Home /News /business /

શું ઇક્વિટીમાં જ તમામ રોકાણ કરવું યોગ્ય છે? જાણો, તમારા તમામ સવાલોના જવાબ એક ક્લિકમાં

શું ઇક્વિટીમાં જ તમામ રોકાણ કરવું યોગ્ય છે? જાણો, તમારા તમામ સવાલોના જવાબ એક ક્લિકમાં

ઇક્વિટીમાં રોકાણ

Investment tips: ઇક્વિટી બજારોના તમામ વિભાગો એક જ સમયે સારું પ્રદર્શન કરતા નથી. અમુક સમયે લાર્જ-કેપ્સ સારો દેખાવ કરશે, અન્ય સમયે મિડ-કેપ તમને આકર્ષક વળતર આપશે.

નવી દિલ્હી: તમે ઘણી વખત લોકોને એવું પૂછતા સાંભળ્યા હશે કે, “જ્યારે હું ઇક્વિટીમાં રોકાણમાંથી (Investment in Equity) 10-12 ટકા (અથવા તો 15 ટકા) મેળવી શકું છું, તો શું ડેટમાં રોકાણ કરવાનો કોઈ અર્થ છે ખરો? ખાસ કરીને લાંબાગાળાના ગોલ્સ (Long Term Goals) માટે." આપણે બધા જાણીએ છીએ કે રોકાણને જોવાની સૌથી રસપ્રદ રીત છે કે ઇક્વિટી ઊંચા ફુગાવાને (high, inflation-beating) હરાવી દે છે અને લાંબાગાળે સૌથી વધુ ટેક્સ-એફિશિએન્ટ વળતર (tax-efficient returns) આપે છે. પરંતુ શું તેનો અર્થ એવો છે કે આપણે એક જ જગ્યાએ એટલે કે ઇક્વિટીમાં જ બધુ રોકાણ (100 Percent Investment in Equity) કરી દેવું જોઇએ. ચાલો આ સવાલનો જવાબ બે રીતે જાણીએ.

શું તમારા પૈસાનું 100 ટકા ઇક્વિટીમાં રોકાણ કરવું યોગ્ય છે? અથવા શું ઓછામાં ઓછું શરૂઆતમાં તમારા 100 ટકા પૈસા ઇક્વિટીમાં રોકાણ કરવું અને પછી ઇક્વિટી એલોકેશનમાં ઘટાડો કરવો યોગ્ય છે? સૌ પ્રથમ ટૂંકાગાળાના લક્ષ્યાંકો વિશે વાત કરીએ.

ટૂંકા ગાળાના ધ્યેયો માટે ઇક્વિટી બેકફાયર કરી શકે:


લાંબાગાળાના ઇક્વિટી અલોકેશન પહેલા તે જાણવું જરૂરી છે કે, શોર્ટ ટર્મ ગોલ્સ માટે ઇક્વિટીને નજરઅંદાજ કરવામાં જ સમજદારી છે. એસેટ અલોકેશન અંગે નિર્ણય લેતા પહેલા ધ્યાનમાં લેવાની મુખ્ય બાબત છે તમારા લક્ષ્યની સમય રેખા છે. સાથે જ કોઈપણ ગોલ કે જેમાં રોકાણનો ટૂંકો સમયગાળો હોય તેમાં ઇક્વિટીનું જોખમ લેવા યોગ્ય નથી. ખાસ કરીને કોર્પસના મોટા ભાગ પર તો નહીં જ. જો તમે તમારા ટૂંકાગાળાના ધ્યેયો માટે ઇક્વિટીમાં રોકાણ કરો છો તો તમે જાણી જોઈને અથવા અજાણતાં એક મોટું જોખમ લઈ રહ્યા છો અને રિસ્ક-રિવોર્ડ રેશિયો તમારા માટે અનુકૂળ ન પણ હોઈ શકે. હવે સૌથી વધુ થતા સવાલોના જવાબ જાણીએ.

શું તમામ પૈસા ઇક્વિટીમાં રોકવા યોગ્ય છે?


હા. જેમની પાસે ખૂબ જ લાંબો રોકાણ સમયગાળો (15+ વર્ષ) છે અને વચ્ચેના વર્ષોમાં આવતી અસ્થિરતાને જાળવી પણ શકે છે, તેમના માટે ઇક્વિટીમાં 100 ટકા રોકાણ કરવું યોગ્ય છે. પરંતુ ઇક્વિટી રોકાણ ખૂબ જ અસ્થિર રહી શકે છે. જ્યારે કરેક્શન્સ આવે છે, ત્યારે માર્કેટમાં રોકાણનો દાયકાઓનો અનુભવ ધરાવતા રોકાણકારોને પણ વિચારવા પર મજબૂર કરી દે છે. તેથી 100 ટકા ઇક્વિટી ધરાવતો પોર્ટફોલિયો નબળી ક્ષમતા ધરાવતા લોકો માટે સલાહભર્યો નથી.

આ પણ વાંચો: TCSથી લઈને Infosys, આજે (5 મે) આ 20 શેરમાં કરો મોટી કમાણી 

શું લાંબા ગાળાના ધ્યેયોના પ્રારંભિક વર્ષો દરમિયાન 100 ટકા ઇક્વિટી યોગ્ય છે?


જો તમારું રિસ્ક એપેટાઇટ સારું છે તો તમે કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે તમારા નવજાત બાળકના ઉચ્ચ શિક્ષણ માટે 17 વર્ષના સમયગાળામાં રોકાણ કરવાનું શરૂ કરી રહ્યા છો. પછી જો તમે બજારના ઉતાર-ચઢાવ અંગે તૈયાર છો તો તમે લક્ષ્ય માટે 100 ટકા ઇક્વિટીથી શરૂઆત કરી શકો છો.

થોડાં વર્ષો સુધી ફુલ-થ્રોટલ ઇક્વિટી ચલાવ્યા પછી જ્યારે કોર્પસ મોટું થઈ જાય છે અને તમે વધુ સમય અને રોકાણ માટે તૈયાર નથી, ત્યારે યોગ્ય એસેટ એલોકેશન દ્વારા ઇક્વિટી ફાળવણીમાં ઘટાડો કરવાનું શરૂ કરવાનો અને તમારા પોર્ટફોલિયોમાં થોડી સ્થિરતા (દેવા દ્વારા) લાવવાનો સમય યોગ્ય ગણાશે.

ઉદાહણ તરીકે...


0-7 વર્ષ – 100 ટકા ઇક્વિટી
8-12 વર્ષ – 80 ટકા ઇક્વિટી
12-15 વર્ષ – 60 ટકા ઇક્વિટી
16-18 વર્ષ – 0-30 ટકા ઇક્વિટી

આ પણ વાંચો: અમેરિકામાં પણ વ્યાજદરમાં તોતિંગ વધારો, યૂએસ માર્કેટમાં જોરદાર તેજી

100 ટકા ઇક્વિટીને યોગ્ય રીતે વિભાજીત કરો


આ સૌથી મહત્વની બાબત છે. ઇક્વિટી બજારોના તમામ વિભાગો એક જ સમયે સારું પ્રદર્શન કરતા નથી. અમુક સમયે લાર્જ-કેપ્સ સારો દેખાવ કરશે, અન્ય સમયે મિડ-કેપ તમને આકર્ષક વળતર આપશે. એ જ રીતે, જુદા જુદા સેક્ટર્સ જુદા જુદા સમયે સારો દેખાવ કરશે. તેથી જો તમે 100 ટકા ઇક્વિટી અલોકેશન સાથે શરૂઆત કરો છો, તો પણ ખાતરી કરો કે તમે લાર્જ-કેપ્સ, મિડ-કેપ્સ, વિવિધ સેક્ટર્સમાં યોગ્ય રીતે ડાયવર્સિફાઇ કરો છો.
First published:

Tags: Investment, Share market, Stock market

આગામી સમાચાર