નવી દિલ્હી: કોરોના નામના વાયરસે આખી દુનિયાને હેરાન પરેશાન કરી નાખી હતી. આ મહામારીએ જીવન કેટલું અનિશ્ચિત છે તે સમજાવ્યું છે. વ્યક્તિએ હંમેશા તેના પરિવારના સભ્યોની આર્થિક સુરક્ષા (Social security)ની વ્યવસ્થા કરવી જોઈએ તેનું ભાન પણ કરાવ્યું છે. પરિવારના વડાની ખોટ ક્યારેય પૂરી ન થઈ શકે, પરંતુ જો તેમના ગયા પછી પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય રહે તો આનાથી વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં. આ જ કારણ છે કે, 2020 પછી ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન (Term insurance plans)ની ખૂબ ચર્ચામા છે.
આવા કેસમાં પોલિસી લેપ્સ (Policy laps) થઈ જાય તો પોલિસીને રિવાઇવ કરવી અથવા નવી ખરીદવી ફાયદાકારક છે કે કેમ? તે અંગે મનીકંટ્રોલને પોલિસીબઝાર ડોટ કોમના બિઝનેસ હેડ સજ્જા પ્રવીણે અગત્યની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, બંને અલગ-અલગ પરિસ્થિતિઓ પર આધાર રાખે છે.
પોલિસી લેપ્સ શું? (What is policy laps)
જો કોઈ કારણોસર તમે તમારા ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ સમયસર ચૂકવી શકતા નથી તો તે પોલિસી લેપ્સ થઈ ગણાશે પરંતુ આ માટે કેટલિક શરતોને સમજવી જરૂરી છે. જો તમે નિયત તારીખ પહેલાં પ્રીમિયમની ચૂકવણી ન કરો તો કંપનીને 15-30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. જો તે ગ્રેસ પીરિયડમાં પણ પ્રીમિયમ ચૂકવવામાં ન આવે તો જ પોલિસી લેપ્સ થઈ જાય છે.
પોલિસીને કેવી રીતે રિવાઈવ કરવી? (How to revive lapsed policy)
જો ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લેપ્સ થઈ જાય તો તમે તેને 5 વર્ષની અંદર (ન ચૂકવેલ પ્રીમિયમથી શરૂ કરીને) ગમે ત્યારે રિવાઈવ કરી શકો છો. લેપ્સ પોલિસીને રિવાઈવ કરવા માટે તમારે અત્યાર સુધી ન ચૂકવેલ તમામ પ્રીમિયમ અને તેના પર લાગુ થતું વ્યાજ અને ટેક્સ ચૂકવવો પડશે. જો પોલિસીના નિયમો અને શરતોમાં હોય તો તમારે પેનલ્ટી અને રિવાઈવલ ચાર્જ પણ ચૂકવવા પડશે.
જો તમારી પોલિસી લેપ્સ થયાને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો હોય તો તમારે ફરીથી અગાઉ કરેલ તમામ મેડિકલ ટેસ્ટ પણ કરાવવા પડશે. જોકે અમુક સ્કીમમાં તમને અમુક ચાર્જિસમાં થોડી છૂટ પણ આપવામાં આવે છે.
પોલિસી લેપ્સ થયા પછી જો કોઈને ફરીથી એવું લાગે કે પોલિસી હોવી જરૂરી જ છે તો તેની પાસે 2 વિકલ્પો છે. પહેલું કે જૂની પોલિસીને રિ-એક્ટિવેટ કરવી અથવા રિવાઇવ કરવી અને બીજો કે નવી પોલિસી લેવી. તેથી અહીં એ સમજવું જરૂરી છે કે કઈ પરિસ્થિતિઓમાં તેને રિવાઈવ કરવી સારી છે કે અને કઈ પરિસ્થિતિઓમાં નવી પોલિસી લઈ શકાય છે.
પોલિસીને રિવાઈવ કરતી વખતે ન ચૂકવેલ પ્રીમિયમ સાથે અન્ય ઘણા બધા ચાર્જિસ પણ ચૂકવવાના રહે છે. જ્યારે નવી પોલિસી મેળવવી પણ એકંદરે મોંઘી પડશે. નવી પોલિસીનો અર્થ એ છે કે તમારે પહેલા કરતાં અત્યારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે અને ભવિષ્યમાં પણ તે જ પ્રીમિયમ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે.
આવી સ્થિતિમાં જો તમારી પોલિસી થોડા સમય માટે લેપ્સ થઈ ગઈ હોય તો નવી પોલિસી લઈ શકાય છે, કારણ કે પ્રીમિયમમાં બહુ ફરક નહીં પડે. પરંતુ જો તમારી પોલિસી ઘણી જૂની હતી અને તે લેપ્સ થઈ ગઈ હોય તો નવી પોલિસી લેવામાં તમને નુકસાન થશે. આવી સ્થિતિમાં તમારે જૂની પોલિસીને રિવાઈવ કરવી જોઈએ. જો તમે નવી પોલિસી લેવાનું જ વિચારી રહ્યા છો તો તમારે વિવિધ કંપનીઓના પ્રીમિયમ અને તેની સર્વિસની પણ તુલના કરવી જોઈએ.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર