનો 58 ટકા હિસ્સો છે. કંપની આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા માટે અને સામાન્ય ઉદેશ્યો પાર પાડવા માટે કરશે. જેમાં રિપેમેન્ટ અને પ્રી-પેમેન્ટ સામેલ છે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત

    આ ઇશ્યૂનો 75% હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને બાકીનો 10% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Shriram Properties IPO GMP)

    માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શ્રીરામ પ્રોપર્ટીઝનો શેર હાલ ગ્રે માર્કેટમાં 20 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીએ પ્રાઇસ બેન્ડ 113-118 રાખી છે તે પ્રમાણે હાલ શ્રીરામ પ્રોપર્ટીઝનો શેર ગ્રે માર્કેટમાં 138 રૂપિયા (118+20) પર ટ્રેડ કરી રહ્યો છે.

    અગત્યની તારીખો (Important dates)

    શ્રીરામ પ્રોપર્ટીઝનો આઈપીઓ 8મી ડિસેમ્બરના રોજ ખુલશે અને 10મી ડિસેમ્બરના રોજ બંધ થશે. આ આઈપીઓ 20મી ડિસેમ્બરના રોજ NSE અને BSE પર લિસ્ટ થઈ શકે છે.

    આ પણ વાંચો: Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીનો IPO 10મી ડિસેમ્બરે ખુલશે, જાણો અગત્યની વિગતો

    કંપની વિશે

    શ્રીરામ પ્રોપર્ટીઝની દક્ષિણ ભારતમાં સારી હાજરી છે. આ કંપનીએ અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પૂર્ણ કર્યાં છે. હાલ કંપનીના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: GMP, Investment, IPO, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन