Home /News /business /

Shriram Properties IPO: ખોટમાં ચાલતી વધુ એક કંપનીનો IPO ખુલ્યો, જાણો તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

Shriram Properties IPO: ખોટમાં ચાલતી વધુ એક કંપનીનો IPO ખુલ્યો, જાણો તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

શ્રીરામ પ્રોપર્ટીઝ આઈપીઓ

Shriram Properties IPO: કંપનીની ઇશ્યૂ કિંમત 113-118 રૂપિયા છે, કંપનીએ પોતાના આઈપીઓની સાઈઝ 800 કરોડ રૂપિયાથી ઘટાડીને 600 કરોડ રૂપિયા કરી છે.

    મંબઈ. Shriram Properties IPO: લૉસમાં ચાલી રહેલી શ્રીરામ પ્રોપર્ટીઝ (Shriram Properties)નો આઈપીઓ આજે એટલે કે 8મી ડિસેમ્બરના રોજ ખુલ્યો છે. આઈપીઓ 10મી ડિસેમ્બરના રોજ બંધ થશે. આ વર્ષે પ્રોપર્ટી બિઝનેસ (Property business) સાથે જોડાયેલી આ બીજી કંપની બનશે જે શેર બજારના લિસ્ટ થશે. આ પહેલા આ વર્ષે માઇક્રોટેક ડેવલપર્સ લિમિડેટે (Macrotech Developers Ltd) (જૂનું નામ લોઢા ડેવલપર્સ) આઈપીઓ મારફતે 2500 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. ઇશ્યૂ ખુલતા પહેલા કંપનીએ 7મી ડિસેમ્બરના રોજ 34 એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor investors) પાસેથી 268.65 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. કંપનીએ 118 રૂપિયા પ્રતિ શેરના ભાવે 2,27,66,949 ઇક્વિટી શેર ફાળવીને ફંડ એકઠું કર્યું છે.

    નિષ્ણાતોનું શું કહેવું છે?

    Shriram Propertiesના આઈપીઓ અંગે નિષ્ણાતોના મંતવ્યા અલગ અલગ છે. કંપનીના આઈપીઓને તેની હરિફ કંપનીઓની સરખામણીમાં મોંઘો માનવામાં આવી રહ્યો છે. આથી જ નિષ્ણાતો સાવચેતી સાથે આ ઇશ્યૂને ભરવાની સલાહ આપી રહ્યા છે. નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર સુધી છ મહિના અને છેલ્લા બે નાણાકીય વર્ષમાં કંપનીએ સતત ખોટ કરી છે. કંપનીએ છેલ્લા 2019ના વર્ષમાં નફો કર્યો હતો.

    Marwadi Financial Services પ્રમાણે પોસ્ટ ઇશ્યૂના આધારે નાણાકીય વર્ષ 2021 માટે કંપનીનો EBITDA 51.24 કરોડ રૂપિયા છે. કંપની 51.84 EV/Ebitda પર લિસ્ટ થઈ રહી છે અને તેની માર્કેટ કેપ 2001 કરોડ રૂપિયા હશે. હરિફ કંપની શોભાનો EV/Ebitda 15.60 અને ઓબેરોય રિયલ્ટીનો EV/Ebitda 33 છે.

    ET પ્રમાણે Marwadi Financial Servicesના એનાલિસ્ટ સૌરભ જોશી અને કૌશલ ઠક્કરે કહ્યુ છે કે, "અમે આ ઇશ્યૂથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છીએ. કરાણ કે હરિફ કંપનીઓની સરખામણીએ કંપનીનું વેલ્યુએશન વધારે છે."

    IPO સાઇઝ અને પ્રાઇસ બેન્ડ (Shriram properties IPO size & price band)

    આઈપીઓ મારફતે શ્રીરામ પ્રોપર્ટીઝ 600 કરોડ રૂપિયા એકઠા કરશે. આ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 113-118 રૂપિયા નક્કી કરી છે. કંપનીએ પોતાની ઑફર ફૉર સેલ સાઇઝ 550 કરોડ રૂપિયાથી ઘટાડીને 350 કરોડ રૂપિયા કરી નાખી છે. આ ઉપરાંત આઈપીઓની સાઇઝ પહેલા 800 કરોડથી ઘટાડીને 600 કરોડ રૂપિયા કરી નાખી છે.

    કર્મચારીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ (Discount for employees)

    આ ઇશ્યૂમાં 250 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર અને 350 કરોડ રૂપિયાના ઑફર ફૉર સેલ સામેલ છે. ઈશ્યૂમાં ત્રણ કરોડ શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત રખાયા છે. કર્મચારીઓને પ્રત્યેક શેર પર 11 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

    ચાર રોકાણકારો હિસ્સો વેચશે

    શ્રીરામ પ્રોપર્ટીઝના વર્તમાન ચાર રોકાણકારો- ટીપીજી કેપિટલ (TPG Capital), ટાટા કેપિટલ (Tata Capital), વૉલ્ટન સ્ટ્રીટ કેપિટલ (Walton Street Capital) અને સ્ટારવૂડ કેપિટલ (Starwood Capital ) પોતાનો હિસ્સો વેચશે. આ રોકાણકારો પાસે હાલ કંપનીનો 58 ટકા હિસ્સો છે. કંપની આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા માટે અને સામાન્ય ઉદેશ્યો પાર પાડવા માટે કરશે. જેમાં રિપેમેન્ટ અને પ્રી-પેમેન્ટ સામેલ છે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત

    ઇશ્યૂનો 75% હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને બાકીનો 10% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.



    અગત્યની તારીખો (Important dates)

    શ્રીરામ પ્રોપર્ટીઝનો આઈપીઓ 8મી ડિસેમ્બરના રોજ ખુલશે અને 10મી ડિસેમ્બરના રોજ બંધ થશે. આ આઈપીઓ 20મી ડિસેમ્બરના રોજ NSE અને BSE પર લિસ્ટ થઈ શકે છે.

    આ પણ વાંચો: Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીનો IPO 10મી ડિસેમ્બરે ખુલશે, જાણો અગત્યની વિગતો

    કંપની વિશે

    શ્રીરામ પ્રોપર્ટીઝની દક્ષિણ ભારતમાં સારી હાજરી છે. આ કંપનીએ અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પૂર્ણ કર્યાં છે. હાલ કંપનીના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन