Home /News /business /

LIC IPO: એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં? જાણો બજાર વિશ્લેષકોનો અભિપ્રાય

LIC IPO: એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં? જાણો બજાર વિશ્લેષકોનો અભિપ્રાય

એલઆઈસી આઈપીઓ

LIC IPO price: પેટીએમના ઇશ્યૂ બાદ અમુક રોકાણકારોમાં ડર છે. તેઓ તે નક્કી નથી કરી શકતા કે આ ઇશ્યૂમાં રોકાણ કરવું કે દૂર રહેવું. જોકે, માર્કેટ એક્સપર્ટ અને બ્રોકરેજ ફર્મોએ આ ઇશ્યૂને સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે.

નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપની દેશનો સૌથી મોટો આઇપીઓ (Biggest IPO) લઇને આવી રહી છે. આ ઇશ્યૂ 4 મે પહેલા ખુલશે (LIC IPO Open Date) અને 9 મેએ બંધ થશે. સરકાર ઑફર ફૉર સેલ (OFS)માં તેની 3.5 ટકા ભાગીદારી વેચશે. પહેલા 5 ટકા સ્ટેક સેલનો પ્લાન હતો, પરંતુ તેને ઘટાડીને 3.5 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઇશ્યૂના 10 ટકા હિસ્સો પોલિસીહોલ્ડર્સ (LIC Policy Holders) માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. 0.7 ટકા ભાગ એમ્પ્લોય માટે અને 31.25 ટકા ભાગ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ છે. એલઆઇસીના ઇશ્યૂમાં પોલિસીહોલ્ડર્સ, રિટેલ ઇન્વેસ્ટર્સ અને કર્મચારીઓને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે. પોલીસી હોલ્ડર્સને ઇશ્યૂ પ્રાઇઝ પર 60 રૂપિયાની છૂટ મળશે. જ્યારે કર્મચારીઓ અને રિટેલ ઇન્વેસ્ટર્સને 45-45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

રોકાણકારોને સલાહ


પેટીએમના ઇશ્યૂ બાદ અમુક રોકાણકારોમાં ડર છે. તેઓ તે નક્કી નથી કરી શકતા કે આ ઇશ્યૂમાં રોકાણ કરવું કે દૂર રહેવું. જોકે, માર્કેટ એક્સપર્ટ અને બ્રોકરેજ ફર્મોએ આ ઇશ્યૂને સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. બજાર જાણકારોનું કહેવું છે કે, LICનું વેલ્યુએશન અને પ્રાઇઝ આકર્ષક છે. આ ઉપરાંત પોલિસીહોલ્ડર્સ, કર્મચારીઓ અને રિટેલ ઇન્વેસ્ટર્સને પણ છૂટ આપવામાં આવી છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે. તેની માર્કેટ શાખ મજબૂત છે. સરપ્લસ ડિસ્ટ્રીબ્યૂશનના નિયમોમાં પરિવર્તનથી કંપની વધુ નફો કમાઇ શકશે.

વિશ્લેષકોનો અભિપ્રાય


નિર્મલ બેંગ ઇન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝના રિપોર્ટ અનુસાર, કંપનીની લેટેસ્ટ રિપોર્ટેડ એમ્બેડેડ વેલ્યૂ 5.4 લાખ કરોડ રૂપિયા છે. માર્ચ 2021ની સરખામણીમાં તે 4.6 ગણી વધુ છે. તેના કારણે કંપનીની સરપ્લસ ડિસ્ટ્રીબ્યૂશન પોલિસીમાં પરિવર્તન છે. ઇન્ડિયામાં પ્રોટેક્શન ગેપ 83 ટકા છે. તે APAC દેશોમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો: ભારતીય શેર બજાર આજે રહેશે બંધ, જાણો હવે પછી કયા દિવસે બજારમાં રજા રહેશે

એક્સપર્ટ્સનું કહેવું છે કે, આગામી દાયકામાં ઇન્ડિયામાં એનબીપીની CAGR 14-16 ટકા રહી શકે છે. નિર્મલ બેંગ જણાવે છે, ‘માર્કેટમાં એલઆઇસીની પોઝિશન અને નવા પ્રોડક્ટ્સ લોન્ચને જોતા કંપનીને આગળ ઘણો ફાયદો થઇ શકે છે.’ 949 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, આ ઇશ્યૂની વેલ્યૂ કંપનીની એમ્બેડેડ વેલ્યૂના 1.1 ગણી છે. તે પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ કંપનીઓની સરખામણીમાં ઘણી ડિસ્કાઉન્ટેડ છે.

નિર્મલ બેંગે આ ઇશ્યૂમાં રોકાણ કરવાની સલાહ આપી છે. એક્સપર્ટનું કહેવું છે કે સરકારના પ્રયાસોના કારણે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની ગ્રોથ સારી છે. કંપનીઓ પ્રોડક્ટ ઇનોવેશન્સ પર ફોકસ કરી રહી છે. ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. કોવિડ-19માં હેલેથકેરને લઇને જાગૃતિ વધારી છે. તેનો લાભ આવનારા સમયમાં જોવા મળશે.

આ પણ વાંચો: શું એલન મસ્કે ટ્વિટરના નવા CEO શોધી લીધા?

કે.આર. ચોકસીનો અભિપ્રાય


બ્રોકરેજ ફર્મ કે.આર. ચોકસીનું કહેવું છે કે એલઆઇસીનો માર્જીન સ્ટેબલ રહ્યો છે. પ્રોડક્ટ પોર્ટફોલિયો સ્ટ્રેટેજી અને ડિસ્ટ્રીબ્યૂશન મિક્સમાં ડાયવર્સિફિકેશનથી તમામ મોરચે કંપની વધુ સારું પરફોર્મન્સ કરે તેવી શક્યતા છે. આ બ્રોકરેજ ફર્મના ઇન્વેસ્ટર્સનું કહેવું છે કે તેઓ લિસ્ટિંગ ગેઈન્સની સાથે જ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે આ ઇશ્યૂમાં પૈસા લગાવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર