Home /News /business /ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર નાણાંકીય સલાહ આપતા ઇન્ફ્લુએન્સર્સ પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં?
ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર નાણાંકીય સલાહ આપતા ઇન્ફ્લુએન્સર્સ પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં?
ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર નાણાંકીય સલાહ આપતા ઇન્ફ્લુએન્સર્સ પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં?
આજકાલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો જમાનો છે. તેમાં પણ રોકાણકારોમાં ‘ઇન્ફ્લુએન્સર’ શબ્દ ખૂબ જ ફેમસ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોકમાં રોકાણ સહિત પર્સનલ નાણાંના રોકાણ અંગે સલાહ આપવામાં આવે છે. જોકે આ રીતે રુપિયા રોકાય કે નહીં?
રોકાણકારોમાં ‘ઇન્ફ્લુએન્સર’ શબ્દ ખૂબ જ ફેમસ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોકમાં રોકાણ સહિત પર્સનલ નાણાંના રોકાણ અંગે સલાહ આપવામાં આવે છે. જોકે,સોશિયલ મીડિયા પર જે પણ રોકાણ અંગેની સલાહ આપવામાં આવે છે, તેઓ અધિકૃત રીતે રજિસ્ટર્ડ અને SEBIના સલાહકાર હોતા નથી. SEBIએ ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે, આ નાણાંકીય સલાહકારો વિશે જાણકારી મેળવવા માટે એક ફ્રેમવર્કનું સેટઅપ કરવામાં આવશે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં તે અંગે નિષ્ણાંતોએ વિગતવાર જાણકારી આપી છે.
ફિનનેટ મીડિયાના ક્રિએટર & ફાઉન્ડર આયુષ શુક્લાએ જાણકારી આપી છે કે, પૈસા એક મહત્ત્વપૂર્ણ સંપત્તિ છે અને સાવચેતીથી તેનું રોકાણ કરવું જોઈએ. ઈન્સ્ટાગ્રામમાં અનેક લોકો જાણકારી મેળવીને પોસ્ટ કરે છે, તો અનેક લોકો માત્ર કોપી-પેસ્ટ કરીને જાણકારી શેર કરે છે. જાણકારીનું વેરિફિકેશન કરવું જરૂરી છે. રોકાણ માટે ક્રિએટર પાસેથી જાણી શકો છો, રોકાણ કરવાનો અંતિમ નિર્ણય રોકાણકારનો હોવો જોઈએ.
અનફાઈનાન્સના ફાઉન્ડર કુંવર રાજ જણાવે છે કે, ઇન્ફ્લુએન્સર્સ પર ભરોસો કરવો જોઈએ કે નહીં તે એક મોટો સવાલ છે. તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે, તેમણે ટૂંક સમયમાં અમીર બનવા માટે ઇન્ફ્લુએન્સર્સ પર ભરોસો કરીને રોકાણ કર્યું છે. આ પ્રકારની બાબતોનું હંમેશા સારું પરિણામ આવે તે જરૂરી હોતું નથી. આ પ્રકારની ટીપ્સથી થોડો ઘણો લાભ થઈ શકે છે, પરંતુ છેતરપિંડીના પણ અનેક કેસ સામે આવતા હોય છે. અનેક લોકો ટૂંક સમયમાં અમીર બનવાના દાવા કરતા હોય છે, જેના કારણે ઘણા લોકોએ પોતાના પૈસા ગુમાવ્યા હોય તેવા અનેક કેસ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર જે પણ ઇન્ફ્લુએન્સર્સ જાણકારી શેર કરે છે, તે નાણાંકીય બાબતોમાં નિષ્ણાંત છે, તેવું માની ન શકાય. તો બીજી તરફ વિશ્વાસપાત્ર ઇન્ફ્લુએન્સર્સ પણ હોય છે, જે નાણાંકીય બાબતોમાં નિષ્ણાંત હોય છે. રોકાણ કરતા પહેલા તે અંગે રિસર્ચ કરી લેવું જોઈએ અને નાણાંકીય બાબતોના નિષ્ણાંત પાસેથી સલાહ લઈ લેવી. જે પણ રોકાણ કરો તે તમારા જોખમ પર કરવાનું રહેશે.
ફાઈનાન્સમાં કન્ટેન્ટ ક્રિએટર ઊજ્જવલ જણાવે છે કે, કન્ટેન્ટ સરળતાથી કોપી કરી શકાય છે. જે લોકોની પાસે ફોન છે, તે ફાઈનાન્સર બની શકે છે. ઇન્ફ્લુએન્સર્સની સલાહ અનુસાર રોકાણ કરતા પહેલા એકવાર વિચાર કરી લેવો જોઈએ. ઇન્ફ્લુએન્સર્સની જાણકારી મેળવી લેવી અને તેની ક્રેડેન્શિયલ પર રિસર્ચ કરવું જોઈએ. ઇન્ફ્લુએન્સર્સ નાણાંકીય ક્ષેત્રે યોગ્યતા ધરાવે છે કે નહીં? તેઓ કયા પ્રોફેશનમાં કામ કરે છે (ઉ.દા.- CA, CS, વકીલ)? ઇન્ફ્લુએન્સર્સનું કન્ટેન્ટ ચેક કરી લેવું. તેઓ યોગ્ય જાણકારી પ્રદાન કરે છે કે, પછી બિઝનેસ કરી રહ્યા છે. શું પ્રોડક્ટ સેલ કરવા માટે ઇન્ફ્લુએન્સર્સને પેમેન્ટ આપવામાં આવી રહ્યું છે? મોટાભાગના કેસમાં આ તમામ સવાલોના જવાબમાં ‘હા’ સાંભળવામાં આવે છે. 80 ટકા ઇન્ફ્લુએન્સર્સ સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપતા નથી. ટૂંકમાં કોઈપણ નાણાંકીય બાબતે રોકાણ કરતા પહેલા તે અંગે તપાસ કરી લેવી.
ફાઈનાન્સ એક્સ-બેઈનમાં કન્ટેન્ટ ક્રિએટર શ્રેયા કપૂરે આ અંગે જાણકારી આપી છે. ‘નાણાંકીય બાબતોના ઇન્ફ્લુએન્સર્સનું કામ અલગ અલગ વિકલ્પો વિશે જાણકારી આપવાનું છે. એક બ્રાન્ડ સાથે કામ કરતા પહેલા તેઓ ખૂબ જ મહેનત કરે છે. રોકાણ કરવા માટે અન્ય લોકોને આ અંગે પ્રશ્નો કરવા જોઈએ. જો જવાબમાં તેમની પાસેથી કોઈ સમસ્યા વિશે જાણવા મળે તો બ્રાન્ડ સુધી પહોંચવા માટે ઇન્ફ્લુએન્સર્સની સલાહ સાંભળવી જોઈએ. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો જો બ્રાન્ડની ઓડિયન્સ પાસેથી અલગ અલગ સમસ્યાઓ વિશે જાણીને તે સમસ્યા 2 દિવસમાં દૂર કરી દેવામાં આવે છે. અનેક ઇન્ફ્લુએન્સર્સ તે બ્રાન્ડ સાથે કોલાબોરેટ કરે છે અને વ્યક્તિગત રૂપે તેનો ઉપયોગ કરે છે. તેમનો અનુભવ મદદરૂપ સાબિત થઈ શકે છે. વ્યક્તિગત નાણાં ખૂબ જ વિશેષ છે, આ કારણોસર તમામ લોકો માટે એક જ બ્રાન્ડ કે પ્રોડક્ટ મદદરૂપ સાબિત થતી. જેના માપદંડ તરીકે DYORનો અભ્યાસ કરવો જોઈએ.’
બિઝનેસ અને ફાઈનાન્સના ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અનુષ્કા રાઠોડે આ અંગે સલાહ આપી છે. તેઓ જણાવે છે કે, નાણાંકીય બાબતો માટે તમામ ઇન્ફ્લુએન્સર્સ પર વિશ્વાસ ન કરવો જોઈએ. ઈન્ટરનેટ પર અનેક લોકો સ્ટોક ટીપ્સ આપે છે. જે માટે SEBIના રજિસ્ટર્ડ સલાહકાર પાસેથી સલાહ લેવી જોઈએ. અનેક ઇન્ફ્લુએન્સર્સ યોગ્ય જાણકારી અને વિગત પ્રાપ્ત કરીને સલાહ આપે છે. તેમ છતાં, તમારે તમામ બાબતો અંગે રિસર્ચ કરીને રોકાણ કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર