Home /News /business /

Hariom Pipe Industries IPO: હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ભરવો કે નહીં? જાણો આઈપીઓ સંબંધિત તમામ વિગત

Hariom Pipe Industries IPO: હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ભરવો કે નહીં? જાણો આઈપીઓ સંબંધિત તમામ વિગત

હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ

Hariom Pipe Industries IPO: એક એપ્રિલ સુધી હરિઓમ પાઇપનો આઈપીઓ 1.88 ગણો ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 4.66 ગણો ભરાયો છે.

    મુંબઇ. Hariom Pipe Industries IPO: હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ (IPO) શક્રવારે એટલે કે 30 માર્ચના રોજ ખુલ્યો છે. આઈપીઓ પાંચમી એપ્રિલના રોજ બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 144-153 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપની ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે 130.05 કરોડ રૂપિયા એકઠા કરશે. પહેલી એપ્રિલ 2022થી અત્યારસુધી હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1.88 ગણો ભરાયો છે. રિટેલ રોકાણકારોએ આ આઈપીઓમાં પોતાના હિસ્સાના 4.66 ગણી બોલી લગાવી છે. હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાં બોલી લગાવતા પહેલા રોકાણકારોએ અમુક વાતો જાણી લેવી જરૂરી છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Hariom Pipe Industries IPO GMP)


    હાલ અનલિસ્ટેડ માર્કેટમાં હરિઓમ પાઇપનો શેર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ નથી. આથી હરિઓમ પાઇપના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયલ હાલ ઉપલબ્ધ નથી.

    પ્રાઇસ બેન્ડ (Hariom Pipe Industries IPO Price Band)


    કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 144-153 રૂપિયા પ્રતિ શેર રાખી છે.

    કેટલો ભરાયો? (Hariom Pipe Industries IPO Subscription status)


    એક એપ્રિલ સુધી હરિઓમ પાઇપનો આઈપીઓ 1.88 ગણો ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 4.66 ગણો ભરાયો છે.

    આઈપીઓ સાઇઝ (Hariom Pipe Industries IPO Size)


    કંપની 153 રૂપિયાના ઉપરના ભાવ પ્રમાણે આશરે 130.05 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે.

    લૉટ સાઇઝ (Hariom Pipe Industries IPO Lot size)


    રિટેલ રોકાણકારો આઈપીઓમાં લૉટમં બોલી લગાવી શકે છે. એક લૉટમાં 98 શેર હશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લૉટ માટે બોલી લગાવી શકે છે.

    રોકાણની મર્યાદા (Hariom Pipe Industries IPO Minimum Investment)


    એક લૉટ માટે બોલી લગાવનાર રોકાણકારે ઓછામાં ઓછા 14,994 રૂપિયા (₹153 x 98)નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 13 લૉટ માટે બોલ લગાવી શકાય છે. આ માટે 1,94,922 રૂપિયા (₹153 x 98 x 13)નું રોકાણ જરૂરી છે.

    શેરનું અલોટમેન્ટ (Hariom Pipe Industries share allotment)


    હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝના શેરનું અલોટમેન્ટ 8મી એપ્રિલના રોજ થવાની સંભાવના છે.

    લિસ્ટિંગ તારીખ (Hariom Pipe Industries IPO Listing Date)


    હરિ ઓમ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ BSE અને NSE એમ બંને એક્સચેન્જ પર લિસ્ટ થશે. શેરનું લિસ્ટિંગ 13મી એપ્રિલના રોજ થવાની સંભાવના છે.

    આ પણ વાંચો:  એપ્રિલમાં આ પાંચ નાણાકીય બાબતો પર આપો ખાસ ધ્યાન

    શું તમારે પૈસા લગાવવા જોઈએ?


    મારવાડી ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ એનાલિસ્ટ સૌરભ જોશીએ જણાવ્યું કે, "હરિફોની સરખામણી કંપનીને હાંસલ કૉસ્ટનો લાભ અને સારી વેલ્યૂએશનને જોતા અમે આ આઈપીઓને (સતર્કતા સાથે) ભરવાની સલાહ આપીએ છીએ."

    હેમ સિક્યોરિટીઝ તરફથી પણ આવી જ સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે, "કંપનીનું નાણાકીય પ્રદર્શન અને વેલ્યુએશનને જોતા આ ઇશ્યૂ સારો લાગી રહ્યો છે. અમે ઇશ્યૂને ભરવાની સલાહ આપીએ છીએ."

    કંપનીની પ્રોફાઇલ


    હૈદરાબાદ સ્થિત હરિઓમ પાઇપ (Hariom Pipe) માઇલ્ડ સ્ટીલ, પાઇપ્સ, સ્કાફફોલ્ડિંગ, એચઆર સ્ટ્રિપ્સ, એમએસ બિલેટ્સ અને સ્પંજ આયર્ન અને સ્ટીલની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. કંપની 1400થી વધારે ડિસ્ટ્રીબ્યૂટર્સ અને ડીલર્સ મારફતે હરિઓમ પાઇપ્સ બ્રાન્ડના નામે ભારતના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં એમએસ પાઇપ્સનું વેચાણ કરે છે.

    આ પણ વાંચો: આ છ જગ્યાએ તમારા નાણાં રહેશે 100% સુરક્ષિત

    નાણાકીય સ્થિતિ


    નાણાકીય વર્ષ 2021 દરમિયાન કંપનીની કુલ આવક 254.82 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2020માં કંપનીની આવક 161.15 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન કંપનીનો નફો 15.13 કરોડ રૂપિયા હતો, જે આગળના એટલે કે 2020ના વર્ષમાં 7.90 કરોડ રૂપિયા હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર