Home /News /business /

SIP Tips: Russia-Ukraine યુદ્ધથી શેર બજાર બેહાલ, SIPમાં રોકાણ યથાવત રાખવું કે બહાર નીકળી જવું?

SIP Tips: Russia-Ukraine યુદ્ધથી શેર બજાર બેહાલ, SIPમાં રોકાણ યથાવત રાખવું કે બહાર નીકળી જવું?

એસઆઈપીમાં રોકાણ

SIP Tips: આ યુદ્ધના સંભવિત પરિણામોથી વૈશ્વિક બજારોમાં ભારે ઉથલપાથલ મચી છે. અત્યારે જે રીતે દુનિયા કામ કરી રહી છે, તેનાથી કોઈ પણ વ્યક્તિ માટે મોટી વૈશ્વિક ઘટનાથી બચવું લગભગ અશક્ય છે.

નવી દિલ્હી: છેલ્લાં બે વર્ષ કોવિડ મહામારી (Covid-19 Pandemic)ના કારણે રોલર-કોસ્ટર રાઇડ રહી છે. હજુ વિશ્વ કોરોનામાંથી બહાર આવ્યું ન્હોતું કે, આપણે પૂર્વીય યુરોપમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia-Ukraine War)ના પરીણામો ભોગવી રહ્યા છીએ. માર્ચના પ્રથમ સપ્તાહ સુધી કોઈને ખબર નથી કે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થશે કે હજુ લાંબો સમય ચાલશે કે પછી વિશ્વના અન્ય દેશો પણ તેમાં સામેલ થશે. આ અનિશ્ચિત પરિસ્થિતિને જોતા રોકાણકારો (Investors)એ શું કરવું જોઇએ? રોકાણના આયોજન (Investment Strategy)માં કોઇ ફેરફાર કરવા જોઇએ?

યુદ્ધ અને કટોકટીના નાણાકીય ઇતિહાસ પર નજર

આ યુદ્ધના સંભવિત પરિણામોથી વૈશ્વિક બજારોમાં ભારે ઉથલપાથલ મચી છે. અત્યારે જે રીતે દુનિયા કામ કરી રહી છે, તેનાથી કોઈ પણ વ્યક્તિ માટે મોટી વૈશ્વિક ઘટનાથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ જો તમે એક ડગલું પાછળ હટીને યુદ્ધો અને કટોકટીના નાણાકીય ઇતિહાસ પર નજર નાંખો, તો એક વાત સ્પષ્ટ છે કે, જ્યારે આ આંકડાકીય રીતે દુર્લભ અને ટૂંકાગાળામાં ઘણી અસ્થિરતાનું કારણ બને છે, ત્યારે લગભગ હંમેશા મજબૂત રિકવરી આવે છે, જે ઇક્વિટી બજારોને નવજીવન અને ઊંચાઇ તરફ લઇ જાય છે.

તાજેતરનો ઇતિહાસ આવા ઘણા ઉદાહરણોથી ભરેલો છે:

1997-98ની એશિયન ડેટ કટોકટી દરમિયાન, સેન્સેક્સ ગણતરીના મહિનાઓમાં 4000થી ઘટીને 2700 પર આવી ગયો હતો. પરંતુ ત્યાંથી ઇન્ડેક્સ વધીને લગભગ 5900ની સપાટીએ પહોંચ્યો હતો, જે નીચા પોઇન્ટ કરતાં બમણાથી વધુ હતો.

2000માં ડોટકોમ ક્રેશ અને 2001માં 9/11ના હુમલાની બેવડી અસર થઈ હતી. 5900ની અગાઉની ઊંચી સપાટીથી સેન્સેક્સ ઘટીને 2600ની સપાટી પર આવી ગયો હતો. પરંતુ જે લોકોએ તે મુશ્કેલ સમયગાળા દરમિયાન રોકાણ કર્યું હતું, તેમને સારો એવો રિવોર્ડ મળ્યો હતો. કારણ કે 2003-2007ની ગ્રેટ ઇન્ડિયન બુલ રનને કારણે સેન્સેક્સ 21,000ને પાર કરી ગયો હતો.

તમારા પૈકી ઘણાને વૈશ્વિક ધીરાણ કટોકટીને કારણે 2008-09ની મંદીનો અનુભવ થયો હશે. 21,000ની ઊંચી સપાટીથી એક જ વર્ષમાં સેન્સેક્સ ઘટીને 8,000 થયો હતો. પરંતુ ત્યાંથી 2019 સુધીમાં 40,000 સુધીનો વધારો લગભગ એક અવિશ્વનીય સફર હતી.

હાલનું જ ઉદાહરણ લઇએ તો, કોરોના મહામારીએ બજારોમાં ભારે કડાકા લાવ્યા, જે માત્ર એક મહિનામાં (માર્ચ 2020) 30-40 ટકા ઘટ્યા. થોડા અઠવાડિયામાં સેન્સેક્સ ઘટીને 25,000 થઈ ગયો. પરંતુ ફરી એકવાર ત્યાંથી ઉછળીને થોડા જ મહિનામાં 62,000ની સપાટીએ પહોંચી ગયો હતો.

કટોકટીના સમયમાં, રોકાણકારોને બજારના ભાવિ વિશે શંકા થવા લાગે છે અને કેટલીકવાર એવું વર્તન કરે છે કે જાણે તેઓ જાણતા નથી કે ત્યાં ક્યારેય રિકવરી થશે કે નહીં. પરંતુ માર્કેટ હંમેશા રિકવરી કરે છે અને જ્યારે માર્કેટમાં રિકવરી આવે છે, ત્યારે રોકાણકારોને ખૂબ સારો રીવોર્ડ મળે છે.

તમારું રોકાણ ચાલુ રાખો

માર્કેટે ઘણા યુદ્ધ, ભૌગોલિક અને રાજકીય સંકટો જોયા છે. પરંતુ હંમેશા માર્કેટ ફરી ઉછળ્યું છે. આ વખતે પણ તેનાથી અલગ સ્થિતિ ન હોઇ શકે. હાલ માર્કેટ વિશે ઘણા નકારાત્મક અહેવાલો આવી રહ્યા છે અને માર્કેટની સ્થિતિ પણ થોડા શંકાસ્પદ છે, ત્યારે રોકાણાકોરમાં પણ એક શંકા અને ચિંતાનો માહોલ છે. પરંતુ તમારે આ ચિંતાને નજરઅંદાજ કરવાની છે. બજારોની અસ્થિરતાને નેવિગેટ કરો છો ત્યારે માર્ગદર્શન માટે નીચે જણાવેલા પોઇન્ટ ધ્યાનમાં રાખો.

માર્કેટમાં રિકવરી

અહેવાલોની હેડલાઇન્સથી ગભરાઇ જવાની જરૂર નથી. જો તમે બજારના ઇતિહાસનો થોડો અભ્યાસ કરો અને જ્યારે નેગેટિવ સમાચારોનો પ્રવાહ બંધ થાય ત્યારે શું થાય છે, તો તમે જોશો કે બજારો દરેક કટોકટીમાંથી હંમેશા સ્માર્ટ રીતે રીકવર થયા છે.

વધુ ખરીદી માટેનો અવસર

વિનસ્ટોન ચર્ચિલે કહ્યું હતું કે, સારા સંકટને ક્યારેય વ્યર્થ ન જવા દો. આ વિચાર રોકાણની દ્રષ્ટિએ એકદમ બંધ બેસે છે. તેથી, જો તમે લાંબા ગાળાના લક્ષ્યો માટે રોકાણ કરી રહ્યાં છો, તો હંમેશની જેમ રોકાણ કરવાનું ચાલુ રાખો. તમારી રોકાણ વ્યૂહરચનામાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. હકીકતમાં, ઇક્વિટી બજારોમાં ઘટાડો નીચલા સ્તરે રોકાણ કરવાની સારી તક પૂરી પાડે છે.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોનાની કિંમતમાં દરરોજ ઉછાળો

લાંબા સમયનો વિચાર

કોઇ પણ નથી ઇચ્છતું કે યુદ્ધ અને અન્ય સંકટની સ્થિતિઓ યથાવત રહે. જો આ સ્થિતિ વધુ રહેશે તો માર્કેટની સ્થિતિ હજુ પણ બગડી શકે છે. પરંતુ એક્યુમ્યુલેશનના તબક્કામાં રોકાણકારો માટે આશીર્વાદ રૂપ બનશે.

તમારા ઉદ્દેશો પર ધ્યાન કેન્દ્રિત રાખો

અત્યારે મોટાભાગના રોકાણકારોનો પોર્ટફોલિયો ડાઉન છે. અને એવું કંઈ નથી કે તે વધુ નીચે નહીં જાય. પરંતુ, ઇતિહાસ દર્શાવે છે કે આ ઘટનાઓની બજારોના લાંબાગાળાના માર્ગ પર ટૂંકાગાળાની અસર પડે છે. તેથી તમારે પોતાને લાંબા ગાળા સુધી રોકાણ કરવા માટે હંમેશા પ્રેરિત રાખવા.

આ પણ વાંચો:  રેટિંગ એજન્સી ક્રેડિટ સુઈસે ભારતનું રેટિંગ ઘટાડ્યું

તેથી, જો તમે SIP દ્વારા તમારા લક્ષ્યો માટે રોકાણ કરી રહ્યાં છો, તો તેને ચાલુ રાખો. જો તમારી પાસે નવી સરપ્લસ હોય, તો ધીમે ધીમે તેને ઈક્વિટીમાં રોકાણ કરવાનું વિચારો. સાથે જ તમારું એસેટ અલોકેશન તપાસો અને જો બજારોમાં ઘટાડાથી ઇક્વિટીના પ્રમાણમાં ઘટાડો થયો હોય તો તેને રીબેલેન્સ કરો.
First published:

Tags: Investment, Mutual funds, Share market, SIP, Stock market

આગામી સમાચાર