Home /News /business /વધતાં વ્યાજ દર વચ્ચે કટકે કટકે હોમ લોન ભરવી કે પછી એક સાથે પતાવટ કરવી?
વધતાં વ્યાજ દર વચ્ચે કટકે કટકે હોમ લોન ભરવી કે પછી એક સાથે પતાવટ કરવી?
પોલસી રેટમાં સતત થતા વધારા વચ્ચે શું તમારે તમારા હોમલોનની પૂર્વ ચૂકવણી કરવી જોઈએ? અહીં જાણો
Should you repay your home loan now: રિઝર્વ બેંક દ્વારા સતત વ્યાજ દરોમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં જ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રિય બેંકે રેપો રેટમાં વધારો કર્યા પછી તમામ નાની મોટી બેંકોએ પોતાના વ્યાજ દરોમાં ફેરફાર કર્યા છે. જોકે આ સમયે તમારે લોનની પતાવટ કરવી જોઈએ કે હાલ રાહ જોવી જોઈએ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India, RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikant Das) રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (bps) વધારો (hike in the repo rate) કરીને 6.50 ટકા કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 8 ફેબ્રુઆરીએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps) ના વધારાની જાહેરાત કર્યા બાદ બાદ હોમ લોન લેનારાઓની તકલીફ વધી ગઈ છે. જણાવી દઈએ કે પોલિસી રેટમાં આ સતત છઠ્ઠો વધારો છે, મે 2022થી આ દર વધીને 250 થઈ ગયો છે.
પરિણામે, લોન લેનારાઓના સમાન માસિક હપ્તા (EMIs) જે પહેલાથી જ નોંધપાત્ર રીતે વધી ગયા છે, તેમાં હજી પણ વધારો થશે.
એન્ડ્રોમેડા સેલ્સ અને લોન વિતરણ પ્લેટફોર્મ અપનાપૈસા.કોમના એક્ઝિક્યુટિવ ચેરમેન વી સ્વામીનાથને જણાવ્યું હતું કે, આજે દરમાં 25 બીપીએસના વધારો ઈએમઆઈમાં લગભગ 2-4 ટકા વધારો કરશે. લોન લેનારાઓએ તેમની લોન ચૂકવવા માટે વધારાના નાણાં ખર્ચવા પડશે અથવા તેમના લોનની મુદત લંબાવવી પડશે.
એન્ડ્રોમેડાની ગણતરી મુજબ, જો લોનની મુદ્દતને બદલવામાં ન આવે તો મે 2022માં 7 ટકાના દરે રૂ. 70 લાખની 20 વર્ષની હોમ લોન માટેની ઈઅમઆઈ દર મહિને રૂ. 10,978 વધીને રૂ. 65,249 પ્રતિ માસ થશે, જે હાલના હોમ લોનના વ્યાજ દરને ધ્યાનમાં લેતાં 9.5 ટકા થશે. આ કાર્યકાળ ઈએમઆઈમાં 20 ટકાનો વધારો છે.
ઘણા લોન લેનારાઓ ઈએમઆઈમાં આવા વધારાથી પરેશાની અનુભવે તેવી શક્યતા છે, પ્રશ્ન એ છે: શું લોનને પ્રીપે કરવું યોગ્ય છે?
લોનની પૂર્વ ચુકવણી કરવી એટલે તમારી હોમ લોનને તેના કાર્યકાળ પહેલા આંશિક અથવા સંપૂર્ણ રીતે ચૂકવવું. પાર્ટ-પ્રીપેમેન્ટ ઈએમઆઈ અને મુદત ઘટાડવામાં મદદ કરે છે.
એક વર્ષમાં 20 ટકાથી વધુ નો ઈએમઆઈ આ પ્રકારનો તીવ્ર વધારો ઉધાર લેનારના કેશ ફ્લોને અસર કરી શકે છે અને અને તેને જોખમમાં મૂકે છે. તે માસિક ખર્ચ અને અન્ય રોકાણ પ્રતિબદ્ધતાઓનું સંચાલન કરવા માટે હાથમાં ઓછા રોકડ તરફ દોરી શકે છે.
બેન્કબઝાર.કોમના સીઈઓ અધિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, લોન લેનારાઓએ પ્રિપેમેન્ટ્સ કરવા જરૂરી છે કારણ કે વ્યાજ દરોમાં ઝડપથી વધારો થતાં તમારા ઉધારના ખર્ચને નિયંત્રિત કરવાનો આ એકમાત્ર રસ્તો છે. 15 વર્ષની લોન માટે 1 લાખ દીઠ ઈએમઆઈ રૂ. 145 વધી ગઈ છે. જો ઈએમઆઈ ન વધે, તો 180 મહિનાની મુદત વધીને 270 મહિના થઈ જાય છે અને તે લગભગ 7.5 વર્ષ છે.
સ્વામીનાથનના મતે, ઉધાર લેનારાએ પહેલા તેની વર્તમાન નાણાકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
“શું તમે તમારી હાલની હોમ લોન ઈએમઆઈ આરામથી ચૂકવી રહ્યા છો? શું તમે આ ઈએમઆઈ સાથે તમારી નાણાકીય અને કટોકટીની જરૂરિયાતોનું સંચાલન કરી શકો છો? સ્વામીનાથને ઉમેર્યું, જો તમે તમારી હોમ લોન પ્રીપે કરવાની યોજના ઘડી રહ્યા હો, તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. તેથી, પહેલા તમારી નાણાકીય જવાબદારીઓને પ્રાથમિકતા આપવી અને પછી પુન:ચુકવણીમાં વધારાના ફંડની ફાળવણી કરવી એ સમજદારીભર્યું પગલું છે.
રોકાણઓનુ લિક્વિડેશન
મોટા ભાગના લોન લેનારાઓને જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે મુખ્ય સમસ્યા છે કે પ્રીપેમેન્ટ કરવા માટે સરપ્લસ ફંડ નથી. આવા કિસ્સાઓમાં, તેમાંના મોટા ભાગના લોકો માટે એકમાત્ર વિકલ્પ એ છે કે તેઓ ફંડ જનરેટ કરવા અને લોનની પૂર્વ ચુકવણી કરવા માટે તેમના રોકાણોને રિડીમ કરે. પરંતુ શું આ યોગ્ય નિર્ણય છે? Ladder7 ફાઇનાન્શિયલ એડવાઇઝરીઝના સ્થાપક સુરેશ સદાગોપનના જણાવ્યા અનુસાર, જ્યારે હોમ લોનના વ્યાજ દર 9 ટકાથી ઉપર છે, તે હજુ પણ અન્ય લોન કરતાં ઘણા ઓછા છે.
સદાગોપને જણાવ્યું હતું કે, ફંડની ઉપલબ્ધતાને આધારે પૂર્વચુકવણી કરી શકાય છે. રોકાણને લિક્વિડેટ કરવાનો કોઈ અર્થ ન હોઈ શકે કારણ કે રોકાણો અનુરૂપ રીતે વધુ વળતર પણ આપે છે. જો કે, નાણાકીય સલાહકાર ફર્મ હમ ફૌજી ઇનિશિયેટિવ્સના સીઇઓ સંજીવ ગોવિલા એક અલગ પરિપ્રેક્ષ્ય ધરાવે છે.
ગોવિલાએ જણાવ્યું હતું કે, “પોતાના રોકાણ પર સતત 9 ટકા કમાણી કરવા માટે ઘણી નાણાકીય સમજણ અને લાંબા ગાળાના આયોજનની જરૂર પડે છે. ઇક્વિટી જેવી વૃદ્ધિની અસેટ્સમાં લાંબા ગાળાના અને જાણકાર રોકાણકાર સિવાય તે કોઈ અન્ય માટે ચોક્કસપણે સરળ નથી. તેથી, જો તમારું પોતાનું રોકાણ ટેક્સ પછીના આ દર કરતાં ઓછી કમાણી કરતું હોય, તો આવા રોકાણોમાંથી હોમ લોનની ઓછામાં ઓછી અમુક ભાગની પૂર્વ ચુકવણી કરવી યોગ્ય છે.
ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફર્મ ઇન્ટરનેશનલ મની મેટર્સના સીઇઓ લોવાઇ નવલખીએ જણાવ્યું હતું કે તમારે તમારા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી ફંડ રિડીમ કરવું જોઈએ કે ઇક્વિટી રોકાણ તમારી એસેટ ફાળવણી અને રોકડ પ્રવાહની જરૂરિયાતો પર નિર્ભર રહેશે.
વધુમાં તે કહે છે કે, તમે રિપેમેન્ટ માટે ફંડ કાઢી નાખો તે પછી અલોકેશન તમારી રિસ્ક પ્રોફાઇલ મુજબ હોવી જોઈએ. ઉપરાંત, જો ટૂંકા ગાળામાં અન્ય કોઈ ગોલ્સ માટે લિક્વિડિટીની જરૂર હોય તો તે પણ મળવી જોઈએ.
શેટ્ટી સલાહ આપે છે કે, તમારા રોકાણોને તોડવામાં અને પ્રીપેમેન્ટ કરવામાં ઉતાવળ કરશો નહીં. તેના બદલે, તેની માટે યોગ્ય યોજના બનાવો. તમારી નાણાકીય પરિસ્થિતિને સૌથી વધુ અનુકૂળ આવે તેના આધારે તમે તેને અલગ અલગ યોજના કરી શકો છો. અહીં મહત્વનું એ છે કે તમે તેને આયોજિત અને સંરચિત રીતે કરો જેથી કરીને તમારી નાણાકીય ખેંચ કે અછત ન આવે અને તેની સાથે જ તમારી લોન પર પણ બચત કરો."
ઊંચો વ્યાજ દર અને પૂર્વચુકવણી માટે ફંડની ઉપલબ્ધતા ઉપરાંત, અન્ય પરિબળો પણ છે જેનું મૂલ્યાંકન કરવું જોઈએ.
સ્વામીનાથને જણાવ્યું હતું કે, હોમ લોન લેવાનો સૌથી મહત્વનો ફાયદો તમને મળતા ટેક્સ બેવિફિટ છે. તમને કલમ 80C હેઠળ મૂળ ચુકવણી પર રૂ. 1.5 લાખ સુધીની કપાત અને કલમ 24(b) હેઠળ વ્યાજની ચુકવણી પર રૂ. 2 લાખ સુધીની કપાત સાથે રૂ. 5 લાખ સુધીના ટેક્સ બેનિફિટ મળે છે. વધુમાં કલમ 80EEA હેઠળ હોમ લોનના વ્યાજ પર પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે રૂ. 1.5 લાખ સુધીની વધારાની ટેક્સ ડિડક્શન ઉપલબ્ધ છે.
સાથે જ તે જણાવે છે કે, આવી સ્થિતિમાં તમારી ટેક્સ પ્લાનિંગની જરૂરિયાતને કેવી રીતે અસર કરે છે તે જાણવું હિતાવહ છે. જો કે, બજેટ 2023ની દરખાસ્તો સૂચવે છે કે ટેક્સ ડિડક્શન સાથેની જૂની ટેક્સ વ્યવસ્થા આખરે નિરર્થક બની જશે અને તમે કપાતનો દાવો કાયમ માટે ચાલુ રાખી શકશો નહીં. જો તમે લોનની પૂર્વ ચૂકવણી કરી શકો છો તો તે તમારા માટે ઘણું જ ફાયદાકારક છે. આવું કરવાથી તમારા માથે એક લોનનુ દેવું ઓછું થશે જે તમને ભવિષ્યના ફાઈનાન્શિયલ પ્લાનિંગ માટે ઉપયોગી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર