Home /News /business /

મંદીની આશંકામાં તૂટેલા બજારમાં શું પૈસા લગાવવા જોઈએ? રોકાણની રણનીતિ કેવી હોવી જોઈએ?

મંદીની આશંકામાં તૂટેલા બજારમાં શું પૈસા લગાવવા જોઈએ? રોકાણની રણનીતિ કેવી હોવી જોઈએ?

મંદીના સમયે શું કરવું?

Investment tips: સામાન્ય રીતે મંદીના સમયમાં આર્થિક ગતિવિધિ ઓછી હોય છે. આવકમાં ઘટાડાને પગલે કંપનીઓ પોતાનો નફો વધારી શકતી નથી. સાથે જ લોકો ખર્ચ ઓછો કરીને બચત કરવાનું વધારે પસંદ કરતા હોય છે.

  નવી દિલ્હી: સામાન્ય રીતે મંદીના સમયમાં શેર બજાર (Stock Market) બીયર ફેઝમાં ચાલ્યું જતું હોય છે, જ્યાં શેરનો ભાવ સતત ગગડતો હોય છે અથવા પહેલાથી જ નીચલા સ્તર પર હોય છે. રોકાણકારો આવા સમયે ધ્યાનપૂર્વક રોકાણ કરતા હોય છે, કારણ કે શેરની કિંમતમાં વધારે ઘટાડો થવાની સંભાવના હોય છે. આવા સમયે અસંખ્ય રોકાણકારો (Investors) બજારથી દૂર રહેવાનું પણ પસંદ કરતા હોય છે. કારણ કે મંદી ક્યારે પૂર્ણ થશે તેનો કોઈ અંદાજ લગાવી શકતો નથી અથવા તેની કોઈ ચોક્કસ તારીખ નથી હોતી. મંદી અમુક મહિલાઓથી લઈને વર્ષો સુધી પણ ચાલી શકે છે.

  બીયર માર્કેટ (Bear markets)માં રોકાણની એક રણનીતિ એ પણ હોઈ શકે કે એવા શેર્સની પસંદગી કરવી જે તેના વ્યાજબી વેલ્યૂએશનથી ઓછી કિંમત પર ટ્રેડ થઈ રહ્યા છે. જોકે, એક વાત યાદ રાખો કે બજારમાં ડિસ્કાઉન્ડ પર મળતી દરેક વસ્તુ સારી નથી હોતી. એટલે કે ફક્ત સસ્તો હોવાથી શેર ખરીદી લેવો તેવી નીતિ અપનાવવી પણ જોખમી બની શકે છે. જોકે, મંદીના સમયમાં રોકાણકારો કોઈ સારી રણનીતિ અપનાવીને ડિસ્કાઉન્ડ ભાવે મળતા શેરની પસંદગી કરી લે તો તેને લાંબા ગાળે ખૂબ સારું વળતર મળી શકે છે.

  સામાન્ય રીતે મંદીના સમયમાં આર્થિક ગતિવિધિ ઓછી હોય છે. આવકમાં ઘટાડાને પગલે કંપનીઓ પોતાનો નફો વધારી શકતી નથી. સાથે જ લોકો ખર્ચ ઓછો કરીને બચત કરવાનું વધારે પસંદ કરતા હોય છે. આ કારણે કંપનીના ઉત્પાદનોની માંગમાં ઘટાડો થાય છે. આવા સમયે કંપનીઓ વિસ્તરણની યોજનાઓ મુલતવી રાખતી હોય છે, કંપની પાસે માલનો ભરાવો પણ થવા લાગે છે. આ જ કારણે નવી નોકરીઓનું સર્જન પણ નથી થતું. છટણી પણ શરૂ થાય છે. લોકો ઓછો ખર્ચ કરતા હોવાથી સરકારે ટેક્સના સ્વરૂપમાં જે આવક મળે છે તે પણ ઓછી થાય છે, જેના પગલે સરકાર પણ વિવિધ પ્રોજેક્ટ પર ખર્ચની રકમ ઓછી કરે છે. એકંદરે અર્થતંત્ર ઓછી માંગ અને ઓછા ઉત્પાદનને પગલે નકારાત્મક ઝોનમાં ચાલ્યું જાય છે.

  મંદીમાં રોકાણના મોકા


  લાંબા સમય માટે રોકાણ કરવા માંગતા લોકોએ એક વાત યાદ રાખવી જોઈએ કે દુનિયા અનેક વખત મંદીમાંથી બહાર નીકળી ચૂકી છે, એવી જ રીતે શેર બજાર પણ મંદીમાંથી બહાર આવી ચૂક્યું છે. સામાન્ય રીતે શેર બજારમાં પરિવર્તનથી આર્થિક ચક્ર બદલાય છે. એટલે કે શેર બજાર પહેલા તૂટે છે, બાદમાં અર્થતંત્રમાં મંદી આવે છે. જોકે, શેર બજારમાં ઘટાડો રોકાણકારો માટે ઓછી કિંમત શેરની ખરીદી કરવાનો સારો મોકો છે. ખાસ કરીને લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા લોકો માટે સારો મોકો છે. જોકે, આ સમયે જે લોકો પૈસા લગાવવા માંગે છે તેમના મનમાં અનેક સવાલ ઉઠે છે. એક સામાન્ય સવાલ એવો હોય છે કે ક્યારે રોકાણ કરવું? રોકાણની રણનીતિ શું હોઈ શકે?

  આ પણ વાંચો: Stock Tips: સપ્તાહના અંતિમ દિવસે આ 20 શેર પર લગાવો દાવ

  1) ઇક્વિટી ફંડ


  આ રણનીતિ અંતર્ગત રોકાણકાર કોઈ વ્યક્તિગત શેરમાં રોકાણને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. શેર બજાર જ્યારે મંદીના દૌરમાંથી બહાર નીકળે છે ત્યારે અનેક શેર્સ ઉપર આવે છે. ખાસ કરીને ડાયવર્સિફાઇડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે, કારણ કે રોકાણકારો અમુક પસંદગીના શેર પર દાંવ લગાવવાને બદલે વ્યાપક રિકવરીથી લાભ મેળવી શકે છે. આ રણનીતિથી મળનારું રિટર્ન અમુક વ્યક્તિગત શેરમાંથી મળતા વળતરથી ઓછું હોઈ શકે છે પરંતુ તેમાં જોખમ ઓછું હોય છે. આ રણનીતિ તમને કોઈ ખરાબ શેર પર દાંવ લગાવીને પૈસા ડૂબવાના જોખમમાંથી બચાવી શકે છે.

  2) સીધા શેરમાં રોકાણ


  આ રણનીતિ ફક્ત એવા રોકાણકારો માટે યોગ્ય છે જેમની પાસે શેર બજારનું યોગ્ય જ્ઞાન છે. જે લોકો એ વાત જાણે છે કે શેર બજાર કેવી રીતે કામ કરે છે, કિંમતમાં કેવી રીતે ઉતાર-ચઢાણ આવે છે. આ એવા રોકાણકારો માટે યોગ્ય છે, જેઓ જોખમ ઉઠાવવા માંગે છે. આ ઉપરાંત જેઓ નાણાકીય નુકસાન સહન કરવાની ક્ષમતા રાખતા હોય છે.

  આ પણ વાંચો: શું શેર બજારમાં ઘટાડાનો સિલસિલો પૂર્ણ થયો? શું કહે છે બજાર વિશ્લેષકો?

  આ રણનીતિ એવા રોકાણકારો માટે છે જેઓ કંપનીઓ ઉપર ખૂબ રિસર્ચ કરે છે તેમજ રોકાણ માટે શેરની પસંદગી કરવા માટે સારી સ્થિતિમાં હોય છે. બીજી રીતે કહીએ તો મંદી લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા લોકો માટે શેર બજારમાં ડિસ્કાઉન્ટ ભાવે શેર ખરીદવાનો મોકો આપે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock market, Stock tips

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन